શક્તિમાનનાં ડો. જૈકાલ, લલિત પરિમૂની કોરોનાથી હાલત નાજૂક, પ્લાઝ્માની જરૂર

શક્તિમાનનાં ડો. જૈકાલ, લલિત પરિમૂની કોરોનાથી હાલત નાજૂક, પ્લાઝ્માની જરૂર
શક્તિમાનનાં ડો. જૈકાલ, લલિત પરિમૂની કોરોનાથી હાલત નાજૂક

નિર્માતા-નિર્દેશક હંસલ મેહતા (Hansal Mehta)એ સોશિયલ મીડિયા (Social Media) પર લલિત પરીમૂ (Lalit Parimoo) માટે મદદની ગુહાર લગાવી છે.

 • Share this:
  એન્ટટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી ચર્ચિત શોમાંથી એક શક્તિમાન સીરિયલમાં ડોક્ટર જૈકાલ (Dr Jackal)નો રોલ અદા કરનારા એક્ટર લલિત પરીમૂ (Lalit Parimoo) પણ કોરોનાની હાલત નાજૂક છે. આ સમયે તેને મુંબઇનાં ભાયંદર મીરા રોડનાં એક કોવિડ સેન્ટરમાં ICU વોર્ડમાં ભરતી છે અને તેમને પ્લાઝ્મા (Plasma)ની સખત જરૂર છે.

  જાણીતા નિર્માતા-નિર્દેશક હંસલ મેહતા (Hansal Mehta)એ સોશિયલ મીડિયા (Social Media) પર લલિત પરીમૂ (Lalit Parimoo) માટે મદદની ગુહાર લગાવી છે. હંસલ મેહતાએ લખ્યું છે, 'એક્ટર લલિત પરીમૂ પ્રમોદ મહાજન હોલને આઇસીયૂ વોર્ડ 5માં ભરતી છે. લલિતને પ્લાઝ્માની તાત્કાલિક જરૂર છે. તેનું બ્લડ ગ્રુપ A પોઝિટીવ છે. કૃપ્યા મદદ કરો.'  હેદર, એજન્ટ વિનોદ, મુબારકાં, હજાર ચોરાસી કી મા જેવી ઘણી પ્રખ્યાત ફિલ્મો અને શક્તિમાન જેવી ધારાવિહકમાં કામ કરી ચુકેલાં લલિત પરિમૂએ વેબ સીરીઝ 'સ્કેમ'માં એક CBI ઓફિસરનો રોલ અદા કર્યો હતો.

  લલિત પરિમૂએ 1997માં ટેલિકાસ્ટ થયેલી લોકપ્રિય સીરિયલ 'શક્તિમાન'માં વિલન ડો જયકાલનો રોલ અદા કર્યો હતો. આ ઉપરાંત તેમણે આહટ, કોરા કાગઝ, સાયા, સીઆઇડી, રિશ્તે, રિમિક્સ જેવાં શોમાં પણ કામ કર્યું છે.  લલિત પરિમૂ એક્ટિંગ ઉપરાંત રાઇટિંગમાં પણ ઘણાં એક્ટિવ છે. લલિતે 'મે મનુષ્ય હું' નામની બૂક લખી છે. આ ઉપરાંત તેઓ એક્ટિંગ સ્કૂલ પણ ચલાવે છે .
  Published by:Margi Pandya
  First published:April 17, 2021, 12:11 pm

  ટૉપ ન્યૂઝ