ધર્મ પર શાહરુખ ખાને કહ્યું - હું મુસલમાન, પત્ની હિન્દુ અને બાળકો હિન્દુસ્તાની

News18 Gujarati
Updated: January 26, 2020, 10:26 PM IST
ધર્મ પર શાહરુખ ખાને કહ્યું - હું મુસલમાન, પત્ની હિન્દુ અને બાળકો હિન્દુસ્તાની
પરિવાર સાથે શાહરુખ ખાન

શાહરુખે કહ્યું - અમે ક્યારેક હિન્દુ-મુસલમાન પર વાત કરી નથી

  • Share this:
મુંબઈ : બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાને (Shahrukh Khan)ફરી એક વખત ધર્મ પર ખુલીને વાત કરી છે. આ વખતે તેણે પોતાના બાળકોને ધર્મને લઈને પોતાના વિચાર જાહેર કર્યા છે. શાહરુખ ખાને એક ટીવી રિયાલિટી શો માં કહ્યું હતું કે મારી પત્ની હિન્દુ છે, હું મુસલમાનુ છું અને મારા બાળકો હિન્દુસ્તાની છે. શાહરુખ ખાનના આ નિવેદનવાળો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન ઘણી વખત ધર્મ અને દેશની સ્થિત સાથે સંબંધિત નિવેદન કરીને ટિકાનો સામનો કરી ચૂક્યો છે. તેની ઘણી વખત સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો છે. જોકે આ વખતે તેના નિવેદનના કારણે તેની પ્રશંસા થઈ રહી છે.

શાહરુખે ઘણી વખત કહ્યું છે કે સોશિયલ મીડિયામાં એક એવી ગેંગ છે. જે તેની ફિલ્મ આવતા જ તેને ના જોવાનું અભિયાન ચલાવવા લાગે છે. જોકે હવે શાહરુખ ધીરે-ધીરે પોતાની છાપ બદલી રહ્યો છે.

આ પણ વાંચો - 100 વર્ષના થયા આ ભારતીય ક્રિકેટર, કેક લઈને પહોંચ્યા સચિન અને સ્ટિવ વો

‘ડાન્સ પ્લસ 5’ પર વાત કરતા શાહરુખે કહ્યું હતું કે અમે ક્યારેક હિન્દુ-મુસલમાન પર વાત કરી નથી. મારી પત્ની છે તે હિન્દુ છે. હું મુસલમાન છું અને મારા જે બાળકો છે તે હિન્દુસ્તાની છે. તે સ્કૂલમાં ગયા તો સ્કૂલમાં ભરવું પડતું હતું કે તમારો ધર્મ કયો છે. મારી પુત્રી નાની હતી તો તેણે એક વખત મને પૂછ્યું હતું કે પાપા આપણે કયા ધર્મના છીએ? તો મે તેના ફોર્મમાં પણ ઇન્ડિયન લખ્યું હતું. કોઈ રિલીજન નથી અને હોવો પણ જોઈએ નહીં.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर