Home /News /entertainment /

'શક્તિમાન'નાં 'તમરાજ કિલવિશ'ની પાસે છે એટલી સંપત્તિ, દીકરીને આપી દીધો 60% મિલકતમાં ભાગ

'શક્તિમાન'નાં 'તમરાજ કિલવિશ'ની પાસે છે એટલી સંપત્તિ, દીકરીને આપી દીધો 60% મિલકતમાં ભાગ

સુરેન્દ્ર પાલે દીકરીને આપી 60 ટકા મિલકત છે કરોડોનાં માલિક

સીરિયલ 'શક્તિમાન' (Shaktiman)નાં તમરાજ કિલવિશનો કિરદાર અદા કરી પ્રખ્યાત થયેલાં એક્ટર સુરેન્દ્ર પાલ (Surendra Pal)એ તેમનાં એક્ટિંગ કરિઅરની શરૂઆત ફિલ્મોથી કરી હતી. જેમાં એક ભોજપૂરી ફિલ્મનું નિર્દેશન પણ હતું. પણ તે ચાલી નહીં.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 90નાં દાયકામાં એવી ઘણી સીરિયલ હતી જેનાં કિરદાર આજે પણ લોકોનાં મન મગજમાં વસી ગયા છે. ટીવી શો 'શક્તિમાન' (Shaktiman)નાં મુખ્ય વિલન 'તમરાજ કિલવિશ' (Tamraj Kilvish) નું કેરેક્ટર પણ ખુબજ લોકપ્રિય હતું. આ ભૂમિકા એક્ટર સુરેન્દ્ર પાલ (Actor Surendra Pal)એ અદા કર્યું હતું. આ રોલથી તે ઘર ઘરમાં ખાસ કરી બાળકોમાં વધુ ફેમસ થયો છે. 'શક્તિમાન' પહેલાં સુરેન્દ્ર પાલ 'મહાભારત'માં ગુરુ દ્રોણાચાર્યની ભૂમિકા અદા કરતાં લોકપ્રિય થયો હતો. અને 'તમરાજ કિલવિશ'નાં કેરેક્ટરમાં તેને ભારે લોકપ્રિયતા મેળવી હતી.

  આ પણ વાંચો-Urfi Javed:કપડાં માટે હમેશાં ચર્ચામાં રહેતી ઉર્ફી ફરી વખત જોવા મળી ટ્રાન્સપરન્ટ બુરખામાં

  મૂળ રૂપથી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનાં રહેવાસી સુરેન્દ્ર પાલ (Surendra Pal)એ તેમનાં કરિઅરની શરૂઆત વર્ષ 1984માં ફિલ્મોથી કરી હતી. તેમણે 'ખુદા ગવાહ', 'શહર', અને 'જોધા અકબર' જેવી ફિલ્મો કરી છે. પણ તેમને અસલી ઓળખ ટીવી શોથી મળી હતી. 'મહાભારત' અને 'શક્તિમાન' જેવાં સીરિયલને તેની એક્ટિંગ કરિઅરને એક નવી ઓળખ મળી. તે લાંબા સમયથી સતત ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. 'વો રહેનેવાલી મહલો કી', 'લેફ્ટ રાઇટ લેફ્ટ ', 'વિષ્ણુ પુરાણ', 'દેવો કે દેવ- મહાદેવ' જેવાં લોકપ્રિય સીરિયલમાં સુરેન્દ્ર પાલને અહમ ભૂમિકા અદા કરી છે.
  સુરેન્દ્ર પાલનાં અભિનય ઉપરાંત નિર્દેશન ક્ષેત્રમાં હાથ અજમાવ્યો, પણ તેમને ત્યાં કામયાબી મળી નથી. તેણે એક ભોજપુરી ફિલ્મ 'ભઉજી કી સિસ્ટર' બનાવી. પણ આ ફિલ્મ ચાલી ન હતી. તેથી તેઓ ફરીથી ટીવીની દુનિયામાં પરત આવી ગયા.

  આ પણ વાંચો-EDની ઓફિસ પહોંચી નોરા ફતેહી, મની લોન્ડ્રિંગ કેસમાં થશે પૂછપરછ

  અભિનયની દુનિયામાં દમદાર ઉપસ્થિત કરાવનારા સુરેનદ્ર પાલ એક શાનદાર જીવન જીવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટરની પાસે 163 કરોડની સંપત્તિ છે. ઉલ્લેખનીય છે કે, તે એક્ટિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે મોટી ફિ લે છે. થોડા સમય પહેલાં સુરેન્દ્ર પાલની કુલ પ્રોપર્ટી 60 ટકા તેની દીકરીનાં નામે કરી દીધી છે. જ્યારે બંને દીકરાઓને 20-20 ટકા આપી છે. તેણે તેનાં એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું હતું. કે તે તેની દીકરીની ખુબજ નિકટ છે.

  જોકે, સુરેન્દ્ર પાલે તેમનાં એક્ટિંગ કરિઅર જેટલી સફળ રહી તેટલું તેમનું લગ્ન જીવન સુખદ નથી રહ્યું. વર્ષ 2002માં તેણે તેની પત્ની બરખા સિંહથી છુટા છેડા લીધા. પણ પત્નીથી અલગ થયાની અસર તેણે બાળકો પર ન પડવાં દીધી.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Shaktiman, Surendra Pal, Tamraj Kilvish

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन