Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah: શૈલેષ લોઢાએ આસિત મોદીને આડે હાથ લીધા, પોસ્ટ શેર કરી કહી દીધી આ વાત

Taarak Mehta Ka Ooltah Chashmah: શૈલેષ લોઢાએ આસિત મોદીને આડે હાથ લીધા, પોસ્ટ શેર કરી કહી દીધી આ વાત

શૈલેષ લોઢાના નિશાના પર આસિત મોદી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢા (Shailesh Lodha)ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો, જો કે તેમને શો છોડે ઘણો સમય થઈ ગયો છે, પરંતુ દર્શકો હજી પણ જૂના તારક મહેતાને યાદ કરે છે.

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢા (Shailesh Lodha)ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો, જો કે તેમને શો છોડે ઘણો સમય થઈ ગયો છે, પરંતુ દર્શકો હજી પણ જૂના તારક મહેતાને યાદ કરે છે. તેમને શોના પ્રોડ્યુસરની સાથે ક્રિએટિવ ડિફરન્સિસ હોવાના કારણે શો છોડી દીધો હતો. તેમને શો સાથે સંબંધિત લોકો અને પ્રોડ્યુસરનો ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. એવી ચર્ચાઓ હતી કે શોના પ્રોડ્યુસર આસિત મોદીની સાથે મતભેદના કારણે આસિત મોદીએ શોને અલવિદા કહી દીધું હતું.

    આ પણ વાંચોઃ-સિરિયલમાં નવા તારક મહેતા આવતાં જ શૈલેષ લોઢાએ વ્યંગ્ય પોસ્ટ કરી, આસિત મોદીને ટાર્ગેટ કર્યા?

    શૈલેષે શો છોડવા અંગે સીધું કંઈ કહ્યું નહોતું, પરંતુ પોસ્ટમાં તેમને આસિત મોદીને આડે હાથ લઈ લીધા હતા. ફરીથી શૈલેષ લોઢાએ નવી પોસ્ટ શેર કરી છે. જો કે એક્ટરે કોઈનું નામ નથી લીધું, પરંતુ તેમને જે રીતે પોતાની વાત કહી છે, તેનાથી લાગે છે તેઓ આસિત મોદી પર નિશાન સાધી રહ્યા છે. તેઓ અત્યારે વેકેશન એન્જોય કરી રહ્યા છે અને પોતાના શાયરાના અંદાજમાં કટાક્ષ કરી રહ્યા છે.

    શબીન અદીબનો મશહૂર શેર લખીને કહી વાત


    શૈલેષ લોઢાએ પોતાનો એક સ્ટાઈલિશ ફોટો શેર કર્યો છે, જેમાં તેમને કાળી ટીશર્ટ, કાળા ચશ્મા અને ગ્રે પેન્ટમાં ફોટો માટે પોઝ આપતો જોઈ શકાય છે. તેમને ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું, અત્યારે હું વાહિયાત લોકોની વાત સાંભળું છું તો શબીના અદીબનો આ શેર યાદ આવે છે...જો કે શેરો શાયરી અને કવિતા એવા લોકો સમજી શકતા તો વાહિયાત વાત કરતા જ નહીં.

    શૈલેષ લોઢાએ આસિત મોદી પર નિશાન સાધ્યું


    શૈલેષે આગળ એક લોકપ્રિય શેર લખે છે- જે ખાનદાની પૈસાદાર છે, તેઓ સ્વભાવે નમ્ર હોય છે, તમારો સ્વર જણાવી રહ્યો છે કે, તમારી સંપત્તિ નવી નવી છે. શૈલેષે પોસ્ટમાં કોઈનું નામ નથી લખ્યું, પરંતુ એટલું નક્કી છે કે કોઈના પર નિશાન સાધ્યું છે અને જે પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે, તેનાથી નેટિજન્સને લાગે છે કે તેઓ આસિત મોદીને નિશાન બનાવી રહ્યા છે.

    ‘વાહ ભાઈ વાહ’ માં જોવા મળે છે શૈલેષ લોઢા


    તારક મહેતામાં શૈલેષ લોઢા જે રોલમાં જોવા મળી રહ્યા હતા, જે હવે સચિન શ્રોફ નિભાવી રહ્યો છે. સચિન શ્રોફને લઈને દર્શકોની એવી પ્રતિક્રિયા નથી જેવી શોના મેકર્સને આશા હતી. શૈલેષ લોઢાને દર્શકો તારક મહેતાના રોલમાં વધારે પસંદ કરતા હતા. તેઓ અત્યારે ‘વાહ ભાઈ વાહ’ શોમાં જોવા મળે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Asit modi, Shailesh Lodha, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन