તો શું શાહરૂખ ખાન કરી રહ્યો છે ચોથા બાળકનું પ્લાનિંગ ?

હાલમાં આવેલી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાહરૂખ ખાન તેનાં ચોથા બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છે

હાલમાં આવેલી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાહરૂખ ખાન તેનાં ચોથા બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છે

 • Share this:
  મુંબઇ: શાહરૂખ ખાન તેનાં ફિલ્મી કરિયરને લઇને હમેશાં ચર્ચામાં રહે છે. પણ આ વખતે તે તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. સોર્સિસની માનીયે તો, હાલમાં આવેલી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાહરૂખ ખાન તેનાં ચોથા બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છે.

  ખરેખરમાં મજાકિયા અને સ્માર્ટ મેન્ટાલિટી માટે જાણીતો શાહરૂખ ખાન હાલમાં ટીવી શો 'ટેડ ટોક્સ ઇન્ડિયા નઇ સોચ'નું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાનને 'આકાંક્ષા' નામનાં ઉચ્ચારણમાં પ્રોબલમ થઇ રહી હતી. જેને કારણે તેને ઘણાં રિટેક્સ લેવા પડ્યાં હતાં.

  આ વાતે મજાક કરતાં શાહરૂખ ખાને કહ્યું કે, 'હું નામનું ઉચ્ચારણ કરવામાં ઘણી જ ગડબડ કરી રહ્યો છું જે ખુબ શરમજનક વાત છે. પણ આવું મારી સાથે ક્યારેય નથી બન્યું. મને લાગે છે કે મારે જલદી જ ચોથુ બાળક હશે જેનું નામ હું આકાંક્ષા રાખીશ'

  હવે આપ કઇક વધુ વિચારો તે પહેલાં તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાન કોઇ ચોથા બાળકનું પ્લાનિંગ નથી કરી રહ્યાં. આ તો ફક્ત તેનાં દ્વારા કરવામાં આવેલી મજાક છે.
  Published by:Margi Pandya
  First published: