અહીં સાંભળો શાહરૂખનાં દીકરાનો અવાજ, સિમ્બા બની છવયો આર્યન

‘ધ લાયન કિંગ’ ફિલ્મ 19 જુલાઈએ અંગ્રેજી સહિત હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

News18 Gujarati
Updated: July 11, 2019, 1:41 PM IST
અહીં સાંભળો શાહરૂખનાં દીકરાનો અવાજ, સિમ્બા બની છવયો આર્યન
‘ધ લાયન કિંગ’ ફિલ્મ 19 જુલાઈએ ભારતમાં રિલીઝ થશે.
News18 Gujarati
Updated: July 11, 2019, 1:41 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન માટે આજનો દિવસ ઘણો જ ગર્વનો હશે. કારણ કે આજે તેનો દીકરો આર્યન ખાન ઓફિશિયલી એક કલાકાર તરીકે દુનિયાની સામે આવ્યો છે. 'The Lion King'નું નવું ટીઝર સામે આવ્યું છે. આર્યન ખાને આ ફિલ્મમાં તેનો અવાજ આપ્યો છે.

ફિલ્મમાં મુફાસાના કેરેક્ટર માટે શાહરુખે અને સિમ્બાના કેરેક્ટર માટે શાહરુખના દીકરા આર્યન ખાને અવાજ આપ્યો છે. આર્યન ખાનના અવાજવાળું ‘ધ લાયન કિંગ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. તેમાં આર્યનનો અવાજ એકદમ તેના પિતા શાહરૂખ જેવો જ લાગી રહ્યો છે. ‘ધ લાયન કિંગ’ ફિલ્મ 19 જુલાઈએ અંગ્રેજી સહિત હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.
 

Loading...
View this post on Instagram
 

‪Mera Simba.. #TheLionKing @disneyfilmsindia


A post shared by Shah Rukh Khan (@iamsrk) on


આ ઉપરાંત ફિલ્મમાં અરમાન મલિક, શેરનાઝ પટેલ, નેહા ગર્ગવા, સુનિધિ ચૌહાણ, આશિષ વિદ્યાર્થી, સંજય મિશ્રા,શ્રેયસ તળપદે તથા અસરાનીએ અવાજ આપ્યો છે.

આ પણ વાંચો : શાહરૂખ કરતાં પણ વધુ દિલદાર છે આર્યન ખાન, જુઓ VIDEO

15 વર્ષ પહેલા શાહરુખ અને આર્યને‘ધ ઇન્ક્રેડિબલ્સ’ ફિલ્મમાં સાથે અવાજ આપ્યો હતો. આર્યન ખાનનું નામ આ પહેલા કરણ જૌહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં ચર્ચાતુ હતું.
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...