Home /News /entertainment /Pathaan First Look Out: હાથમાં હથિયાર અને ચહેરા પર લોહી, શાહરૂખ ખાનનાં 'પઠાણ'નો જૂઓ ફર્સ્ટ લૂક

Pathaan First Look Out: હાથમાં હથિયાર અને ચહેરા પર લોહી, શાહરૂખ ખાનનાં 'પઠાણ'નો જૂઓ ફર્સ્ટ લૂક

'પઠાણ'માં SRKનો લૂક

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેની પહેલી ફિલ્મ દીવાના (Deewana) 25 જૂન 1992 રિલીઝ થઇ હતી. ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં તેણે તેની અપકમિંગ ફઇલ્મ પઠાન (Pathaan)નો પહેલો લૂક શેર કર્યો છે. સામે આવ્યો તેમનો કિલર લૂકને જોઇ ફેન્સ બેકાબૂ થઇ રહ્યાં છે. અને તેનાં દિલખોલીને વખાણ કરી રહ્યાં છે. શાહરૂખે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી ક્લિપ શેર કરી છે, જેમાં તેનો ચહેરો ગુસ્સો, લોહી અને વાળ વિખરાયેલા જોવા મળે છે. ક્લિપ શેર કરતાં તેણે લખ્યું- 30 વર્ષ ગણાય નહીં કારણ કે તમારો પ્રેમ અને સ્મિત અનંત છે અને #Pathan સાથે ચાલુ છે. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થતા 25 જાન્યુઆરી, 2023ના રોજ #YRF50 સાથે #Pathanની ઉજવણી કરો. આ સાથે તેણે ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમને પણ ટૅકલ કરી છે. શાહરૂખ ખાન ઝીરોમાં છેલ્લે જોવા મળ્યો હતો તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ લીડ રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષે પણ તેની એક પણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની નથી. ફિલ્મ પઠાણ પણ જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. થોડા મહિના પહેલા તેણે આ ફિલ્મનું ટીઝર પણ શેર કર્યું હતું. તે જ સમયે, શાહરૂખની ગણતરી તે સ્ટાર્સમાં થાય છે આમ તો હેમા માલિનીએ તેમને ફિલ્મ દિલ આશના હૈમાં પ્રથમ તક આપી હતી, પરંતુ આ પહેલા ફિલ્મ દિવાના રિલીઝ થઈ હતી. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 'પઠાણ' સિવાય તે 'જવાન', 'ડંકી' અને 'ટાઈગર 3'માં પણ જોવા મળશે. ફેન્સે શાહરૂખ ખાનનાં લૂક પર કરી કમેન્ટ એક ફેને શાહરૂખ ખાનનો કિલર લૂક જોઇ લખ્યું છે કે, જ્યારે શાહરૂખ ખાન ચાલે છે, ત્યારે નફરત કરનારા બળે છે. એકે લખ્યું- એન્ટ્રી મોડી થઈ શકે છે પણ સૌથી મોટી હશે. એકે લખ્યું- કિંગ ઈઝ બેક. એકે કહ્યું - મારો હીરો અને બીજાએ કહ્યું - પઠાણ ફાયર. બીજાએ લખ્યું- બોલિવૂડનો કિંગ બોલિવૂડ પર કબજો કરવા આવી રહ્યો છે. એકે કહ્યું- જલ્દી પઠાણને મળીશું. એકે લખ્યું- આ અભિનેતા રોકે છે, આ રહ્યો બોલિવૂડનો કિંગ. ઉત્સાહ બતાવતા એકે લખ્યું- બાદશાહ બોલિવૂડને બચાવવા આવ્યો છે ભાઈ. તમને જણાવી દઈએ કે થોડી જ મિનિટોમાં તેની પોસ્ટ પર 6 લાખથી વધુ લાઈક્સ અને કમેન્ટ્સ આવી ગઈ છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેની પહેલી ફિલ્મ દીવાના (Deewana) 25 જૂન 1992 રિલીઝ થઇ હતી. ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં તેણે તેની અપકમિંગ ફઇલ્મ પઠાન (Pathaan)નો પહેલો લૂક શેર કર્યો છે. સામે આવ્યો તેમનો કિલર લૂકને જોઇ ફેન્સ બેકાબૂ થઇ રહ્યાં છે. અને તેનાં દિલખોલીને વખાણ કરી રહ્યાં છે. શાહરૂખે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી ક્લિપ શેર કરી છે, જેમાં તેનો ચહેરો ગુસ્સો, લોહી અને વાળ વિખરાયેલા જોવા મળે છે. ક્લિપ શેર કરતાં તેણે લખ્યું- 30 વર્ષ ગણાય નહીં કારણ કે તમારો પ્રેમ અને સ્મિત અનંત છે અને #Pathan સાથે ચાલુ છે. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થતા 25 જાન્યુઆરી, 2023ના રોજ #YRF50 સાથે #Pathanની ઉજવણી કરો. આ સાથે તેણે ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમને પણ ટૅકલ કરી છે.

શાહરૂખ ખાન ઝીરોમાં છેલ્લે જોવા મળ્યો હતો
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ લીડ રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષે પણ તેની એક પણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની નથી. ફિલ્મ પઠાણ પણ જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. થોડા મહિના પહેલા તેણે આ ફિલ્મનું ટીઝર પણ શેર કર્યું હતું. તે જ સમયે, શાહરૂખની ગણતરી તે સ્ટાર્સમાં થાય છે આમ તો હેમા માલિનીએ તેમને ફિલ્મ દિલ આશના હૈમાં પ્રથમ તક આપી હતી, પરંતુ આ પહેલા ફિલ્મ દિવાના રિલીઝ થઈ હતી. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 'પઠાણ' સિવાય તે 'જવાન', 'ડંકી' અને 'ટાઈગર 3'માં પણ જોવા મળશે.



ફેન્સે શાહરૂખ ખાનનાં લૂક પર કરી કમેન્ટ
એક ફેને શાહરૂખ ખાનનો કિલર લૂક જોઇ લખ્યું છે કે, જ્યારે શાહરૂખ ખાન ચાલે છે, ત્યારે નફરત કરનારા બળે છે. એકે લખ્યું- એન્ટ્રી મોડી થઈ શકે છે પણ સૌથી મોટી હશે. એકે લખ્યું- કિંગ ઈઝ બેક. એકે કહ્યું - મારો હીરો અને બીજાએ કહ્યું - પઠાણ ફાયર. બીજાએ લખ્યું- બોલિવૂડનો કિંગ બોલિવૂડ પર કબજો કરવા આવી રહ્યો છે. એકે કહ્યું- જલ્દી પઠાણને મળીશું. એકે લખ્યું- આ અભિનેતા રોકે છે, આ રહ્યો બોલિવૂડનો કિંગ. ઉત્સાહ બતાવતા એકે લખ્યું- બાદશાહ બોલિવૂડને બચાવવા આવ્યો છે ભાઈ. તમને જણાવી દઈએ કે થોડી જ મિનિટોમાં તેની પોસ્ટ પર 6 લાખથી વધુ લાઈક્સ અને કમેન્ટ્સ આવી ગઈ છે.
First published:

Tags: Deepika Padukone, John Abraham, Pathaan, Shahrukh Khan