Home /News /entertainment /ઉભરતા ગાયકોને શંકર મહાદેવને આપી ટિપ્સ, કહ્યું- ‘અરિજિત સિંહ પાંચમા રાઉન્ડમાં જ ફેંકાઇ ગયો હતો’
ઉભરતા ગાયકોને શંકર મહાદેવને આપી ટિપ્સ, કહ્યું- ‘અરિજિત સિંહ પાંચમા રાઉન્ડમાં જ ફેંકાઇ ગયો હતો’
શંકર મહાદેવન ફાઈલ તસવીર
સિંગિંગ રિયલિટી શો ‘સા રે ગા મા પા’ (Sa Re Ga Ma Pa)ની નવી સીઝનથી જાણીતાં ગાયક શંકર મહાદેવન (Shankar Mahadevan) જજ તરીકે શોમાં વાપસી કરી રહ્યા છે. શંકર મહાદેવનનું કહેવું છે કે બાળકોએ શોમાં જીત મેળવવાને બદલે ભાગ લેવા પર ધ્યાન આપવું જોઈએ.
મુંબઈ. સિંગિંગ રિયલિટી શો ‘સા રે ગા મા પા’ (Sa Re Ga Ma Pa)ની નવી સીઝનથી જાણીતાં ગાયક શંકર મહાદેવન (Shankar Mahadevan) જજ તરીકે આ શોમાં વાપસી કરી રહ્યા છે. તેઓ છેલ્લે 2012માં ‘સા રે ગા મા પા’ના જજ તરીકે જોવા મળ્યા હતા. શંકર મહાદેવનનું કહેવું છે કે બાળકોએ શોમાં જીત મેળવવાને બદલે ભાગ લેવા પર ધ્યાન આપવું જોઈએ.
હિન્દી ઉપરાંત સાઉથમાં પણ સુપરહિટ ગીતો આપનારા શંકર મહાદેવનને તેના સૌથી યાદગાર સ્પર્ધક વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘હાલમાં આપણી પાસે પ્રતિભાનો એટલો અવિશ્વસનીય પૂલ છે કે તેમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ છે. અમે ચર્ચા અને દલીલોમાં કલાકોના કલાકો પસાર કર્યા છે. એવા ગાયકો પણ છે જે પોતાની પ્રતિભાના દમ પર આગળ આવ્યા છે.
જેમકે, ઘણાં સમય પહેલાં હું એક રિયલિટી શો જજ કરી રહ્યો હતો, એક ગાયક હતો જે પાંચમાં રાઉન્ડમાં બહાર થઈ ગયો અને આજે તે દેશનો નંબર વન ગાયક અરિજિત સિંહ (Arijit Singh) છે. આટલા વર્ષોમાં હું અરિજિત સિંહ સાથે સતત કોન્ટેક્ટમાં છું. મેં હંમેશા તેના માટે પ્રાર્થના કરી છે કેમકે એ ખરેખર ટેલેન્ટેડ છે. હું એટલે જ બાળકોને કહેવા માગીશ કે આમાં જીતવાની કે સિદ્ધિ મેળવવાની વાત નથી, પણ ભાગ લેવું મહત્વનું છે.’
ઉલ્લેખનીય છે કે, શંકર મહાદેવન 9 વર્ષના લાંબા અંતરાલ બાદ ‘સા રે ગા મા પા’ શોમાં જજ તરીકે વાપસી કરી રહ્યા છે. તેમણે ‘દિલ ચાહતા હૈ’, ‘લક્ષ્ય’, તારે ઝમીન પર’, ‘માય નેઈમ ઇઝ ખાન’, ‘રોક ઓન’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ સહિતની હિટ ફિલ્મોમાં યાદગાર મ્યુઝિક આપ્યું છે. શંકર મહાદેવને છેલ્લે એમેઝોન પ્રાઈમ વિડીયોની સિરીઝ ‘બંદિશ બેન્ડીટ્સ’ (Bandish Bandits)માં મ્યુઝિક આપ્યું હતું. સંગીત પર જ આધારિત આ સિરીઝના ગીતો ઘણાં લોકપ્રિય થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર