Home /News /entertainment /VIDEO: 'તારક મેહતા' છોડવા પર પ્રશ્ન કરાતા શૈલેષ લોઢાએ પણ ચાલતી પકડી, આપ્યું જેઠાલાલ જેવું જ રિએક્શન

VIDEO: 'તારક મેહતા' છોડવા પર પ્રશ્ન કરાતા શૈલેષ લોઢાએ પણ ચાલતી પકડી, આપ્યું જેઠાલાલ જેવું જ રિએક્શન

તારક મેહતા અને જેઠાલાલ બંનેએ જવાબ આપવાનું ટાળ્યું

Tarak Mehta Ka Ooltah Chashmah: શૈલેષ લોઢા લાંબા સમયથી શૉમાં ન દેખાતા ચાહકોનાં મનમાં સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું તેઓ શૉ સાથે જોડાયેલાં છે કે નહીં. અને ચાહકો તેમનાં મોઢેથી આ વાત જાણવા પણ માંગે છે. પણ જેઠા લાલ હોય કે તારક મેહતા હોય.. કોઇ આ પ્રશ્નનો જવાબ આપવા માંગતા નથી. તેઓ સવાલ ઉઠતા જ ત્યાંથી ચાલતી પકડે છે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલટા ચશ્મા ટીવીનાં સૌથી જૂના શોમાંથી એક અને હાલમાં ખુબજ ચર્ચામાં રહેલો શો છે. કારણ છે શોના નામ પરથી જે પાત્ર શોમાં કામ કરે છે તે શૈલેષ લોઢા. શૈલેષ લોઢા હવે શોમાં નથી. તેમણે શો છોડી દીધો છે. તેવી વાત હાલમાં વાયરલ છે. પણ જ્યારે શૉ પૂર્ણ થાય છે ત્યારે તે સૂત્રધારની માફક વાત કરતાં નજર આવે છે. પણ તેઓ હાલમાં શૉમાં એક્ટિંગ કરતાં જોવા મળતાં નથી.

  આ પણ વાંચો-સારા અલી ખાનની ઈસ્તાંબુલ ટ્રીપનાં આ ફોટા જોઇ ચાહકો થયા દિવાના, જુઓ PHOTOS

  ત્યારે તેમનાં ચાહકોનાં મનમાં સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું તેઓ શૉ સાથે જોડાયેલાં છે કે નહીં. અને ચાહકો તેમનાં મોઢેથી આ વાત જાણવા પણ માંગે છે. પણ જેઠા લાલ હોય કે તારક મેહતા હોય.. કોઇ આ પ્રશ્નનો જવાબ આપવા માંગતા નથી. તેઓ સવાલ ઉઠતા જ ત્યાંથી ચાલતી પકડે છે.
  હાલમાં જ તારક મેહતા ખુદ એટલે કે શૈલેષ લોઢા પોતે એક બૂક ઇવેન્ટમાં હાજરી આપવાં ગયા હતાં આ સમયે તેઓ તેમની પત્ની સાથે આવ્યાં હતાં. અહીં તેમણે બૂક ઇવેન્ટમાં હાજરી આપી હતી. ત્યારે બૂક અંગે પુછવામાં આવેલાં સવાલોનાં તેમણે દિલ ખોલીને જવાબ આપ્યાં હતાં પણ જ્યારે સવાલ તારક મેહતા છોડવા અંગે પુછવામાં આવ્યો તો તેમણે વાત કરવાને બદલે ટાળી દીધી અને ચાલતી પકડી હતી..
  આવું જ જેઠાલાલ એટલે કે દીલિપ જોશી કર્યુ હતું. જ્યારે તેઓ અંજાન શ્રીવાસ્તવની જન્મ દિવસની પાર્ટીમાં શામેલ થવા આવ્યાં હતાં. ત્યારે તેમને મીડિયા સાથે વાત કરી હતી. પણ જ્યારે તેને 'પરમ મિત્ર તારક મેહતા' અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તે જવાબ આપ્યા વગર ચાલતા થઇ ગયા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Dilip Joshi, Jethalal, Shailesh Lodha, Tarak Mehta, Tarak mehta ka ooltah chashmah, TMKOC

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन