Home /News /entertainment /

Shatrughan Sinha Birthday: અભિનેતા કરતાં વિલન તરીકે વધુ પસંદ કરવામાં આવતા, શા માટે રાજકારણી બન્યા?

Shatrughan Sinha Birthday: અભિનેતા કરતાં વિલન તરીકે વધુ પસંદ કરવામાં આવતા, શા માટે રાજકારણી બન્યા?

શત્રુઘ્ન સિન્હા જન્મદિવસ

આજે શત્રુઘ્ન સિંહાનો જન્મદિવસ (Shatrughan Sinha Birthday) છે. આ ખાસ અવસર પર જાણો શોટગન સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો. શત્રુઘ્નસિંહા (Shatrughan Sinha) ભાઈઓના નામ દશરથના પુત્રો જેવા રામ, લખન, ભરત અને શત્રુઘ્ન છે.

    મુંબઈ : બોલિવૂડ (Bollywood)માં શોટગન તરીકે જાણીતા અભિનેતા (Actor) શત્રુઘ્ન સિંહા (Shatrughan Sinha) ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. કૌટુંબિક પૃષ્ઠભૂમિ ફિલ્મી દુનિયાની ન હોવા છતાં, તેણે બોલિવૂડમાં તે નામ કમાવ્યું, જે કમાવું આજે પણ ઘણું મુશ્કેલ છે. ઈન્ડસ્ટ્રીમાં તેણે એ કામ કર્યું છે જે આજે કરવું દરેક માટે શક્ય નથી. તેણે એક અભિનેતાથી લઈને ખલનાયકની ભૂમિકા (Role) ખૂબ સારી રીતે નિભાવી છે. આટલું જ નહીં, તેમણે માત્ર સિનેમા (Cinema)ના પડદા પર જ નહીં, પરંતુ રાજકારણ (Politics)ના મંચ પર પણ તે કરી બતાવ્યું, જે મોટા નેતાઓ કે તેમના વંશજો ન કરી શક્યા. આજે શત્રુઘ્ન સિંહાનો જન્મદિવસ (Shatrughan Sinha Birthday) છે. આ ખાસ અવસર પર જાણો શોટગન સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો...

    શત્રુઘ્નના ભાઈઓના નામ રામ, લખન, ભરત છે

    શત્રુઘ્ન સિંહાનો જન્મ 9 ડિસેમ્બર 1945ના રોજ બિહારની રાજધાની પટનામાં થયો હતો. અભિનેતાના પિતા ડોક્ટર હતા. તેના ચાર ભાઈઓ છે. આ ચાર ભાઈઓના નામ દશરથના પુત્રો જેવા રામ, લખન, ભરત અને શત્રુઘ્ન છે. તેણે પટના સાયન્સ કોલેજમાંથી સ્નાતક થયા અને પછી તેના મિત્રની સલાહ પર FTIIમાં અભ્યાસ કર્યો. તમને જણાવી દઈએ કે તે એવી જગ્યાએથી આવે છે જ્યાં તેની આસપાસ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ ન હતી. આમ છતાં તેણે ફિલ્મી દુનિયામાં પ્રભુત્વ જમાવ્યું હતું.

    શત્રુઘ્ન ભલે ખલનાયક તરીકે ઉભરી આવ્યા હોય, પરંતુ તે તે સમયના એવા વિલન હતા, જેમના માટે તાળીઓ પડતી હતી. આટલું જ નહીં, થિયેટરના લોકો પોતે હીરોને મારવા માટે તેને ટેકો આપતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તે સમય દરમિયાન વિલન હોવા છતાં પણ શત્રુઘ્ન સિંહાના ફોટો સાથે ફિલ્મના પોસ્ટર બનાવવામાં આવ્યા હતા.

    શત્રુઘ્ન સિંહાને દેવાનંદની ફિલ્મ 'પ્રેમ પૂજારી'થી બ્રેક મળ્યો હતો

    તમને જણાવી દઈએ કે, પોતાના મજબુત અવાજના જોરે ઈન્ડસ્ટ્રી પર પ્રભુત્વ જમાવનાર અભિનેતા શત્રુઘ્ન સિંહાને દેવાનંદની ફિલ્મ 'પ્રેમ પૂજારી'થી બ્રેક મળ્યો હતો, જેમાં તેણે પાકિસ્તાની સૈન્ય અધિકારીની ભૂમિકા ભજવી હતી. તે પછી તેની ઘણી ફિલ્મો આવી અને તેણે પોતાની ફિલ્મોથી લાખો લોકોને પોતાના ચાહક બનાવ્યા. તેમની યાદગાર ફિલ્મોમાં 'મેરે અપને', 'કાલીચરણ', 'વિશ્વનાથ', 'દોસ્તાના', 'ક્રાંતિ', 'નસીબ', 'કાલા પથ્થર', 'લોહા'નો સમાવેશ થાય છે.

    આ પણ વાંચોDharmendra Birthday: હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્ર બની ગયા હતા મુસ્લિ

    તે જ સમયે, અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહા 1991 માં ભાજપમાં જોડાયા હતા. તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું કારણ કે તે ચાહકો માટે કંઈક કામ કરવા માંગતા હતા, જેણે તેને હીરો બનાવ્યો. આવી સ્થિતિમાં ચાહકો માટે સામાજિક કાર્ય માટે તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો. જોકે, તાજેતરમાં તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Shatrughan Sinha

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन