Home /News /entertainment /શાર્ક ટેન્ક ઇન્ડિયા ફેમ ગઝલ અલઘના ઘરે ફરી બંધાયું પારણું, બીજા દિકરાને આપ્યો જન્મ
શાર્ક ટેન્ક ઇન્ડિયા ફેમ ગઝલ અલઘના ઘરે ફરી બંધાયું પારણું, બીજા દિકરાને આપ્યો જન્મ
શાર્ક ગઝલે આપ્યો બીજા દીકરાને જન્મ
Baby Shark: ગઝલ અલઘે શેર કરેલી પોસ્ટમાં તેના નાના જન્મેલા દિકરા સાથે આખા પરીવારના હાથનો ફોટો છે. ફેન્સ પણ આ ન્યૂઝ સાંભળી અલઘ અને તેના બાળક પર શુભકામનાઓનો વરસાદ કરી રહ્યા છે.
શાર્ટ ટેન્ક ઇન્ડિયા ફેમ ગઝલ અલઘ (Shark Tank India Fame Gazal Alagh)ની ઘરે નાના મહેમાનના આગમનથી પરીવારમાં ખુશીનો માહોલ છે. તેણીએ ગુરૂવારે તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. ગઝલ અને તેના પતિ વરણ અલઘના ઘરે દિકરા (Baby boy)નો જન્મ થયો છે. બીજા બાળકના માતાપિતા બનતા કપલ ખુબ ખુશ છે. ગઝલે સોશ્યલ મીડિયા દ્વારા આ ખુશ ખબર ફેન્સ સાથે શેર કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક પોસ્ટ
ગઝલ અલઘે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને કેપ્શન આપ્યું છે કે, “અમે પછી 2 થઈ ગયા. અમારો બીજો દિકરો અયાન અમારા જીવનને વધુ મજેદાર બનાવવા માટે આવ્યો છે. અયાનનો અર્થ છે ભગવાનના આશીર્વાદ અને આ તે જ છે. તમામ પ્રકારની શુભકામનાઓ અને આશીર્વાદ માટે ધન્યવાદ #Babyshark.”
અલઘે શેર કરેલી પોસ્ટમાં તેના નાના જન્મેલા દિકરા સાથે આખા પરીવારના હાથનો ફોટો છે. ફેન્સ પણ આ ન્યૂઝ સાંભળી અલઘ અને તેના બાળક પર શુભકામનાઓનો વરસાદ કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે ગઝલ અલઘને પહેલાથી જ એક પુત્ર છે અને બીજા દિકરાના જન્મથી તેની ખુશીઓ પણ જાણે બમણી થઇ ગઇ છે. ગઝલ અલઘ મામાઅર્થ લેબલની કો-ફાઉન્ડર એન્ડ ચીફ છે. તેણી ગત વર્ષે બિઝનેસ રીયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જજ તરીકે નજર આવી હતી. આ શો ગત મહીને જ સમાપ્ત થયો છે. ગઝલ અને વરૂણે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2016માં મામાઅર્થની સ્થાપના કરી હતી. વર્ષ 2018માં આપેલા એક ઇન્ટવ્યૂમાં ગઝલે ખુલાસો કર્યો હતો કે, તેમણે પોતાના પુત્ર અગસ્ત્ય માટે સુરક્ષિત પ્રોડક્ટની શોધમાં સંઘર્ષ કર્યા બાદ કંપની બનાવી હતી. ગઝલે જણાવ્યું કે, “3 વર્ષ પહેલા અમારા પુત્ર અગસ્ત્યના જન્મ સાથે અમારો બિઝનેસ શરૂ થયો હતો. અમે ભારતીય બજારમાં સુરક્ષિત ઉત્પાદનો અને તેની અનુપસ્થિતિને સારી રીતે અનુભવી હતી."
વધુમાં તેણે જણાવ્યું કે, "અમે અમારા માટે પ્રાકૃતિક ઉત્પાદન લાવવા માટે વિદેશ પ્રવાસ કરનારા અમારા મિત્રો અને પરીવારની મદદ લેતા હતા અને અમે એકલા જ નહીં ઘણા આવા લોકો હતા જે આવું કરતા હતા. ત્યારે જ અમને બાળકો માટે શ્રેષ્ઠ સામગ્રી અને સુરક્ષા માપદંડો માટે ભારતીય બજાર પર શોધ કરવા વિશે વિચાર્યું. અમે આ કામ અમારા હાથમાં લેવાનું વિચાર્યુ અને અમે તે માત્ર અમારા બાળક માટે નહીં પણ તમામ બાળકો માટે કર્યુ. આ રીતે મામાઅર્થ અસ્તિત્વમાં આવી.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર