Bigg Boss Connection: શમિતા શેટ્ટી સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો રાકેશ બાપટ, હાથોમાં હતો હાથ શું થઈ નવી શરૂઆત?

સમિતા શેટ્ટી અને રાકેશ બાપટ ડિનર ડેટ પર તસવીર સૌજન્ય Viral Bhayani

શમિતા શેટ્ટી (Shamita Shetty) અને રાકેશ બાપટ (Raqesh Bapat) ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. તેમણે હાર્ટ ઈમોજી સાથે એકબીજાનો હાથ પકડતો ફોટો શેર કરીને લખ્યું છે- ‘તું અને હું #shara’

  • Share this:
    રિયલિટી શો ‘બિગ બોસ’ના ઇતિહાસમાં (BigBoss) કેટલાંય એવા કપલ છે (Couple of Big Boss House) જેમનું કનેક્શન ‘બિગ બોસ હાઉસ’માંથી (Big Boss House) બહાર નીકળ્યા બાદ પણ જળવાઈ રહે છે. ઘણાં સ્પર્ધકોને આ શો થકી પોતાના લાઈફ પાર્ટનર મળી જાય છે. બિગ બોસ ઓટીટીની (Bigg Boss OTT) વાત કરીએ તો રાકેશ બાપટ (Rakesh Bapat) અને શમિતા શેટ્ટીનું (Shamita shetty) કનેક્શન બહુ સ્ટ્રોંગ જોવા મળ્યું હતું. બંને વચ્ચેના દોસ્તીથી આગળ વધેલા સંબંધે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ખુદ શમિતા અને રાકેશે એકબીજા માટેની ફીલિંગ્સ જાહેર કરી હતી. શો સમાપ્ત થયા બાદ પણ બંને વચ્ચેની નજદીકીનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં આ કપલ ડિનર ડેટ પર ગયા હતા જેની ઝલક બંનેએ સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

    શમિતા અને રાકેશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જે ફોટો મૂક્યો છે એમાં બંને એકબીજાના હાથ પકડતાં જોવા મળે છે. આ ફોટોને હાર્ટ ઈમોજી સાથે શેર કરીને લખ્યું છે કે, ‘તું અને હું. #shara.’ બંને પોતાની રિલેશનશિપને લઈને સહજ રહ્યા છે. શોમાં પણ તેમણે ભાવનાઓ વ્યક્ત કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી અને હવે શો બાદ બંનેની રિલેશનશિપ વધુ સ્ટ્રોંગ બની છે.

    ડિનર ડેટ પર જાતા કપલનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ છે. બંને એકસાથે રેસ્ટોરન્ટ પહોંચ્યા એ પહેલાંથી જ ફોટોગ્રાફર્સ તેમની રાહ જોઈ બેઠાં હતા. ગાડીમાંથી ઉતરતાં તેમણે પોઝ આપ્યો હતો અને સાથે હોવાનો આનંદ તેમના ચહેરાં પર દેખાઈ આવતો હતો.




    શમિતા માટે રાકેશે કહી આ વાત

    રાકેશે એક ઇન્ટરવ્યુમાં શમિતા સાથેની પોતાની રિલેશનશિપ અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેમની રિલેશનશિપ ફેક નથી. રાકેશ કહે છે, ‘અમે સંપર્કમાં છીએ અને એ સારું છે. મેં તેને કહ્યું કે ચલો બહાર મળીએ કેમકે બિગ બોસના ઘરમાં અમે એકબીજા વિશે બહુ જાણી શક્યા ન હતા. અને હા, અમે વાતો કરીએ છીએ અને બિગ બોસ ઓટીટી પર તમે જે જોયું એ ખોટું ન હતું. એ બહુ જ સારી વ્યક્તિ છે અને એના વિશે હું વધુ જાણવા ઈચ્છું છું.’

    બિગ બોસ ઓટીટીમાં રાકેશે શમિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો
    બિગ બોસ ઓટીટીમાં જ્યાં શમિતાએ રાકેશ પ્રત્યેની લાગણી બધા સમક્ષ મૂકી હતી ત્યાં રાકેશે પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બંને વચ્ચેનો આ સંબંધ કેટલો સાચો છે કે ખોટો એ તો આવનારો સમય જ કહેશે.
    Published by:Jay Mishra
    First published: