શર્માજી નમકીન (Sharmaji Namkeen) પહેલી એવી ફિલ્મ છે, જેમાં બે અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) અને પરેશ રાવલ (Paresh Rawal) એકસાથે એક જ પાત્ર ભજવવા માટે સાથે આવ્યા છે. ભારત અને ભારતની બહાર તમામ દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવશે.
એમેઝોન પ્રાઈમ વિડીયોએ સ્વ. ઋષિ કપૂર (Rishi Kapoor)ની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન (Sharmaji Namkeen)’ના સ્પેશિયલ વર્લ્ડ પ્રીમિયરની જાહેરાત કરી છે. એક્સેલ એન્ટરટેઈનમેઈન્ટના બેનર હેઠળ હની ત્રેહાન અને અભિષેક ચૌબે સાથે રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. હિતેશ ભાટીયાએ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. આ ફિલ્મમાં પરેશ રાવલ (Paresh Rawal), જુહી ચાવલા (Juhi Chawla), સુહેલ નાયર, તારુક રૈના, સતીષ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.
શર્માજી નમકીન પહેલી એવી ફિલ્મ છે, જેમાં બે અભિનેતા ઋષિ કપૂર અને પરેશ રાવલ એકસાથે એક જ પાત્ર ભજવવા માટે સાથે આવ્યા છે.
આ ફિલ્મ સેલ્ફ રિઅલાઈઝેશનના મુદ્દા પર આધારિત છે. શર્માજી નમકીન ફિલ્મ સેવાનિવૃત્ત થયેલા વ્યક્તિના જીવન પર આધારિત છે. જે મહિલાઓના કિટ્ટી સર્કલમાં શામેલ થયા બાદ પોતાના કુકિંગના પેશન વિશે જાણે છે. 31 માર્ચના રોજ પ્રાઈમ વિડીયો પર દુનિયાના 240 દેશોમાં આ ફિલ્મનું પ્રીમિયર થશે.
પ્રાઈમ વિડીયોના કન્ટેન્ટ લાઈન્સસિંગ હેડ મનીષ મેઘાનીએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, પ્રાઈમ વિડીયોમાં અમે દર્શકોને સતત જોડી રાખવાનો અને તેમને મનોરંજન આપવાનો પ્રયાસ કરીએ છીએ. શર્માજી નમકીન એક એન્ટરટેઈનર ફિલ્મ છે. આ ફિલ્મ ખરેખર સ્પેશિયલ ફિલ્મ છે, જે બોલીવુડના દિવંગત અભિનેતા ઋષિ કપૂરના અભિનયની પ્રતિભાને શ્રદ્ધાંજલી અર્પે છે. આ ફિલ્મમાં પરેશ રાવલે પણ ખૂબ જ અદભુત અભિનય કર્યો છે.
આ ફિલ્મમાં બંને અભિનેતાઓએ શાનદાર પ્રદર્શન કરીને દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે. અમને આશા છે કે, ભારત અને ભારતની બહાર તમામ દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવશે.
એક્સેલ એન્ટરટેઈનમેન્ટના કો-ફાઉન્ડર રિતેશ સિધવાનીએ આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, અમે હંમેશા દર્શકોને જોડી શકે તેવી અને કંઈક અલગ મુદ્દા સાથે ફિલ્મ બનાવવા પર વધુ ધ્યાન આપીએ છીએ. શર્માજી નમકીન એક સાધારણ વ્યક્તિના જીવનના કહાની છે. જે પોતાના જીવનનો નવો અર્થ શોધવાનો પ્રયાસ કરે છે.
લિજેન્ડરી અભિનેતા ઋષિ કપૂર સાથે કામ કરવા મળ્યું તે માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ. ઋષિ કપૂરના સ્ટારડમ અને તેમની અદભુત એક્ટીંગ માટે આ ફિલ્મથી અમે તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છીએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર