Home /News /entertainment /અશનીર ગ્રોવર જાહેરાતમાં સલમાનને હાયર કરવા માગતા હતાં, ભાઈજાનના મેનેજરે કહ્યું ,'ભીંડા ખરીદવા આવ્યા છો'

અશનીર ગ્રોવર જાહેરાતમાં સલમાનને હાયર કરવા માગતા હતાં, ભાઈજાનના મેનેજરે કહ્યું ,'ભીંડા ખરીદવા આવ્યા છો'

સલમાનના મેનેજરે અશનીર ગ્રોવરને કહ્યું કે તમે ભીંડા ખરીદવા આવ્યા છો.

અશનીર ગ્રોવર એક બિઝનેસમેન અને ભારતીય ફિનટેક કંપની ભારતપેના મેનેજિંગ ડાયરેક્ટરના ભૂતપૂર્વ સહ-સ્થાપક છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાથી તેમણે લોકપ્રિયતા મળી અને તેના પછી તેમના કરોડો ફોલોઅવર્સ છે.

અશનીર ગ્રોવર એક બિઝનેસમેન અને ભારતીય ફિનટેક કંપની ભારતપેના મેનેજિંગ ડાયરેક્ટરના ભૂતપૂર્વ સહ-સ્થાપક છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાથી તેમણે લોકપ્રિયતા મળી અને તેના પછી તેમના કરોડો ફોલોઅવર્સ છે. દરેક વ્યક્તિ તેમને ઓળખે છે. સોશિયલ મીડિયા પર અશનીરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં તે સલમાન ખાન સાથે સંબંધિત એક કિસ્સો જણાવી રહ્યા છે. અશનીર સલમાનની સાથે સાથે તેના મેનેજરની વર્તણૂકને જણાવતા માર્કેટિંગ ટિપ્સ પણ આપતા જોવા મળી રહ્યા છે. અશનીરનો આ વીડિયો એક યુનિવર્સિટીમાં સ્પીચ આપતી વખતનો છે.

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અશનીર ગ્રોવર જણાવે છે કે 2019માં સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેવામાં આવ્યો હતો. કોઈ વિચારી પણ નહોતું શકતું કે મારી પાસે બેંકમાં 100 કરોડ રૂપિયા પડ્યા હતા. જેનાથી મારે બિઝનેસ શરૂ કરવાનો હતો અને મને ખબર હતી કે કોઈપણ બિઝનેસ શરૂ કરવા માટે તેમાં પૈસાની લેવડદેવડની સાથે બિઝનેસ ઓફ ટ્રસ્ટ હોય છે.




અશનીર ગ્રોવરે આગળ જણાવ્યું કે, જો હું તમારા પર વિશ્વાસ કરું છું તો બિઝનેસ ચાલશે. જો વિશ્વાસ નહીં કરું તો બિઝનેસ નહીં ચાલે. હવે મારી નાની કંપની હતી, મારે રાતોરાત ટ્રસ્ટ બનાવવાનું હતું. મેં વિચાર્યું કે, સલમાનને એક મેસેજ કરીશ. જ્યારે મેં સલમાનની ટીમનો સંપર્ક કર્યો તો તેઓ કહી રહ્યા હતા કે 7.5 કરોડ રૂપિયા લાગશે.

સલમાનની ટીમે 7.5 કરોડ રૂપિયા માગ્યા

અશનીર ગ્રોવરે આગળ જણાવ્યું કે, હું કેલ્ક્યુલેશન કરી રહ્યો હતો, 100 કરોડ પડ્યા છે અને 7.5 કરોડ તેને આપીશ અને 1-2 કરોડની એડ બનશે પછી ટીવી પર પણ આવશે. તમે જેટલો ખર્ચ એડ બનાવવામાં કરો છો, તેનાથી બે ત્રણ ગણો સમય બ્રોડકાસ્ટ કરવામાં લાગે છે. મને લાગ્યું કે 20-30 કરોડનો ખર્ચો છે અને મારા ખિસ્સામાં 100 કરોડ પડ્યા છે, પરંતુ મને નહોતી ખબર કે આગળ શું થશે.

સલમાનના મેનેજરે પ્રતિક્રિયા આપી

અશનીર ગ્રોવરે આગળ જણાવ્યું કે, પરંતુ મેં તે જોખમ ઉઠાવ્યું. મેં સલમાન ખાનને કહ્યું કે ભાઈ થોડું ઓછું કરોને. તે સાઢા 4 લાખમાં માની ગયો. ત્યારે તેનો મેનેજર બોલ્યો કે સર તમે ભીંડા ખરીદવા આવ્યા છો કે શું? કેટલું ઓછું કરશો? મેં કહ્યું સર પૈસા છે જ નહીં, હું એટલા પૈસા નહીં આપી શકું અને માર્કેટિંગ જરૂરી છે.
First published:

Tags: Actor salman khan, Ashneer Grover