Home /News /entertainment /આ ટીવી એક્ટરને ડેટ કરી રહી છે શમિતા શેટ્ટી, કિસિંગ ફોટો સામે આવ્યા બાદ અટકળો તેજ
આ ટીવી એક્ટરને ડેટ કરી રહી છે શમિતા શેટ્ટી, કિસિંગ ફોટો સામે આવ્યા બાદ અટકળો તેજ
શમિતાના અફેરની અટકળો તેજ બની
શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) બહેન અને બિગ બોસ 15 (Bigg Boss 15) ફેમ શમિતા શેટ્ટી (Shamita Shetty) ફરી એકવાર તેની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. જો અટકળો પર વિશ્વાસ કરવામાં આવે તો શમિતા એક્ટર રાકેશ બાપટ (Raqesh Bapat) સાથે બ્રેકઅપ થયા બાદ આમિર અલીને (Aamir Ali) ડેટ કરી રહી છે.
શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty) મોટા પડદા પર પોતાનો જાદુ પાથરી શકી નથી. પણ તે બિગ બોસ (Big Boss) અને સોશિયલ મીડિયા (Social media) થકી આજે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેનો એક વિડીયો વાયરલ (Viral Video of Shamita shetty) થયો છે. જેમાં તે આમિર અલી (Aamir Ali) સાથે ક્લોઝ જોવા મળી રહી છે.
આ વિડીયોમાં આમિર તેના ગળા પર કિસ કરતો જોવા મળે છે. જેના કારણે આ બંને ડેટ કરી રહ્યા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. અગાઉ શમિતાનું નામ રાકેશ બાપટ સાથે પણ જોડાયું હતું.
આ બંને બિગ બોસ ઓટીટી અને સલમાનના બિગમાં જોવા મળ્યા હતા. બંનેને તેમના ચાહકો શારા કહીને બોલાવતા હતા. બંનેની કેમેસ્ટ્રી અંગે ચર્ચાએ જોર પકડયું હતું. પણ બિગ બોસના ઘર (Big Boss House)માંથી નીકળ્યા બાદ બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું.
અફેરની અટકળો તેજ બની
રાકેશથી અલગ થયા બાદ હવે શમિતા આમિર અલી સાથે જોવા મળી રહી છે. બંને ડેટ કરી રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. બંનેએ સમિતા બેનર્જી અને આશિષ ચૌધરીની એનિવર્સરી પાર્ટીમાં સાથે હાજરી આપી ત્યારથી આ અટકળો ત્યારથી ચાલી રહી છે.
શુક્રવારે મુંબઈમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં શમિતા આમિરની ખૂબ નજીક જોવા મળી હતી. આ સિવાય બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં આમિર શમિતાને પોતાની કાર પાસે લઈ જઈને ગુડબાય કહેતા ગાલ પર કિસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ તેમના અફેરની અટકળો તેજ થઇ ગઇ હતી.
આ ઉપરાંત ઇ-ટાઇમ્સમાં સૂત્રને ટાંકીને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શમિતા અને આમિર લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. બંને લાંબા સમયથી સંપર્કમાં છે. હવે બંને વચ્ચેનો સંબંધ મિત્રતા કરતાં પણ વધુ છે. જોકે, સમય આવે ત્યારે જ આ બાબતે વધુ સ્પષ્ટતા સામે આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, આમિર અલી એક્ટ્રેસ સંજીદા શેખનો એક્સ હસબન્ડ છે. તે એક બાળકનો પિતા પણ છે. આમિર અલી અને સંજીદા શેખની ગણતરી એક સમયે ટીવીના સૌથી પોપ્યુલર કપલ્સમાં થતી હતી. પરંતુ આ જોડીનું બ્રેકઅપ થતાં અનેક લોકોને આશ્ચર્ય થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર