Home /News /entertainment /ZERO ફ્લોપ જતા આઘાતમાં સરી પડ્યો હતો શાહરૂખ ખાન, આવી હતી હાલત!

ZERO ફ્લોપ જતા આઘાતમાં સરી પડ્યો હતો શાહરૂખ ખાન, આવી હતી હાલત!

Meuj

મોટાથી મોટા સુપરસ્ટારની પણ ફિલ્મો ફ્લોપ થાય છે. એવું જ કંઇક શાહરૂખ ખાનની ઝીરો સાથે થયું પણ કિંગ ખાન આ નિષ્ફળતાથી આઘાતમાં ચાલ્યો ગયો હતો.

મુંબઇ: બોલિવૂડનાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનનાં પ્રોડક્શન હાઉસની ફિલમ 'બદલા' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી  રહી છે. આ ફિલ્મે પહેલાં અઠવાડિયે 38 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. એટલે કે ફિલ્મ હિટ થઇ ગઇ છે. કારણ કે ફિલ્મ ફક્ત 24 કરોડ રૂપિયામાં બનીહ તી.

જ્યારે ખુદ શાહરૂખ ખાનનાં લિડ રોલ વાળી ફઇલ્મ છેલ્લા ઘણાં સમયથી બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી રીહ છે. જ્યારે 'ઝીરો' રિલીઝ થઇ ત્યારે શાહરૂખ ખાનને ખુબજ આઘાત લાગ્યો હતો.

ફિલ્મની રિલીઝ પહેલાં પણ તે ખુબજ ડરેલો હતો. એક ઇવેન્ટ દરમિયાન તેણે કહ્યું હતું કે, જો આ ફિલ્મ ફ્લોપ ગઇ તો મને વર્ષ સુધી કોઇ કામ નહી મળે. તો શાહરૂખ ખાનને સૌથી મોટો ડર સાચો સાબિત થયો ત્યારે તેની હાલત ખરાબ થઇ ગઇ હતી. હાલમાં જ તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો.

શાહરૂખ ખાન હવે કોઇ પણ ફિલ્મ સાઇન કરતાં પહેલાં હજારો વખત વિચારે છે. એટલે જ કદાચ તેણે અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા પર બનીર હેલી ફિલ્મ 'સારે જહાં સે અચ્છા' સાઇન કરતાં પહેલાં જ રિજેક્ટ કરી દીધી.

હવે આ ફિલ્મને સ્ક્રીન રાઇટર અંજુમ રાજાબલીએ ઘણાં ખુલાસા કર્યા છે તેણે કહ્યું કે, 'મને લાગે છે કે શાહરૂખ ખાને ફિલ્મ એટલે નથી છોડી કે તેમાં અંતરિક્ષના સીન છે પણ તે થોડા આઘાતમાં છે. ઝીરોમાં તેમનો ઘણો પૈસો લાગેલો હતો. ફિલ્મ જો બોક્સ ઓફિસ પર સારુ પરફોર્મન્સ ન કરે તો સમસ્યા તો થવાની જ છે. '

વેલ હાલમાં વાતો છે કે શાહરૂખ ખાન હવે સલમાન ખાન સાથે એક ફિલ્મમાં નજર આવશે જે ફિલ્મ સંજય લિલા ભણસાલી ડિરેક્ટ કરી રહ્યાં છે. જોકે હજુ સુધી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થઇ નથી. જોકે, વાતો મુજબ સંજય લિલા ભણસાલી બૈજુ બાવરાની રિમેક બનાવવા ઇચ્છે છે.
First published:

Tags: Amitabh Bacchan, Sanjay Leela Bhansali, Shahrukh Khan, Shocked, સલમાન ખાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો