Home /News /entertainment /Shane Documentary: શેન વોર્નની સુ:ખદ જર્ની અને કડવા અનુભવો દર્શાવતી ડોક્યુમેન્ટરી, જુઓ જોવા જેવી છે
Shane Documentary: શેન વોર્નની સુ:ખદ જર્ની અને કડવા અનુભવો દર્શાવતી ડોક્યુમેન્ટરી, જુઓ જોવા જેવી છે
સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5 વાગ્યે તેના એક મિત્રએ તેને જમવા માટે જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શેને કોઇ જવાબ આપ્યો ન હતો. તેમના મિત્રોએ એમ્બ્યુલન્સ આવતા પહેલા સતત 20 મિનિટ સુધી સીપીઆર (CPR) આપ્યું હતું. જે બાદ તેને થાઇ ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
Shane Documentary: શેન વોર્નની ડોક્યુમેન્ટ્રીનું નામ 'શેન' (Shane Warne Documentary) છે. આ સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડિયો (amazon prime video) પર રિલીઝ કરવામાં આવી હતી. શેન વોર્ન પર આધારિત આ ડોક્યુમેન્ટરી કોઈપણ બાયોપિક કરતાં ઘણી સારી છે. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું હાર્ટ એટેકથી નિધન (Shane Warne Death) થયું છે
Shane Documentary: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું હાર્ટ એટેકથી નિધન (Shane Warne Death) થયું છે. તેઓ 52 વર્ષના હતા. તેમના મૃત્યુના થોડા દિવસો પહેલા તેમના ક્રિકેટ જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. જેમાં તેના ક્રિકેટ જીવન અને અંગત જીવનનો ખરાબ તબક્કો બતાવવામાં આવ્યો હતો. વિશ્વના ટોપ 5 ક્રિકેટરોમાં શેન વોર્ન (Shane Warne) એકમાત્ર બોલર છે. આ યાદીમાં અન્ય ચાર ડોન બ્રેડમેન, ગેરી સોબર્સ, જેક હોબ્સ અને વિવિયન રિચર્ડ્સ છે.
શેન વોર્નની ડોક્યુમેન્ટ્રીનું નામ 'શેન' (Shane Warne Documentary) છે. મહામારી દરમિયાન આપણને ઘણી સ્પોર્ટ્સ બાયોપિક્સ અને ડોક્યુમેન્ટ્રી જોવા મળી. 'શેન' આમાંથી સૌથી આનંદપ્રદ ડોક્યુમેન્ટ્રી હતી. ઘણીવાર બાયોપિક-શૈલીની સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટ્રીઝ માનવ વ્યર્થતા અને રમતગમતની સિદ્ધિઓ દર્શાવે છે અને ગ્લેમરાઇઝ કરે છે, પરંતુ શેન સાથે આવું નથી. આમાં શેનના જીવન પ્રત્યેના વલણને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.
આ ડોક્યુમેન્ટરીમાં શેન વોર્ન પોતાની પત્ની, બાળકો અને વોર્ન સાથેના ઇન્ટરવ્યુ દ્વારા એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે ખુલ્લેઆમ વાત કરે છે. આના પર શેનનું ઉદાસી મૌન ઘણું કહી ગયું.
" isDesktop="true" id="1185813" >
શેન વોર્નના અફેરનો ખુલાસો
જેમાં બતાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2005માં એશિઝ સિરીઝ રમ્યા પહેલા શેન વોર્ન કેવી રીતે પત્ની અને બાળકો સાથે ઈંગ્લેન્ડમાં હતો અને ત્યારબાદ તેમના અફેરનો ખુલાસો થયો. તેનાથી તેની પત્નીને દુઃખ થયું અને તેને તેના બાળકો સાથે છોડી દીધો. આવી સ્થિતિમાં શેને ઓસ્ટ્રેલિયાની 9મી જીત જાળવી રાખવામાં મદદ કરવાની હતી. પરંતુ તે ખરાબ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ તેણે રમતવીરની જેમ પ્રદર્શન કર્યું.
શેન વોર્નનો સટ્ટાબાજીનો શોખ પણ 'શેન' (Shane Documentary)માં દેખાડવામાં આવ્યો છે. આમાં તેની સાથે ભારતીય બુકીઓ પણ સામેલ હતા. પરંતુ ક્રિકેટના મેદાનમાં તેનું પ્રદર્શન ક્રિકેટ પ્રેમીઓને પસંદ આવ્યું. શેન વોર્ન પર આધારિત આ ડોક્યુમેન્ટરી કોઈપણ બાયોપિક કરતાં ઘણી સારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર