Home /News /entertainment /શાહરૂખ ખાનની 'જવાન' વિવાદોમાં ઘેરાઇ, આ કારણે ડાયરેક્ટર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

શાહરૂખ ખાનની 'જવાન' વિવાદોમાં ઘેરાઇ, આ કારણે ડાયરેક્ટર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

ફોટો : iamsrk ઇન્સ્ટાગ્રામ

શાહરૂખ ખાન ટૂંક સમયમાં નયનતારા સાથે એટલીની 'જવાન'માં જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, ડાયરેક્ટર વિરુદ્ધ તમિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (TFPC)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલી પર તમિલ ફિલ્મના કન્ટેન્ટની કૉપી કરવાનો આરોપ છે.

    શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'જવાન' પર તમિલ ફિલ્મ 'પેરારાસુ'ની સ્ટોરીની કૉપી કરવાનો આરોપ લાગ્યો છે. ફિલ્મ નિર્માતા એટલી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ નિર્માતા મણિકમ નારાયણને તમિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (TFPC)માં 'જવાન'ના નિર્માતાઓ પર સ્ટોરી કૉપી કરવાનો આરોપ લગાવ્યો છે.

    આ પણ વાંચો : ટૉપલેસ થઇને ઉર્ફીએ ફરી મચાવી તબાહી, Videoમાં જુઓ હવે કરી શું કરામત

    'જવાન' આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે, જેનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. એટલી 'જવાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મમાં તમિલ કલાકારો નયનથારા, વિજય સેતુપતિ, યોગી બાબુ અને પ્રિયમણિ પણ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, અભિનેતા વિજય અને દીપિકા પાદુકોણ પણ ફિલ્મમાં કેમિયો કરશે.








    View this post on Instagram






    A post shared by Shah Rukh Khan (@iamsrk)






    હવે, કન્ટેન્ટ ચોરીનો હવાલો આપીને ડાયરેક્ટર એટલી વિરુદ્ધ નિર્માતા પરિષદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવો આરોપ છે કે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મની સ્ટોરી 2006માં રિલીઝ થયેલી વિજયકાંતની 'પેરારાસુ' જેવી જ છે.

    આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

    એક રિપોર્ટમાં જણાવાયું છે કે નિર્માતા મણિકમ નારાયણને એટલી વિરુદ્ધ TFPC (તમિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ)માં ફરિયાદ નોંધાવી છે કે 'જવાન' અને 'પેરારાસુ'ની સ્ટોરી એક જેવી છે.



    TFPC બોર્ડના સભ્યો મણિકમ નારાયણન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની 7 નવેમ્બર પછી તપાસ કરશે. કથિત રીતે નિર્માતા મણિકમ નારાયણન પાસે સ્ટોરીના રાઇટ્સ છે. વિજયકાંતે 'પેરારાસુ'માં જોડિયા ભાઈઓની ડબલ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાન પણ જવાનમાં ડબલ રોલ કરી રહ્યો છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywod, Bollywood Latest News, Bollywood Movie, Shahrukh Khan

    विज्ञापन
    विज्ञापन