Home /News /entertainment /ઓહ માય ગોડ શાહરુખ! કિંગ ખાનને જોઈને ગદગદ થઈ ગઈ હોલીવુડની સ્ટાર અભિનેત્રી, VIDEO જોઈને ફેન્સ ફીદા
ઓહ માય ગોડ શાહરુખ! કિંગ ખાનને જોઈને ગદગદ થઈ ગઈ હોલીવુડની સ્ટાર અભિનેત્રી, VIDEO જોઈને ફેન્સ ફીદા
શાહરૂખને જોઈ શેરોન સ્ટોનનું રીએક્શન વાયરલ
Sharon Stone On Shah Rukh Khan: સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 'રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનને જોઈ હોલીવુડ અભિનેત્રી શેરોન સ્ટોન એક્દમ ચોંકી ગઈ હતી.
Red Sea Film Festival Jeddah: સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 'રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુનિયાભરના તમામ મોટા ફિલ્મ સ્ટાર્સ હાજર રહ્યા હતા. ભારત વતી આ ફિલ્મ ફેસ્ટિવલમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને શાહરૂખ ખાન સહિત બૉલીવુડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.
આ ઈવેન્ટનો શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને જોઈને હોલીવુડ સ્ટાર શેરોન સ્ટોન ચોંકી ગઈ હતી. અને હવે એ જ રીએક્શનને લઈને તેણીએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે.
ફિલ્મ ફેસ્ટિવલનો હોલીવુડ સ્ટાર જેનો શાહરૂખ ખાન સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે છે અભિનેત્રી એટલે 'સિલ્વર' ફેમ અભિનેત્રી શેરોન સ્ટોન. તે 'રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ'માં શાહરૂખ ખાનની બાજુમાં બેઠી હતી. શેરોન શાહરૂખ ખાનને તેની બાજુમાં બેઠેલો જોયો કે તરત જ તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે 'ઓહ માય ગોડ' કહીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી. બાદમાં શાહરૂખ ખાને પણ તેને હેલો કહ્યું. આ દરમિયાન શેરોન આખો સમય શાહરુખને ચોંકાવનારી રીતે જોતી રહી. શાહરુખે બાદમાં સરસ રીતે અભિવાદન કર્યું હતું અને બંનેએ નમસ્તે પણ કર્યું હતું.
શેરોને ત્યાર બાદ શાહરૂખને જોયા બાદ પોતાની પ્રતિક્રિયા વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે તેણે આવી પ્રતિક્રિયા કેમ આપી. 'રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ'ના બીજા દિવસે આયોજિત એક કાર્યક્રમમાં શેરોને કહ્યું, "શાહરૂખ ખાન મારાથી બે સીટ દૂર હતા અને મને ખબર નહોતી કે તે ત્યાં છે. મેં આગળ જઈને તેમને જોયા. હું સ્ટાર્સથી એમ તો બહુ સહેલાઈથી પ્રભાવિત થતી નથી, કારણ કે હું ઘણા સ્ટાર્સને ઓળખું છું, પરંતુ જ્યારે મેં શાહરૂખને જોયા ત્યારે હું મારી જાતને આ પ્રકારની પ્રતિક્રિયા આપતા રોકી શકી નહીં,
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનને જેદ્દાહમાં આયોજિત 'રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ'માં માનદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઈવેન્ટમાં હાજર પ્રિયંકા ચોપરાએ પણ શાહરૂખ ખાનને મળેલા આ પુરસ્કારને બિરદાવ્યો હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર