Home /News /entertainment /શાહરુખ ખાનનો પુત્ર આર્યન વેબ સિરીઝ અને ફિલ્મ દ્વારા બોલીવુડમાં કરશે ડેબ્યુઃ રિપોર્ટ
શાહરુખ ખાનનો પુત્ર આર્યન વેબ સિરીઝ અને ફિલ્મ દ્વારા બોલીવુડમાં કરશે ડેબ્યુઃ રિપોર્ટ
આર્યન ખાન બોલિવુડ ડેબ્યુ કરશે!
આર્યન ખાન (Aryan Khan) મલ્ટીપલ આઈડિયાઝ પર કામ કરી રહ્યો છે. જેમાં ફીચર ફિલ્મો અને વેબ સિરીઝ (Web Series) શામેલ હોવાની શક્યતા છે. એક એમેઝોન પ્રાઇમ (amazon prime) માટે વેબ સિરીઝ છે જ્યારે બીજી ખાન-હોમ પ્રોડક્શન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વાર સપોર્ટેડ એક ફિલ્મ છે
શાહરૂખ ખાન (Shah Rukh Khan)નો પુત્ર આર્યન ખાન (Aryan Khan) બોલિવૂડ ડેબ્યૂ (Bollywood debut of Aryan Khan) ની તૈયારી કરી રહ્યો છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આર્યન પોતાના પિતાથી વિપરીત રાઈટર તરીકે તેની શરૂઆત કરશે. શાહરૂખે વારંવાર કહ્યું છે કે, આર્યન એક્ટિંગમાં કારકિર્દી બનાવવા માટે ઉત્સુક નથી. એસઆરકેએ એક વખત કહ્યું હતું કે આર્યન ડિરેક્ટર બનવા માંગે છે. હવે એવું લાગે છે કે આર્યન તે સપનું સાકાર કરવા તરફ આગળ વધી રહ્યો છે
પિંકવિલાના સૂત્રોના મત મુજબ અત્યારે આર્યન મલ્ટીપલ આઈડિયાઝ પર કામ કરી રહ્યો છે. જેમાં ફીચર ફિલ્મો અને વેબ સિરીઝ શામેલ હોવાની શક્યતા છે. તેના દ્વારા રજૂ કરાયેલા અનેક આઈડિયાઝમાંથી હાલ તો બે પ્લોટ લાઈન પસંદ કરવામાં આવી છે - એક એમેઝોન પ્રાઇમ માટે વેબ સિરીઝ છે જ્યારે બીજી ખાન-હોમ પ્રોડક્શન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વાર સપોર્ટેડ એક ફિલ્મ છે. તે ધ બાર્ડ ઓફ બ્લડ ફેમના કો-લેખક બિલાલ સિદ્દીકી (Bilal Siddiqi) સાથે આના પર કામ કરી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુત્રો અનુસાર, એમેઝોન પ્રાઇમ (The Amazon Prime) સીરિઝ થ્રીલ અને રોમાંચથી ભરપૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ફીચર ફિલ્મોની વિગતો હજુ સુધી બહાર આવી નથી. જો બધું બરાબર અને યોગ્ય રીતે ચાલતું રહે તો આ વર્ષે જ પ્લેટફોર્મ દ્વારા શોને લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રિપોર્ટમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, આ આઈડિયા હજુ પણ પ્રિમિટીવ સ્ટેજમાં છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તરફથી તેને ગ્રીન સિગ્નલ આપવામાં આવે ત્યારબાદ જ તેના પર કામ શરૂ કરવામાં આવશે.
શાહરૂખની પુત્રી સુહાના તેના પિતાના કદમો પર ચાલવા અને એક્ટિંગમાં પોતાનો કરિયર બનાવવા માટે આતુર છે. સુહાનાએ થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં એક્ટિંગમાં પોતાનો ઈન્ટ્રસ્ટ દર્શાવ્યો હતો. હાલ તે યુકે અને યુએસમાં ક્રાફ્ટનો અભ્યાસ કરી રહી છે અને તાજેતરમાં જ ભારત પરત ફરી છે. એવી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે સંભવતઃ તે ઝોયા અખ્તર સાથે તેના આગામી પ્રોજેક્ટ થકી બોલીલુડમાં ડેબ્યૂ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર