Home /News /entertainment /Shahrukh Khan : ડૂબતા કરિયર વચ્ચે શાહરૂખ ખાન પહોંચ્યો મક્કા, ઉમરાહની તસવીરો વાયરલ

Shahrukh Khan : ડૂબતા કરિયર વચ્ચે શાહરૂખ ખાન પહોંચ્યો મક્કા, ઉમરાહની તસવીરો વાયરલ

પોતાની ફિલ્મ હિટ થાય તે માટે શાહરૂખ ખાન મક્કા પહોંચી ગયો હતો

શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ફરી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તે મક્કા પહોંચ્યો છે અને ઉમરાહ કરી છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે સફેદ કપડામાં જોવા મળી રહ્યો છે.

    શાહરૂખ ખાન માટે છેલ્લા કેટલાક વર્ષો સારા રહ્યા નથી. 2015માં આવેલી 'દિલવાલે' પછી તેની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ રહી હતી. તે પોતાનો કિંગ ખાન ચાર્મ બનાવી શક્યો નથી. ચાર વર્ષ બાદ તે 'પઠાણ' દ્વારા ફરીથી પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે.

    પોતાની ફિલ્મ હિટ થાય તે માટે શાહરૂખ ખાન મક્કા પહોંચી ગયો હતો. ત્યાં તેણે સફેદ વસ્ત્રોમાં ઉમરાહ કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

    આ પણ વાંચો : ઉર્ફી જાવેદ સાથે પંગો લેવો ચેતન ભગતને પડ્યો ભારે, એક્ટ્રેસે એક ફોટોથી જ બોલતી બંધ કરી નાંખી

    ખરેખર, શાહરૂખ ખાને સાઉદી અરેબિયામાં ફિલ્મ ડંકીનું શૂટિંગ શેડ્યૂલ પૂરું કર્યું હતું. જે બાદ તેઓ મક્કા પહોંચ્યો. જો કે પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ઉમરાહ કરવા માટે મક્કા પહોંચી રહ્યો છે. જેની હવે પુષ્ટિ થઈ ગઈ છે.



    ત્યાંના એક પત્રકારે ટ્વિટ કર્યું કે કિંગ ખાને મક્કા પહોંચ્યા બાદ ઉમરાહ કરી હતી. તેની તસવીરો સામે આવી છે. જેમાં શાહરૂખ ખાન સફેદ કપડામાં જોવા મળી રહ્યો છે. તેમની ચારે બાજુ સઘન સુરક્ષા દેખાઈ રહી છે.

    શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થઈ


    હકીકતમાં, ઉમરાહમાં, પુરુષો સિલાઇ વગરના બે ટુકડામાં સફેદ વસ્ત્ર પહેરે છે. શાહરૂખ ખાને પણ સફેદ વસ્ત્ર પહેર્યુ હતુ. તેનું આ સ્વરૂપ પ્રથમવાર જોવા મળ્યું. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા 'બાદશાહ' ખાને ટ્વીટ કરીને ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે પૂરી થઈ હતી.

    આ પણ વાંચો :HOT! 20 વર્ષની આ હસીનાએ એવી-એવી જગ્યાએ કરાવ્યા ટેટૂ, પ્રાઇવેટ ફોટોઝ જોઇને ફેન્સ થયા પાણી પાણી

    તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' જાન્યુઆરી 2023માં સિલ્વર સ્ક્રીન પર આવવાની છે. આ ફિલ્મ, જેમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સિવાય તે 'જવાન' અને 'ડાંકી'માં જોવા મળશે. આ બંને ફિલ્મો પણ વર્ષ 2023માં જ રિલીઝ થવાની છે.


    શાહરૂખ ખાન વર્ષ 2023માં ત્રણ ફિલ્મોમાં જોવા મળશે


    ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 'ઝીરો' હતી, જેણે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી ન હતી. અગાઉ 'ફેન' અને 'જબ હેરી મેટ સેજલ' આવી હતી. પરંતુ તે પણ ફ્લોપ સાબિત થઈ.



    કહેવાય છે કે ચાર વર્ષ સુધી સ્ક્રીનથી દૂર રહ્યા બાદ તેણે ઘણી સ્ક્રિપ્ટ વાંચી અને રોમેન્ટિક હીરોની ઈમેજ છોડીને કંઈક અલગ કરવાનો પ્લાન બનાવ્યો. 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' ફિલ્મોમાં કિંગ ખાન એક અલગ જ અવતારમાં જોવા મળશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood actor, Bollywood Latest News, Shahrukh Khan, Shahrukh Khan and Suhana Khan

    विज्ञापन
    विज्ञापन