Home /News /entertainment /

લાંબી બિમારી બાદ શશિ કપૂરનું નિધન, 79ની ઉંમરે દુનિયાને કહી અલવિદા

લાંબી બિમારી બાદ શશિ કપૂરનું નિધન, 79ની ઉંમરે દુનિયાને કહી અલવિદા

લાંબી બિમારી બાદ પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત શશિ કપૂરનું નિધન થઇ ગયુ છે. ચેસ્ટ ઇન્ફેક્શનની બીમારીથી તેઓ પિડાઇ રહ્યાં હતાં. વર્ષ 2014થી તેમને આ સમસ્યા હતી. 160થી વધુ ફિલ્મો કરી ચુકેલાં શશિ કપૂર તેમની અદાકારીથી છવાઇ ગયા હતાં.

લાંબી બિમારી બાદ પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત શશિ કપૂરનું નિધન થઇ ગયુ છે. ચેસ્ટ ઇન્ફેક્શનની બીમારીથી તેઓ પિડાઇ રહ્યાં હતાં. વર્ષ 2014થી તેમને આ સમસ્યા હતી. 160થી વધુ ફિલ્મો કરી ચુકેલાં શશિ કપૂર તેમની અદાકારીથી છવાઇ ગયા હતાં.

વધુ જુઓ ...

મુંબઇ: લાંબી બિમારી બાદ પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત શશિ કપૂરનું નિધન થઇ ગયુ છે. ચેસ્ટ ઇન્ફેક્શનની બીમારીથી તેઓ પિડાઇ રહ્યાં હતાં. વર્ષ 2014થી તેમને આ સમસ્યા હતી. 160થી વધુ ફિલ્મો કરી ચુકેલાં શશિ કપૂર તેમની અદાકારીથી છવાઇ ગયા હતાં.


વર્ષ 2010માં તેમને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. બોક્સ ઓફિસ પર તેમની ફિલ્મોએ કમાલ કરી નાંખી હતી. શશિ કપૂરે વિદેશી એક્ટ્રેસ જેનીફર સાથે લગ્ન કર્યા હતાં. અને તેઓ ત્રણ બાળકો કરણ કપૂર, કૂનાલ કપૂર અને સંજના કપૂરનાં પિતા છે. તેમનાં કોઇ જ બાળક ફિલ્મો સથે સંક્ળાયે લાં નથી.


તેમની બેસ્ટ ફિલ્મોની વાત આવે તો અમિતાભ બચ્ચન સાથેની દિવાર, કભિ-કભિ અને સત્યમ શિવમ સુંદરમ્ કેવી રીતે ભૂલી શકાય.




શશિ કપૂરની કેટલીક જાણવા જેવી વાતો -શશિ કપૂરે અભિનયની શરૂઆત 10 વર્ષની ઉંમરથી કરી હતી. તેઓ વર્ષ 1948માં બિગ સ્ક્રિન પર ચમક્યા -'આગ' ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમણે કામ કર્યુ હતું. -વર્ષ 1961માં તેમણે 'ધર્મપૂત્ર' નામની ફિલ્મમાં એક વ્યસ્કનું કિરદાર અદા કર્યું. -શશિ કપૂર માટે કહેવાય છે કે કપૂર પરિવારમાં જન્મેલા કોઇપણ કલાકારની સરખામણીએ તેમણે સૌથી વધુ ફિલ્મો કરી છે. -એક કલાકાર તરીકે તેમનાં કરિઅરને યોગ્ય વળાંક 1965માં આવેલી 'જબ જબ ફૂલ ખિલે'થી મળી -આ તેમની પહેલી ફિટ ફિલ્મ હતી. જે બાદ તેમણે ઘણી સુપર હિટ ફિલ્મ આપી. -વર્ષ 1975માં આવેલી 'દિવાર' ફિલ્મમાં તેમનો રોલ સુપરહિટ સાબિત થયો -આજે પણ તેમનો બોલેલો ડાઇલોગ 'મેરે પાસ મા હૈ..' લોકોનાં દિલ-ઓ-દિમાગમાં છવાયેલો છે.

First published:

Tags: Amitabh Bacchan, Movie, No More, Shashi Kapoor, મોત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन