HBD Shakti Kapoor: વિલનના રોલ માટે શક્તિ કપૂરે બદલ્યું હતું નામ, આ હીરોની ગાડીની ટક્કરે બની ગયો સ્ટાર

શક્તિ કપૂરનો આજે જન્મ દિવસ

Happy Birthday Shakti Kapoor: શક્તિ કપૂરનો જન્મ 3 સપ્ટેમ્બર, 1958ના રોજ (Shakti Kapoor Birth) નવી દિલ્હી ખાતે પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા દિલ્હીના કનૉટ પ્લેસમાં દરજીની દુકાન ચલાવતા હતા. વર્ષ 1975થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શક્તિ કપૂરે 700થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને આજે પણ ફિલ્મોમાં સક્રિય છે.

  • Share this:
    Hબોલિવૂડમાં ખલનાયક અને કોમિક ટાઈમિંગ માટે જાણીતા અભિનેતા શક્તિ કપૂર (Shakti Kapoor Birthday)નો આજે જન્મદિવસ છે. શું તમે જાણો છો કે શક્તિ કપૂરનું સાચું નામ સુનીલ સિકંદરલાલ કપૂર છે? શક્તિ કપૂરનો જન્મ 3 સપ્ટેમ્બર, 1958ના રોજ નવી દિલ્હી ખાતે પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા દિલ્હીના કનૉટ પ્લેસમાં દરજીની દુકાન ચલાવતા હતા. વર્ષ 1975થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શક્તિ કપૂરે 700થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને આજે પણ ફિલ્મોમાં સક્રિય છે.

    શક્તિ કપૂરના નામ પાછળની વાર્તા

    શક્તિ કપૂર (Shakti Kapoor)નું નામ બદલવા પાછળ એક કારણ છે. જ્યારે સુનીલ દત્ત સાહેબે સંજય દત્ત સ્ટારર ફિલ્મ રોકીમાં શક્તિ કપૂરને વિલનનો રોલ ઓફર કર્યો હતો, ત્યારે તેમને પોતાનું નામ સુનીલ કપૂર એક વિલન તરીકે ન ગમ્યું. જેથી તેમણે પોતાનું નામ બદલીને શક્તિ કપૂર કર્યું. શક્તિ કપૂરની ગણતરી આજે પણ હિન્દી સિનેમાના પ્રખ્યાત ખલનાયકોમાં થાય છે. તેઓ આજે પણ બોલિવૂડમાં સક્રિય છે.

    આ પણ વાંચો-સિદ્ધાર્થનાં મોત પહેલાં શું થયું હતું? ડૉક્ટરે શેનાંથી દૂર રહેવાની આપી હતી સલાહ, જાણો બધુ જ

    જ્યારે ફિરોઝ ખાન સાથે ટકરાઈ હતી કાર

    એક વખત 'ધ કપિલ શર્મા' શોમાં 'ક્રાઈમ માસ્ટર ગોગો'એ પોતાની કારકિર્દીની શરૂઆત વિશે એક કિસ્સો જણાવ્યો હતો. પોતાની બોલિવૂડ કારકિર્દી વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, એક વખત તેમની કાર અભિનેતા ફિરોઝ ખાનની કાર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું. તેમણે જણાવ્યું કે, એકવાર મુંબઈમાં તેમની કાર મર્સિડીઝ સાથે ટકરાઈ હતી. જ્યારે શક્તિ કપૂર કારમાંથી બહાર આવ્યા, ત્યારે તેમણે મર્સિડીઝમાંથી એક ઊંચા અને હેન્ડસમ વ્યક્તિને બહાર આવતા જોયા. તેઓ ફિરોઝ ખાન હતો. શક્તિએ આ તક ન જવા દીધી અને તેમણે ફિરોઝ ખાનને કહ્યું કે, તે 'ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પુણે'માંથી છે અને અભિનયમાં ડિપ્લોમા પણ કર્યું છે.

    આ પણ વાંચો-સિદ્ધાર્થ શુક્લાનાં ઘરે જઇ આવેલાં રાહુલ મહાજને જણાવી શહનાઝ ગિલની હાલત, માતાએ કહેલી વાત

    આ પણ વાંચો-Breaking: સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, મોતનાં કારણનો ન થયો ખુલાસો



    આ રીતે મળ્યું હતું કામ

    શક્તિ કપૂર કહ્યું કે, ફિરોઝ ખાન સાથે વાતચીત દરમિયાન તેમણે ફિરોઝ ખાનને તેમની ફિલ્મમાં એક રોલ માટે ભૂમિકા માટે વિનંતી કરી હતી. ત્યારબાદ ફિરોઝ ત્યાંથી ચાલ્યા ગયા અને શક્તિ તેમના મિત્રને મળવા તેના ઘરે ગયા. શક્તિના આ મિત્ર હતા કે.કે. શુક્લા. શુક્લા ફિરોઝ સાથે ફિલ્મ 'કુરબાની' માટે કામ કરી રહ્યા હતા. ત્યારબાદ શક્તિ કપૂરે ફિરોઝ ખાનને ફોન કર્યો અને આમ શક્તિ કપૂરને ફિલ્મ 'કુરબાની'માં વિક્રમનો રોલ મળ્યો.
    Published by:Margi Pandya
    First published: