થોડાક દિવસો પહેલા અશનીરે ભારત પે માંથી રાજીનામું આપી દીધું હતું
Ashneer Grover news - થોડાક દિવસો પહેલા અશનીર ગ્રોવરે ભારત પે માંથી રાજીનામું આપી દીધું હતું. તેની પત્ની માધુરી જૈન ગ્રોવર ઉપર કંપનીના ફંડનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો
નવી દિલ્હી : શાર્ક ટેન્ક ઈન્ડિયા (Shark Tank India) શો ઘણા સમયથી પૂરો થઈ ગયો છે. આ શોના જજ અને કન્ટેસ્ટન્ટ હંમેશા ચર્ચામાં રહે છે. અનેક કારણોસર આ શો ની ખૂબ જ ચર્ચા થયા કરે છે. જોકે, ભારત પે ના ( Bharatpe)મેનેજિંગ ડાયરેક્ટર અશનીર ગ્રોવર (Ashneer Grover)ની વધુ ચર્ચા થઈ રહી છે. અશનીરે લગભગ 10 કરોડનું લગ્ઝરી ડાઈનિંગ ટેબલ (ashneer grover 10 crore dining table)ખરીદ્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે ડાઈનિંગ ટેબલ માટે ખૂબ જ મોટી રકમનો ખર્ચ કર્યો. જોકે, અશનીરે આ તમામ રિપોર્ટ્સ ખોટા હોવાનો દાવો કર્યો છે.
તેમણે ટ્વિટર પર ડાઈનિંગ ટેબલનો ફોટો શેર કરીને જાણકારી આપી છે કે, આ ડાઈનિંગ ટેબલની કિંમત 10 કરોડના 0.5% ટકા પણ નથી. તેમણે કેપ્શનમાં સવાલ કર્યો છે કે શું આ સ્પેસ રોકેટ છે? શું આ ટાઈમ મશીન છે? ના રૂ.10 કરોડનું ડાઈનિંગ ટેબલ છે!! હું સૌથી મોંઘુ ટેબલ રાખવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડ કરતો નથી. ભારત પે બોર્ડના જૂઠ્ઠાણા પર વિશ્વાસ ન કરતા.
અશનીરે ટ્વિટમાં જાણકારી આપી કે, ‘આ 0.5 ટકાને પણ બરાબર નથી. મેં 10 કરોડનું ડાઈનિંગ ટેબલ ખરીદવાની જગ્યાએ 10 કરોડમાં બિઝનેસ ઊભો કર્યો હોત અને 1,000 લોકો માટે રોજગારીનું સર્જન કર્યું હોત. જેનાથી હું રૂપિયા કમાઈને સમ્માન સાથે પોતાના ટેબલ પર પરિવાર સાથે ભોજન કરતો હોત.’ એક સપ્તાહ પહેલા બ્લૂમર્ગના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે, અશનીર ગ્રોવરે ભારત પેના સ્ટાફને કેટલીક વાતો કરી હતી. તેમણે સ્ટાફને જણાવ્યું હતું કે, તેમણે ડાઈનિંગ ટેબલ ખરીદવા માટે 1,30,000 ડોલરનો ખર્ચ કર્યો હતો. જેના કારણે અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, તેમણે એક ડાઈનિંગ ટેબલ ખરીદવા માટે રૂ.10 કરોડનો ખર્ચ કર્યો છે.
ભારત પે માંથી આપ્યું રાજીનામું
અશનીર ગ્રોવરે ટ્વિટ કરીને આ રિપોર્ટ ખોટો હોવાનું જણાવ્યું છે. થોડાક દિવસો પહેલા અશનીરે ભારત પે માંથી રાજીનામું આપી દીધું હતું. તેમની પત્ની માધુરી જૈન ગ્રોવર ઉપર કંપનીના ફંડનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ કારણોસર અશનીર ગ્રોવરે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. માધુરી જૈન ગ્રોવર ઉપર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેમણે લેવિશ લાઈફ સ્ટાઈલ મેઈન્ટેઈન કરવા માટે ફેક વેન્ડર બનાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર