શરદ કેલકરને 'અનુપમા' માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો? જાણો શું બોલ્યો એક્ટર

શું સુંધાશુંને રિપ્લેસ કરશે શરદ કેલકર?

હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, શોની કાસ્ટ વચ્ચે કંઇ જ બરાબર નથઈ. જોકે, મદાલસા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) બંને આ પ્રકારની ખબરને ખારીજ કરી દીધા હતાં. અને આશ્વાસન આપ્યો હતો. બધુ જ ઠીક છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'ટીવી સીરિયલ 'અનુપમા (Anupama)' ટીવી પર તેની શરૂઆત બાદ જ રેટિંગ ચાર્ટમાં નંબર વન સ્થાન પર છે. રુપાલી ગાંગુલી (Rupali Ganguly) એક પ્રેમાળ મા, દેખરેખ રાખનારી પત્ની અને આદર્શ બહૂ અનુપમાનાં રોલમાં નજર આવી રહી છે. તેનાં પતિનું એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગે માલૂમ થતા અનુપમા પતિથી અલગ થઇ જાય છે. શોમાં અનુપમાનાં પતિ વનરાજનો રોલ અદા કરનાર સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) અદા કરી રહ્યો છે તેની ગર્લફ્રેન્ડ અને હવે પત્ની કાવ્યાનો રોલ માદાલસા શર્મા (Madalsa Sharma) અદા કરી રહી છે

  આ પણ વાંચો- દિલીપ કુમારને અંતિમ વિદાય આપતા સમયે પાર્થિવદેહને ગળે લગાવી ખુબ રડ્યા સાયરા બાનો

  હાલમાં આવેલી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ શોની સ્ટાર કાસ્ટ વચ્ચે કંઇ જ ઠીક નથી. જોકે, મદાલસા અને સુધાંશું બનેએ આ પ્રકારની ખબરો ફગાવી દીધી હતી. અને આશ્વાસન આપ્યું કે, બધુ જ બરાબર છે. પણ પિંકવિલાની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, શોમાં 'ધ ફેમિલી મેન 2' સ્ટાર શરદ કેલકરની એન્ટ્રી થઇ શકે છે.

  આ પણ વાંચો- 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ફરી જામશે રણવીર-આલિયાની જોડી, કરણ જૌહરે કરી જાહેરાત

  મેકર્સે તેને અનુપમાની અપોઝિટ લિડ રોલમાટે અપ્રોચ કર્યો છે. જોકે આ વાત હજું સુધી કન્ફર્મ નથી થઇ સકી. તેને વનરાજનાં કિરદાર માટે સુધાંશુ પાંડેને રિપ્લેસ કરવામાં આવે છે કે પછી શરદનો રોલ અલગ હશે અને તે અનુપમાનાં જીવનમાં આવતો વ્યક્તિ બનશે. રિપોર્ટ અનુસાર નિર્માતા લોકપ્રિય શો અને પારિવારિક નાટકમાં ટ્વિસ્ટ લાવા એક નવાં કેરેક્ટરને જોવાનું પસંદ કરશો

  જો રિપોર્ટનું માનિયે તો, અનુપમાનાં જીવનમાં એન્ટ્રી લેનારા એક્ટર અંગે પુષ્ટિ થઇ નથી, પણ મેકર્સે શરદ કેલકર, રામ કપૂર, રોહિત રોય, વરૂણ બડોલા, રાજીવ ખંડેલવાલ અને અરશદ વારસી શહિત લોકોનો સંપર્ક કર્યો છે જોકે હજુ સુધી વાત જામી નથી. કહેવાય છે કે, લક્ષ્મી, તાન્હાજી, અને ધ ફેમિલી મેન 2માં બેક ટૂ બેક હિટ પરફોર્મન્સ આપનારા શરદ કેલકર આ રોલમાં જોવા મળે તેવી આશા પ્રબળ છે. જોકે આ મામલે જ્યારે India.comએ શરદ કેલકર સાથે વાત કરી તો તેણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો કે, તેની પાસે ટીવી માટે હાલમાં તારીખો નથી.
  Published by:Margi Pandya
  First published: