મુંબઈ : હિન્દી સિનેમા (Hindi Cinema)ની એવી અભિનેત્રી (Actress), જેની સુંદરતા પાછળ કેટલાય લોકો પાગલ થઇ ગયા હતા. એક એવી અભિનેત્રી (Actress) જેના અભિનય (Acting)એ લોકોના દિલ પર રાજ કર્યું. વીતેલા જમાનાની અભિનેત્રી જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry)માં એવું સ્થાન મળ્યું જે બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. આજે અભિનેત્રી શર્મિલા ટાગોર (Sharmila Tagore)નો જન્મદિવસ (Birthday) છે, જેણે 13 વર્ષની વયે સત્યજીત રાય (Satyajit Rai)ની ફિલ્મ 'અપૂર સંસાર' (Apoor Sansar)થી અભિનયની શરૂઆત કરી હતી. 8 ડિસેમ્બર 1944ના રોજ આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં હિન્દુ બંગાળી પરિવારમાં જન્મેલા શર્મિલા ટાગોરનું અંગત (Personal) અને વ્યાવસાયિક જીવન (Professional Life) હંમેશા ચર્ચામાં રહ્યું છે.
'આરાધના', 'અમર પ્રેમ', 'સફર', 'કશ્મીર કી કલી', 'મૌસમ', 'તલાશ', 'વક્ત', 'ફરાર', 'આમને-સામને' જેવી ફિલ્મો શર્મિલાના અભિનયની વાર્તા કહે છે. શર્મિલા ટાગોરને વર્ષ 2013માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. શર્મિલાની નાની નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોરની દોહિત્રી હતા.
શર્મિલાએ 27 ડિસેમ્બર, 1969ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, પટૌડીના નવાબ મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. રાષ્ટ્રપતિ ડો.ઝાકિર હુસૈન અને ઈન્દિરા ગાંધી જેવી હસ્તીઓએ પણ આ શાહી લગ્નમાં હાજરી આપી હતી. લગ્ન પછી શર્મિલાએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને આયેશા સુલ્તાન બની. પટૌડીનું 2011માં 70 વર્ષની વયે અવસાન થયું અને તે સિંગલ થઈ ગઈ.
77 વર્ષની ઉંમરમાં પણ શર્મિલાએ પોતાની જાતને ખૂબ જ સુંદર રીતે જાળવી રાખ્યું છે. શર્મિલા ટાગોરે ટૂંકા કપડા અને આધુનિક રીતથી દર્શકોના દિલ જીતી લીધા હતા જ્યારે અભિનેત્રી આંચલ માથા પર અને માંગ ટીકો લગાવીને પડદા પર આવતી હતી. મૌસમ, અનુપમા, સત્યકામ, બંધન, આવિષ્કાર, એકલવ્ય, સફર, દૂસરી દુલ્હન, અમાનુષ જેવી ફિલ્મો શર્મિલાની ઓળખ બની ગઈ હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર