શક્તિમાનને કેમ પહેરવું પડ્યું માસ્ક? લોકોને તેણે કહી આ જરૂરી વાત

શક્તિમાનને કેમ પહેરવું પડ્યું માસ્ક? લોકોને તેણે કહી આ જરૂરી વાત
શક્તિમાન

શક્તિમાને જણાવ્યું કે કોરોના વાયરસથી બચવા માટે ફેસ માસ્ક પહેરવો કેટલો જરૂરી છે.

 • Share this:
  90ના દાયકામાં જન્મેલા તમામ બાળકોને શક્તિમાન (Shaktiman) કોણ છે તે યાદ અપાવવાની જરૂર નથી. શક્તિમાન તે પાત્ર છે જેણે બાળકોને અનેક સારી વાતો શીખવી છે. શક્તિમાન પૃથ્વીવાસીઓને દરેક મુસીબતમાંથી બચાવે છે. અને તે માટે ધણીવાર જો મોટામાં મોટી મુશ્કેલીનો પણ સામનો કરવો પડે તો પાછો નથી પડતો. વિશ્વમાં કોરોના વાયરસ (Covid 19) મહામારીના કારણે તમામ લોકોના પ્રાણો પર સંકટ આવ્યો છે. અને આ સમયે શક્તિમાને ફરી એક વાર લોકોને જાગૃત કરવા અને તેમને આ બિમારીથી બચાવવા માટે ખાસ પ્રયાસ કર્યો છે. જાણો શું છે આ ખાસ પ્રયાસ

  શક્તિમાને જણાવ્યું કે કોરોના વાયરસથી બચવા માટે ફેસ માસ્ક પહેરવો કેટલો જરૂરી છે. સાથે જ તેણે હાથ ધોવા અને તેને સેનેટાઇઝ કરવાનો સાચો રસ્તો પણ બતાવ્યો. સાથે જ તેણે એ પણ કહ્યું કે જો મારે બધાને બચાવવા માટે ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગની જરૂર પડે છે તો તમને પણ પડી શકે છે.
  શક્તિમાને તે પણ કહ્યું કે સરકાર ભલે જ લોકડાઉનમાં છૂટ આપી હોય. પણ બહાર જતી વખતે માસ્ક, ગ્લવ્સ લઇ જવાનું તમારે બિલકુલ ન ભૂલવું જોઇએ. સાથે જ સોશિયલ ડિસ્ટેંસિંગનો પણ ખ્યાલ રાખવો ખાસ જરૂરી છે. અને તેમાં આપણું જ હિત રહેલું છે.

  વધુ વાંચો : કોરોના દર્દીએ મોત પહેલા બનાવ્યો Video, કહ્યું- શ્વાસ નથી લઇ શકતા ડૈડી અને...

  શક્તિમાને તેવા અનેક વીડિયો શેર કર્યા છે જે લોકોની આમ જરૂરિયાત સાથે જોડાયેલા છે. ત્યારે શક્તિમાનના આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયોમાં શક્તિમાન કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવાની સલાહ આપી છે.

  શક્તિમાન ઇન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીનો પહેલો સુપરહિરો છે. જેણે બાળકોને પોતાના દિવાના બનાવ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:June 29, 2020, 12:41 pm