ICU બેડ ન મળતા શક્તિમાન ફેમ મુકેશ ખન્નાની બહેનનું કોરોનાથી મોત, એકના એક બહેન ગુમાવી

ICU બેડ ન મળતા શક્તિમાન ફેમ મુકેશ ખન્નાની બહેનનું કોરોનાથી મોત, એકના એક બહેન ગુમાવી
બહેન સાથે મુકેશ ખન્ના તસવીરઃ Instagram

આજે મારી એકમાત્ર મોટી બહેન કમલ કપૂરનું દિલ્હીમાં અવસાન થયું છે, તેના મૃત્યુ માટે મને ખૂબ જ દુખ છે. પરિવારના બધા જ સભ્યો સદમામાં છીએ. કોવિડને 12 દિવસમાં હરાવ્યા બાદ તે લંગ્સની ખરાબી સામે હારી ગઈ. ખબર નહીં ઉપરવાળો શું હિસાબ લે છે.

  • Share this:
મુંબઈઃ સમગ્ર દુનિયા અને ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર (corona wave) ખૂબ જોખમી સાબિત થઈ.  દરરોજ કોરોનાના ઘણા (corona case) એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે દેશભરમાં આઈસીયુ બેડની (ICU bed) સમસ્યાઓ થવા લાગી છે  ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે.  ટીવી શો ‘શક્તિમાન’ (Shaktiman) અને ‘મહાભારત’થી (Mahabharat) લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાએ (Actor mukesh kanna) પણ એની એકમાત્ર મોટી બહેન કમલ કપૂરને ગુમાવી દીધા છે.

આ અંગે ખુદ મુકેશ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે જેમાં  લખ્યું  છે કે આજે મારી એકમાત્ર મોટી બહેન કમલ કપૂરનું દિલ્હીમાં અવસાન થયું છે, તેના મૃત્યુ માટે મને ખૂબ જ દુખ છે. પરિવારના બધા જ સભ્યો સદમામાં છીએ. કોવિડને 12 દિવસમાં હરાવ્યા બાદ તે લંગ્સની ખરાબી સામે હારી ગઈ. ખબર નહીં ઉપરવાળો શું હિસાબ લે છે.



ખરેખર હું મારા જીવનમાં પ્રથમ વખત હચમચી ગયો છું. ઉલ્લેખનીય છે કે તેની બહેન કોરોના પોઝિટિવ હતી. પરંતુ તે રિકવર કરી ચૂકી હતી. તેના બાદ પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આને કારણે દિલ્હીમાં આઈસીયુ બેડની શોધ કરવામાં આવી, પરંતુ અંતિમ ક્ષણ સુધી તેમને બેડ ન મળ્યો અને તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

આ પણ વાંચોઃ-સુરતઃ કોરોના સંકટ વચ્ચે મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવકો પોલીસને જોઈ ઊભી પૂંછડીયે ભાગ્યા, જુઓ live video

મુકેશ ખન્નાએ વધુમાંએ પણ જણાવ્યું કે તેમના મોતની ખબર દુનિયા ભરમાં ખોટી રીતે ફેલાઈ હતી જેને આખા દિવસ દરમિયાન તેમને ખોટી પુરવાર પુષ્ટિ કરી હતી પણ તેમને ખબર નહોતી કે એ જ દિવસ તેમની બહેનનો આખરી દિવસ હશે.



બોલિવુડ માં પણ અનેક સેલિબ્રિટી સંક્રમિત
મુંબઈમાં કોરોના વાયરસની પરિસ્થતિને કારણે અનેક સેલિબ્રિટી પરેશાન છે. એક તરફ વાયરસને કારણે ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ લાગવાના આવ્યો છે તેની સાથે બોલિવુડ નામાકિત સેલિબ્રિટી કોરોના વાયરસ ના શિકાર બન્યા છે. જેમાં કેટલાક લોકો ઘરે આઈસોલેટ થયા છે.
Published by:ankit patel
First published:May 12, 2021, 23:26 pm

ટૉપ ન્યૂઝ