Home /News /entertainment /

રસપ્રદ સ્ટોરી : બિકીની પહેરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતી શર્મિલા ટાગોર, લગ્ન પહેલા છુપાવી હતી આ વાત

રસપ્રદ સ્ટોરી : બિકીની પહેરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતી શર્મિલા ટાગોર, લગ્ન પહેલા છુપાવી હતી આ વાત

બિકીની પહેરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતી શર્મિલા ટાગોર

70ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી (Actress) શર્મિલા ટાગોર (Sharmila Tagore)નું નામ બોલિવૂડ (Bollywood)ની સૌથી દિગ્ગજ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. શર્મિલા તેની બોલ્ડ બિકીની સ્ટાઈલ માટે ફેમસ થઈ હતી તે દિવસોમાં તે મન્સૂર અલી પટૌડીને ડેટ કરતી હતી.

વધુ જુઓ ...
    મુંબઈ : 70ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી (Actress) શર્મિલા ટાગોર (Sharmila Tagore)નું નામ બોલિવૂડ (Bollywood)ની સૌથી દિગ્ગજ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તે પોતાની ફિલ્મો (Films)ને લઈને જેટલી ચર્ચામાં રહેતી, તેટલી જ તેની સ્ટાઈલ (Style)ને ફોલો કરવામાં આવતી. 90ના દાયકામાં પણ જ્યારે અભિનેત્રી સાડી-સુટમાં ફિલ્મોમાં દેખાતી હતી, ત્યારે શર્મિલા બિકીની (Bikini) પહેરીને શૂટિંગ કરનારી પ્રથમ અભિનેત્રી બની હતી, જેના કારણે તે સમયે ઘણો વિવાદ (Controversy) થયો હતો. ચાલો જાણીએ અભિનેત્રી સાથે જોડાયેલો આ રસપ્રદ કિસ્સો...

    કારકિર્દીની શરૂઆત સત્યજીત રેની બંગાળી ફિલ્મ 'અપુર સંસાર'થી કરી

    શર્મિલા ટાગોરે પોતાની કારકિર્દીની શરૂઆત સત્યજીત રેની બંગાળી ફિલ્મ 'અપુર સંસાર'થી કરી હતી. આ પછી તેણે 'કશ્મીર કી કલી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે હીરો શમ્મી કપૂર હતો.

    શર્મિલા ટાગોર બિકીની પહેરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી

    શર્મિલા ટાગોર બિકીની પહેરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતી. તેણે 1966માં ફિલ્મફેર મેગેઝિન માટે બિકીની પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. જે પછી તેણે 1967માં રિલીઝ થયેલી ફિલ્મ 'એન ઈવનિંગ ઇન પેરિસ' અને ફિલ્મ 'આમને-સામને'માં સ્વિમસૂટ પહેર્યો હતો. આ ફિલ્મની રિલીઝ પહેલા તે એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી થઇ ગઈ હતી.

    દેશમાં બિકીનીનો ટ્રેન્ડ નહોતો, તેણે બિકીની પહેરીને ધૂમ મચાવી

    એ દિવસોમાં દેશમાં બિકીનીનો ટ્રેન્ડ નહોતો અને શર્મિલા એક પછી એક ફિલ્મોમાં બિકીની પહેરીને ધૂમ મચાવતી હતી. જે બાદ તે વિવાદોમાં ફસાઈ ગઈ હતી. સંસદમાં પણ તેની બોલ્ડ સ્ટાઈલને લઈને ભારે હોબાળો થયો હતો.

    શર્મિલા તેની બોલ્ડ બિકીની સ્ટાઈલ માટે ફેમસ થઈ હતી

    જે દિવસોમાં શર્મિલા તેની બોલ્ડ બિકીની સ્ટાઈલ માટે ફેમસ થઈ હતી તે દિવસોમાં તે મન્સૂર અલી પટૌડીને ડેટ કરતી હતી. તે પોતાની ફિલ્મના પોસ્ટરમાં બિકીની પહેરેલી જોવા મળી હતી. દરેક જગ્યાએ બોલ્ડ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

    પટૌડીની માતા મળવા આવવાની હતી તો શહેરોમાં પોસ્ટરો હટાવ્યા

    તે દિવસોમાં શર્મિલાને ખબર પડી કે મન્સૂર અલી ખાનની માતા તેને મળવા મુંબઈ આવી રહી છે. આ સાંભળીને શર્મિલાના હોશ ઉડી ગયા. જે બાદ તેણે તરત જ પ્રોડ્યુસરને ફોન કરીને આખા શહેરમાંથી ફિલ્મના પોસ્ટર હટાવવાનું કહ્યું. જે બાદ થોડા દિવસો માટે તમામ પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા હતા.

    આ પણ વાંચોઆ 7 બોલિવૂડ સેલેબ્સ છે ગોવિંદાના નંબર વન દુશ્મન! એકે તો ગુસ્સામાં ગોવિંદાને મારી હતી થપ્પડ

    શર્મિલાએ 'વક્ત', 'અનુપમા', 'દેવર', 'અમર પ્રેમ', 'સફર', 'આરાધના', 'માલિક', 'છોટી બહુ' અને 'રાજા રાની' જેવી ઘણી હિટ ફિલ્મો આપી. રાજેશ ખન્ના સિવાય શશિ કપૂર સાથે તેમની જોડી વધુ પસંદ કરવામાં આવી હતી. શર્મિલાએ વર્ષ 1968માં મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Sharmila tagore

    આગામી સમાચાર