Home /News /entertainment /

કપિલ શર્માના હાથ પર લખ્યુ છે EX ગર્લફ્રેન્ડનું નામ. `દાદીએ' કર્યો ખુલાસો

કપિલ શર્માના હાથ પર લખ્યુ છે EX ગર્લફ્રેન્ડનું નામ. `દાદીએ' કર્યો ખુલાસો

    કોમેડિયન કપિલ શર્મા છેલ્લા કેટલાક દિવસથી બીમાર છે. મીડિયા અહેવાલો અનુસાર, તેઓ એક દિવસમાં 23 ગોળી લે છે. કપિલ શર્માનું એક ઑડિયો પણ વાયરલ થયો, જેમાં તે એક વેબસાઈટ એડિટરે અભદ્ર શબ્દો બોલી રહ્યા છે ગાલી ગોલોઝ છે ત્યારબાદ કપિલ વિશે સોશ્યલ મીડિયા પર ઘણું લખવામાં આવ્યુ. આ બધા વિવાદો અત્યાર સુધી થામવાનું નામ લેતા નથી.

    કપિલ શર્માની સાથે કામ કરી ચૂકેલ અલી અસગરનું કહેવું છે કે, કપિલ બાળકોની જેમ વ્યવહાર કરવા લાગ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં અલીએ જણાવ્યું કે, ગયા દિવસોમાં કપિલની તબિયત બહુ જ ખરાબ છે. હું તેની તબિયત જોવા ગયો હતો, જ્યાં મેં જોયું કે, કપિલે પોતાના હાથ પર પ્રીતિ સિમોસનું નામ લખ્યું છે.તે મને કંઈક કહેવા માંગતો હતો, પણ પોતાની વાત કહી શક્તો ન હતો.અલી અસગરે
    કપિલના નવા શો માટે તેને અભિનંદન આપ્યા હતા.જેને વાચીને કોમેડી કિંગ ઈમોશનલ થઈ ગયો હતો.



    કપિલ શર્મા કોમેડી નાઈટ વિથ કપિલના શો દરમિયાન ક્રિએટિવ હેડ પ્રીતિ સિમોસન સાથે ડેટ કરી રહ્યો હતો. પંરતુ આ સંબંધ લાંબો ચાલ્યો ન હતો અને બંને વચ્ચે સમસ્યાઓ આવવા લાગી હતી. પ્રીતિની સાથે કપિલના સંબંધ પર ફુલસ્ટોપ ત્યારે લાગ્યું જ્યારે કપિલે ગિન્ની ચતરથને પોતાની લાઈફ પાર્ટનર બતાવીને સોશિયલ મીડિયા એલાન કર્યુ હતુ.

    હાલમા જ એક ઈન્ટરવ્યૂમાં પ્રીતિએ કપિલની ગર્લફ્રેન્ડ ગિન્ની પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતુ કે કપિલના ડિપ્રેશનનું કારણ તેની મિત્ર ગિન્ની છે. જ્યારે કપિલ પરેશનીમાં છે, તો તે ક્યાં ગાયબ છે. કપિલના આ ખરાબ સમયમાં તેના અનેક ફ્રેન્ડ્સ તેની સાથે ઉભા છે. કેટલાક તેને બીમાર પણ બતાવી રહ્યા છે
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Kapil Sharma

    આગામી સમાચાર