શર્લિન ચોપરાનો રામ ગોપાલ વર્મા પર ચોકાવનારો આરોપ

News18 Gujarati
Updated: August 17, 2019, 6:24 PM IST
શર્લિન ચોપરાનો રામ ગોપાલ વર્મા પર ચોકાવનારો આરોપ
News18 Gujarati
Updated: August 17, 2019, 6:24 PM IST
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: શર્લિન ચોપરા તેની બોલ્ડનેસ અને અદાઓને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસ્વીરોને કારણે છવાયેલી રહે છે. હાલમાં શર્લિન ચોપરાએ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા પર આરોપ લગાવ્યો છે. પોતાના સ્ટ્રગલનાં દિવસો યાદ કરતા શર્લિને વાત કરી છે.

શર્લિને જણાવ્યું કે તેણે ફિલ્મોમાં કામ કરવા માટે રામ ગોપાલ વર્માને સંપર્ક કર્યો હતો. ત્યારે રામ ગોપાલ વર્માએ તેને એડલ્ટ ફિલ્મની ઓફર કરી હતી. શર્લિને જણાવ્યું કે, આ 2016ની વાત છે મેં રામ ગોપાલ વર્માને મારી તસવીરો મોકલી હતી અને કહ્યું હતું કે, હું શર્લિન ચોપરા છું. આ મારી તસ્વીરો છે અને હું તમારા પ્રોજેક્ટનો ભાગ બનવા માંગુ છું. મેં તમારી ફિલ્મ 'રંગીલા', 'સત્યા' અને 'કંપની' ફિલ્મો જોઇ છે અને મને ખુબ જ પસંદ પડી છે.

શર્લિને કહ્યું કે તેના મેસેજમાં રામ ગોપાલ વર્માએ તેને એડલ્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ આપી હતી જેમા કોઈ સ્ટોરી નહતી પરંતુ સેક્સ સિન હતા. શર્લિન ચોપડાએ કહ્યું કે આ સ્ક્રિપ્ટમાં તો સ્ટોરી છે જ નહી. તો રામ ગોપાલ વર્માએ કહ્યું કે, મેં તને બધુ મોકલી દીધું છે. જો તને ઠીક લાગે તો મને જણાવી દેજે આપણે આ ફિલ્મ કરી શકીએ છીએ.

શર્લિન ચોપડાએ સફાઈ આપતા જણાવ્યું કે રામ ગોપાલ વર્માએ મને ક્યારે પણ બોલ્ડ ફિલ્મો કરવા દબાણ નથી કર્યું. પણ મને તેમનાં તરફથી ક્યારેય કામ ન મળ્યું શર્લિને કહ્યું કે મને કામના બદલે આશ્વાસન મળ્યું.
First published: August 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...