Home /News /entertainment /

થોડા સમયમાં નીકળશે શશિ કપૂરની અંતિમ યાત્રા, કપૂર ખાનદાનની બીજી પેઢીનો અંત

થોડા સમયમાં નીકળશે શશિ કપૂરની અંતિમ યાત્રા, કપૂર ખાનદાનની બીજી પેઢીનો અંત

શશિ કપૂરની દીકરી સંજના અને દીકરો કરણ સોમવારે રાત્રે જ મુંબઇ પહોંચી ગયા હતાં. હાલમાં જે માહિતી મળી છે તે મુજબ 12 વાગ્યે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શશિ કપૂરની દીકરી સંજના અને દીકરો કરણ સોમવારે રાત્રે જ મુંબઇ પહોંચી ગયા હતાં. હાલમાં જે માહિતી મળી છે તે મુજબ 12 વાગ્યે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મુંબઇ: બોલિવૂડ અને થિએટર જગતનાં દિગ્ગજ એક્ટર શશિ કપૂરે સોમવારે લાંબી બીમારી બાદ મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા. મુંબઇની કોકિલાબેન હોસ્પિટમાં તેમણે 79 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. શશિ કપૂરનાં નિધનની ખબર બાદ સેલિબ્રિટીઝે ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલી પણ પાઠવી છે. મંગળવારે સવારે 10.30 વાગ્યે કોકિલા બેન હોસ્પિટલથી તેમની અંતિમયાત્રા નીકળી આ દરમિયાન સંબંધીઓ અને પરિવારનાં નજીકનાં સભ્યો હાજર રહ્યાં.


પાર્થિવ શરીરહોસ્પિટલથી સીધા શશિ કપૂરનાં ઘર 'જાનકી કૂટીર' લઇ જવામાં આવ્યું. અહીં અંતિમ દર્શન માટે શબ રાખવામાં આવ્યું છે. સોર્સિસની માનીયે તો શાંતાક્રુઝનાં શ્માન ઘાટ પર બપોરે 12 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. શશિ કપૂરનાં નિધનથી અમિતાભ બચ્ચન ખુબ જ દુખી છે. તેમણે એક લાંબો બ્લોગ લખીને તેમને યાદ કર્યા છે. તેમણે તેમનાં બ્લોગમાં લખ્યુ છે. આ
શશિજી માટે, તેમનાં બબુઆ તરફથી...






મુંબઇ પોલીસ કરી રહી છે તૈયારી મુંબઇ પોલીસે હોસ્પિટલની બહાર સુરક્ષા કડક કરી છે. ટ્રાફિક પોલીસને પણ આ મામલે બ્રીફિંગ આપી દેવામાં આવી છે. જ્યારે હોસ્પિટલથી તેમનો પાર્થિવ દેહ લઇ જવામાં આવે ત્યારે મુંબઇનાં રસ્તા પર ટ્રાફિક સ્મૂથ રહે.

શશિ કપૂરની દીકરી સંજના અને દીકરો કરણ સોમવારે રાત્રે જ મુંબઇ પહોંચી ગયા હતાં. હાલમાં જે માહિતી મળી છે તે મુજબ 12 વાગ્યે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જોકે હજુ સુધી આ વિશે કોઇ જ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. શશિ કપૂરનાં નિધનની ખબર સાંભળીને રિશી કપૂરપણ દિલ્હીમાં તેમનું ચાલુ શૂટિંગ છોડીને મુંબઇ પરત આવી ગયા છે.

તે દિલ્હીમાં ફિલ્મ 'રાજમા ચાવલ'નું શૂટિંગ કરી રહ્યાં હતાં. હોસ્પિટલમાં શશિ કપૂરને જોવા રણધીર કપૂર, રણબીર કપૂર, કૃષ્ણા રાજ કપૂર અને કપૂર ફેમિલીનાં અન્ય મેમ્બર્સ પણ પહોચ્યા હતાં. શશિ કપૂરનાં નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદી સહિત રાજકીય નેતાઓ અને બોલિવૂડની હસ્તિઓએ શોક જતાવ્યો હતો.







First published:

Tags: Amitabh Bacchan, Shashi Kapoor, નરેન્દ્ર મોદી, મુંબઇ, મોત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन