Home /News /entertainment /Exclusive Interview : વિક્કી ‘કુશળ’ કલાકાર છે, સારા અલી ખાનના Poor Jokes ખૂબ જ Poor હતા : શારીબ હાશ્મી

Exclusive Interview : વિક્કી ‘કુશળ’ કલાકાર છે, સારા અલી ખાનના Poor Jokes ખૂબ જ Poor હતા : શારીબ હાશ્મી

ન્યુઝ18ની શારીબ હાશ્મી સાથે વાતચીત

શારીબ હાશ્મી (Sharib Hashmi) એ સારા અલી ખાન(Sara Ali Khan) અને વિકી કૌશલ(Vicky Kaushal) અભિનીત લક્ષ્મણ ઉતેકરની નામ જાહેર ન થયેલ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

    ધ ફેમિલી મેન ખૂબ પોપ્યુલર થયા બાદ શારીબ હાશ્મી (Sharib Hashmi)ની ચોતરફ વાહવાહી થઈ રહી છે. હાશ્મીનું નામ વર્તમાનના ટોચના OTT એક્ટરમાં લેવાઈ રહ્યું છે, પરંતુ અભિનેતાએ આ લાંબી સીરિઝ છતાં બ્રેક લીધો નથી. તેમની તાજેતરમાં જ સારા અલી ખાન(Sara Ali Khan) અને વિકી કૌશલ(Vicky Kaushal) અભિનીત લક્ષ્મણ ઉતેકરની નામ જાહેર ન થયેલ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું અને હજી અન્ય ઘણા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. આ મૂવીના અનુભવ વિશે વાત કરતાં જ્યારે તેમને બે કો-સ્ટાર્સ સાથેના તેના ઓફ-સ્ક્રીન બોન્ડિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે ખુશ થઈ ગયા હતા.

    News18.com સાથેની નિખાલસ વાતચીતમાં તેમણે કહ્યું કે, “હું પહેલેથી જ વિક્કીનો ફેન હતો અને તેમને સ્ક્રીન પર જોવાની મજા આવતી હતી. આ પહેલા અમે એકવાર મળ્યા પણ હતા, પરંતુ આ ફિલ્મ દ્વારા મને તેમની સાથે કામ કરવાનો અને તેમને ઓળખવાનો મોકો મળ્યો. સૌ જાણે છે તેઓ એક વેલ-નોન સ્ટાર છે, પરંતુ તેઓ સહ-કલાકારો માટે ખૂબ જ આદર અને પ્રેમ ધરાવે છે. તેઓ સરળ સ્વભાવના છે, તેથી તેમની સાથે રહેવામાં કોઈને પણ મજા આવે."

    શારિબે હસતા હસતા કહ્યું કે “બીજી તરફ જોઈએ તો સારા છે જે સ્ટાર કિડની જેમ બિલકુલ વર્તન કરતી નહોતી. તે ખરા અર્થમાં ‘અતરંગી’ છે. અમે સાથે મળીને જોક્સ કરતા. મને પીજે ક્રેકીંગ ગમે છે અને સારાને પણ, તેથી અમે સ્ટેજ પર ઓફસ્ક્રીન આ બોગસ જોક્સ થકી એકબીજા સાથે જોડાયેલા રહેતા.”

    શારીબ 'ધ ફેમિલી મેન' (The Family Man)ની અપાર લોકપ્રિયતા માટે રાજ અને ડીકેને શ્રેય આપે છે. બીજી સીઝન બાદ હવે વધુ સારી ઓફર મળવા લાગી છે. તેણે કહ્યું, “બીજી સીઝન પછી મારૂં જીવન જ બદલાઈ ગયું છે. મને જે પ્રકારની ઓફર્સ મળી રહી છે, મને જે રોલ ઓફર થઈ રહ્યાં છે અને ખાસ કરીને જે નામના મળી છે તે ખરેખર અદ્ભુત છે. હજુ પણ અનેક વસ્તુઓ અવિશ્વસનીય લાગે છે અને ઘણી વાર મને આશ્ચર્ય થાય છે કે આ બધી સારી વસ્તુઓ મારી સાથે પણ થઈ રહી છે...! જોકે હવે જવાબદારીઓ પણ વધી રહી છે અને આપણે આગળ વધીએ તેમ તેમ આવડતમાં સુધારો પણ થશે."

    ધ ફેમિલી મેનની સાથે અભિનેતા છેલ્લે વેબ સિરીઝ ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર (The Great Indian Murder)માં જોવા મળ્યો હતો, જેમાં રિચા ચઢ્ઢા, પ્રતિક ગાંધી (Pratik Gandhi), રઘુબીર યાદવ, પાઓલી ડેમ, જતીન ગોસ્વામી અને શશાંક અરોરાની સ્ટાર કાસ્ટ હતી. શારીબ કહે છે કે મેં જેમ સાંભળ્યું કે તિગ્માંશુ ધૂલિયા (Tigmanshu Dhulia)ના દિગ્દર્શન હેઠળ કામ કરવાની ઓફર મળી રહી છે, મેં તરત જ તક ઝડપી લીધી. હું તેમના કામનો અનુભવ-આવડતનો ફેન છું. મારા મતે તેઓ દેશના ટોચના મહાન ભારતીય ડાયરેક્ટરોમાંથી એક છે અને સાચું કહું તો તેમની સાથે કામ કરવું એ મેં ધાર્યું હતું તેના કરતાં 10 ગણું વધુ આશ્ચર્યજનક હતું. મેં તિગ્માંશુ સર પાસેથી ઘણું શીખ્યું અને ઘણો સારો સમય પસાર કર્યો છે. તેમણે હસતા હસતા કહ્યું કે ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરનું ડિરેક્શન ગ્રેટ ઈન્ડિયન ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિરીઝ મારી લાઈફ માટે ગેમચેન્જર બની છે અને સાથે-સાથે મને દિલ્હી, કોલકાતા, ચેન્નાઈથી લઈને આંદામાન સુધી ઘણી જગ્યાએ ફરવાનું પણ મળ્યું.

    આ પણ વાંચો'ગહેરાઈયાં' અને 'રોકેટ બોય' સહિત આ ફિલ્મો-સિરીઝનો OTT પર કબ્જો, આ અઠવાડિયાની ટોપ 10 યાદી

    શારીબ હાશ્મીના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેઓ કંગના રનૌતની ધાકડ, મિશન મજનૂ અને શર્મા જી કી બેટીમાં પણ જોવા મળશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Exclusive, Exclusive interview, Upcoming Movies

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन