BAHUBALIનો અવાજ આપી છવાઇ જનારો શરદ કેલકર બાળપણમાં બોલતા ખચકાતો, સાથી બાળકો ઉડાવતા મજાક

'બાહુબલી'નો અવાજ આપનાર એક્ટર શરદ કેલકર

ગત કેટલાંક સમયમાં શરદ કેલકર (Sharad Kelkar) એક બાદ એક ઘણી ફિલ્મો અને વેબ શોમાં નજર આવી ગયો છે. અક્ષય કુમારની લક્ષ્મીથી લઇ મનોજ બાજપેયી સ્ટાર 'ધ ફેમિલી મેન-2' સુધી તેનો નાનો પણ મહત્વનો રોલ છે. જેમાં તે જામે છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) પર રિલીઝ થયેલી 'ધ ફેમિલી મેન 2' (The Family Man 2) હાલમાં ખુબજ ચર્ચામાં છે. રિલીઝ પહેલાં પણ આ વેબ સીરીઝ ચર્ચામાં હતી. આ વચ્ચે 'ધ ફેમિલી મેન 2' નાં એક્ટર શરદ કેલકર (Sharad Kelkar)એ બોલતા બોલતા ખચકાવવાની વાત કરી હતી. એક્ટરે પહેલાં ખુલાસો કર્યો છે કે તેને બાળપણમાં બોલવામાં તકલીફ થતી હતી. જેને કારણે બાળકો તેને ચિડાવતા હતાં. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં શરદ કેલકરે જણાવ્યં કે, એક બાળકનાં રૂપમાં તેને બોલવામાં તક્લીફ હતી ત્યારે ઘણી વખત બાળકો તેની મજાક ઉડાવતા હતા.

    આ પણ વાંચો- MANDIRA BEDIએ પતિ રાજનાં નિધનનાં 5 દિવસ બાદ શેર કરી એવી પોસ્ટ કે જોનારાનું પણ દિલ તૂટી જાય

    ગત થોડા સમયયથી શરદ કેલકર એક બાદ એક ઘણી સુંદર સુંદર ફિલ્મો અને વેબ શોમાં નજર આવે છે. અક્ષય કુમારની 'લક્ષ્મી'થી લઇ મનોજ બાજપેયી સ્ટાર 'ધ ફેમિલી મેન 2' સુધી તમામમાં તે ધમાલ મચાવતો હતો. આ ઉપરાંત તેણે 'તાનાજી: ધ અનસંગ વોરિયર'માં છત્રપતિ શિવાજીનું પાત્ર અદા કર્યું હતું. તો બાહુબલીનાં હિન્દી ડબમાં તેણે પ્રભાસને અવાજ આપ્યો હતો. એટલે કે બાહુબલીમાં તેનો જ અવાજ હતો. તેની અવાજને ભારતીય દર્શકોએ ખુબજ પસંદ કર્યો હતો. બાહુબલીનાં પાત્રમાં તેનો અવાજ એકદમ બંધ બેસતો હતો.

    આ પણ વાંચો-SHAMA SIKANDERએ પિંક બિકિની પહેરી સમુંદરમાં દેખાડી ગ્લેમર્સ અદાઓ, VIRAL PHOTOS

    ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં શરદ કેલકરે કહ્યું કે, 'આપ જાણો છો, હું બાળપણમાં ઠીકથી બોલી નહોતો શકતો, હું ખચકાતો હતો. અને આ માટે મારો ઘણીવાર મજાક પણ બનતો. મારી સાથેનાં બાળકો મારી ખુબ હંસી ઉડાવતા હતાં. પણ હવે મને જોવો. આજે હું એવાં વ્યવસાયમાં છું જ્યાં મારે મારી અવાજ અને મારી સ્પીકિંગ સ્કિલ્સનો ઉપયોગ કરવાનો છે.' એક્ટરે એક વખત ખુલાસો કર્યો હતો કે તેની બોલતા બોલતા ખચકાવાની ટેવને કારણે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે, તે એક્ટર બનશે.

    તે વધુમાં કહે છે કે, 'મને ઘણી વખત રિજેક્શન સહન કરવા પડ્યાં છે. હું ખચકાતો હતો. તેથી મારા માટે એક્ટિંગ એવી વાત હતી જેનાં માટે હું વિચારી પણ નહોતો શકતો. ખચકાવું મારા માટે મોટી સમસ્યા બની ગઇ હતી. પણ તેણે જ મને વધુ મજબૂત બનાવી છે, તેણે મને મારી અંદર ખોટાંને સાચુ કરવાની તાકાત આપી. ખચકાવું મારા માટે એક સમસ્યા બની ગઇ હતી. અને મારે તેનાંથી નિજાત મેળવવો હતો. મને બે વર્ષ લાગ્યા હતાં. મને લાગે છે કે, રિજેક્શન પણ સારા માટે થાય છે. તે આપને આપનું લક્ષ્ય મેળવવા વધુ મહેનત કરવાની તાકાત આપે છે.'
    Published by:Margi Pandya
    First published: