Home /News /entertainment /Sharmaji Namkeen Review: એક જ પાત્રમાં ઋષિ કપૂર અને પરેશ રાવલનુ અદ્ભૂત બ્લેન્ડ, કેવી છે ફિલ્મ અહીં જાણો

Sharmaji Namkeen Review: એક જ પાત્રમાં ઋષિ કપૂર અને પરેશ રાવલનુ અદ્ભૂત બ્લેન્ડ, કેવી છે ફિલ્મ અહીં જાણો

શર્માજી નમકીન રિવ્યુ

Sharmaji Namkeen Review : ઋષિ કપૂર (Rishi Kapoor) અને પરેશ રાવલ (Paresh Rawal) અને જુહી ચાવલા (Juhi Chawla) સ્ટારર શર્માજી નકીન (Sharmaji Namkeen) અમેઝોન પ્રાઈમ (amazon prime) પર રિલીઝ થઈ ગઈ છે. તો જોઈએ ફિલ્મ કેવી છે, કયા કલાકારનું કેવું પ્રદર્શન, કેવી સ્ટોરી છે.

વધુ જુઓ ...
શર્માજી નમકીન (Sharmaji Namkeen)

ડિરેક્ટરઃ હિતેશ ભાટિયા

કલાકાર: ઋષિ કપૂર, પરેશ રાવલ, જુહી ચાવલા

Sharmaji Namkeen Review :  સ્વ. ઋષિ કપૂર (Rishi Kapoor) અને પરેશ રાવલ (Paresh Rawal) દ્વારા અભિનિત એક ડિલાઈટફુલ પરફોર્મેન્સ સાથે એમેઝોન પ્રાઇમ વિડિયો પર લેટેસ્ટ રિલીઝ શર્માજી નમકીન (Sharmaji Namkeen) રજૂ કરવામાં આવી છે. ચોક્કસથી આ એક ડિલાઈટફુલ પ્રેઝન્ટેશન છે પણ કેટલાક અંશે થીન પ્લોટ સાથે આ 121 મિનિટ સુધી ખેંચવામાં આવેલી એક રિપીટ થીયરી જેવી લાગશે. પરેશ રાવલ ફિલ્મમાં શર્માજીના પાત્રમાં જોવા મળશે. પહેલા ઋષિ કપૂર દ્વારા આ પાત્ર ભજવવામાં આવ્યું હતું, જો કે તેમના બિમારી બાદ પરેશ રાવલની એન્ટ્રી થઈ. આ ફિલ્મ ડાયરેક્ટર રાઈટર હિતેશ ભાટિયા દ્વારા રજૂ કરવામાં આવેલી એક નવીનત્તમ તદ્દન રજૂઆત છે. જણાવી દઈએ કે જ્યારે ઋષિ કપૂરનુ કેન્સર ડાયગ્નોસ થયુ ત્યારે આ ફિલ્મનું માત્ર અડધુ જ શૂટિંગ પૂર્ણ થયું હતું.

બંને કલાકારો અલ્ટરનેટિવલી શર્માજીની ભૂમિકા ભજવતા જોઈ શકાય છે. સૌથી સારી બાબત એ છે કે આ સૃકેરેક્ટર સ્વીચ સીમલેસ છે અને આ બાબત સ્માર્ટ એડિટિંગને આભારી છે. આ પાત્રો એટલી સારી રીતે સ્વિચ થાય છે કે તે ક્યારે સ્વિચ થયા તેની જાણ પણ આપણને તરત થતી નથી.

ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાણીએ એનડીટીવીને કહ્યું, “અમારા મગજમાં એક વાત સ્પષ્ટ હતી કે અમારે આ ફિલ્મ પૂર્ણ કરવી છે. શું કરવું એનો વિચાર અમે છ-આઠ મહિના કરી રહ્યાં છીએ. રણબીર કપૂર આ પ્રક્રિયાનો એક ભાગ હતો. અમે પ્રોસ્થેટિક્સ વિશે વિચારી રહ્યા હતા અને રણબીર પણ અમારા માટે શૂટિંગ કરી રહ્યો હતો. જો કે તે વધુ શક્ય થઈ શક્યુ નહીં. અંતિમ વિકલ્પ બીજા કલાકારને કાસ્ટ કરવાનો હતો. આવુ પહેલા થયું છે પણ ભારતીય સિનેમામાં ક્યારેય નહીં. એવું નથી કે ઋષિ કપૂર ફર્સ્ટ હાફમાં છે અને પરેશ રાવલ બીજા હાફમાં છે. તેમના સીન્સ આખી ફિલ્મમાં જોવા મળશે. બન્ને એકબીજામાં મિક્સ થઈ ગયા છે.

ફિલ્મની શરૂઆત કપૂરમાં ઋષિ કપૂર એક સમારોહમાં નિવૃતિની જાહેરાત કરવાથી થાય છે, જો કે આ બાબતથી તે ખૂબ ખુશ દેખાતા નથી. 58 વર્ષની ઉંમરમાં પણ તે શારીરિક રીતે સક્રિય અને માનસિક રીતે સતર્ક છે, છતાં તેમને કોર્પોરેટ લાઇફમાંથી બહાર ધકેલવામાં આવ્યા. તે હોમ અપ્લાયન્સિસના બ્રાન્ડ લીડર હતા. તેઓ એક વિધુર છે, જે પોતાના બે પુત્રો સાથે રહે છે અને આરી જ રીતે તે પોતાની રિટાયરમેન્ટ લીફ વિતાવવા માંગે છે. તે પોતાના બાળકો સાથે જ રહે છે અને તેમની માટે રસોઈ પણ બનાવે છે અને કામકાજ પણ કરે છે. તે નવી નવી વાનગીઓ બનાવે છે અને પોતાની સ્કિલ પર ખૂબ ગર્વ પણ અનુભવે છે.

આ તામમની વચ્ચે તે એક લેડિઝ ગ્રુપને મળે છે અને કિટી પાર્ટીમાં કુકિંગને લઈને ચર્ચાઓ ચાલુ થાય છે. શરૂઆતમાં તે તેના બાળપણના મિત્ર સિક્કા (સતીશ કૌશિક) દ્વારા તેને પ્રેરણા આપવામાં આવે છે અને તેને સમજાવે છે કે ફુડ સર્વ કરવું એક ગ્રેટ ઓનર છે.

જોકે તેમના પુત્રો તેમના પિતાને મળેલા આ નવા વેગથી અજાણ છે. શર્માજી નીણા મનચંદા સાથેના ગ્રુપમાં ખૂબ આનંદિત છે. તેમના સ્વાદની આવડતને લઈને તેમના ટીઝ કરવામાં આવે છે. તેમનો આ લેડિઝ ગ્રુપ સાથે ડાન્સ કરતો એક વિડીયો તેના મોટા પુત્ર રિંકુ (સુહૈલ નાયર) ને મળે છે. આ જોયા પછી તેને તેના ઓફિસમાં અંગત જીવનમાં તેની સહકર્મી સામે શરમજનક અનુભવ થાય છે.

આ તરફ શર્માજી હવે પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી ધક્કામુક્કી દરમ્યાન પોતાનુ અંતિમ કામ કરવા જતા હોય છે. જોકે આ સીનમાં કંઈક આઉટ હોય તેવો અનુભવ જોનારને થાય છે. ફિલ્મના અંતને જોઈએ તો આ એક પોઝિટીવલી અને મનોરંજનપૂર્ણ અંત ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મમાં ઋષિ કપૂર અને પરેશ રાવલની અદ્ભૂત કમ્પાઈલિંગ જોવા મળે છે.
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Paresh rawal, Rishi Kapoor