મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Maheta ka Ooltah Chashma) ફેમ એક્ટર શૈલેષ લોઢા (Shailesh Lodha)એ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર (Shailesh Lodha Vira Photos) શેર કરી છે, જેને જોઈને ફેન્સને આશ્ચર્ય થાય છે. સામાન્ય રીતે પોતાની પોસ્ટથી રમૂજ કરતાં કે મોટિવેટીવ મેસેજ આપતા શૈલેષ લોઢાએ મંદિરમાં ધ્યાન (Shailesh Lodha in Monk Look) કરતી વખતનો ફોટો પોસ્ટ કર્યો છે.
શૈલેષ લોઢાને આ શું થયું?
તસવીરમાં શૈલેષ લોઢાએ પીળી ધોતી અને ખેસ પહેર્યા છે. તેના ગળામાં માળા છે. કપાળ પર તિલક અને ભસ્મ છે. ફોટોમાં જોઇ શકાય છે કે તેઓ એક મંદિરમાં છે. આ ફોટો શેર કરતા શૈલેષ લોઢાએ લખ્યું કે, હમકો મન કી શક્તિ દેના, મન પર વિજય કરે... એક્ટરની આ ફોટો પોસ્ટ થતા જ વાયરલ થવા લાગી છે. કમેન્ટ સેક્શનમાં કોઇ જય શ્રી રામ લખી રહ્યું છે તો કોઇ ઓમ નમઃ શિવાય. આ સિવાય ઘણા લોકો શૈલેષ લોઢાને શોમાં પરત ફરવા માટે વિનંતી કરી રહ્યા છે.
શૈલેષ લોઢાની આ પોસ્ટ નીચે ઘણા લોકો રમૂજી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, તારક મહેતા શો જોવા માટે પણ શક્તિ જોઇએ છે, હવે તે શો જોવાતો નથી. તો અન્ય એક લખે છેકે, સર તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા આવી જાવ. અન્ય એક ફેને શૈલેષ લોઢાના વખાણ કરતા કહ્યું કે, તમારી અંદર કેટલા ગુણો છે, લેખક પણ છો, કવિ છો, અભિનેતા પણ છો અને શું-શું છો, સર અદ્દભૂત કલાકાર છો તમે, મને નહોતી ખબર. છતા પણ તમારી પ્રશંસા કરવાનો અવસર મળી ગયો. એક યૂઝરે શૈલેષને રીક્વેસ્ટ કરી અને કહ્યું કે, સર તમે તારક મહેતા શોમાં પાછા આવી જાવ. એક યુઝરે શૈલષના લૂક પર કમેન્ટ કરતા કહ્યું કે, પંડિતજી. તો અન્ય એક લખે છેકે, સર તમે તો દિલ જીતી લીધું. ઘણા યુઝર મજાક કરી રહ્યા છે કે, શૈલેષ લોઢાએ ક્યાંક સંન્યાસ તો નથી લઇ લીધોને.
શૈલેષને મેકર્સે નથી આપી પૂરતી ફી?
શૈલેષ લોઢાના ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે તારક મહેતા શોના મેકર્સે શૈલેષ લોઢાની બાકી ફી ભરી નથી. આ સમાચાર વાયરલ થવાની શરૂઆત થતા જ મેકર્સ તરફથી એક નિવેદન સામે આવ્યું કે ફી વિશે જે વાતો સામે આવી છે તે ખોટી છે. શૈલેષ લોઢાએ શો છોડતા પહેલા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા નથી. આથી તેમને બાકી પેમેન્ટ આપવામાં આવ્યું નથી. પ્રોડક્શનના આ નિવેદન બાદ શૈલેષે ઇન્સ્ટાગ્રામ પર કટાક્ષ સાથે પોસ્ટ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર