Home /News /entertainment /શાહરૂખ ખાનનો આવો 'ધાંસૂ' લુક ક્યારેય નહીં જોયો હોય, કિંગ ખાનનો આ ફોટો જોઇને રહી જશો હક્કા-બક્કા
શાહરૂખ ખાનનો આવો 'ધાંસૂ' લુક ક્યારેય નહીં જોયો હોય, કિંગ ખાનનો આ ફોટો જોઇને રહી જશો હક્કા-બક્કા
આ ફોટોઝ વાયરલ થયા પછી તરત જ યુઝર્સે તેમના પર તાબડતોબ રિએક્શન આપવાનું શરૂ કર્યું.
શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ 'પઠાણ' બાદ હવે ફેન્સ તેની અપકમિંગ ફિલ્મોને લઈને એક્સાઇટેડ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સ વિશે અવનવી પોસ્ટ શેર કરતા રહે છે. આ દરમિયાન શાહરૂખનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને કેટલાક ફેન્સ કન્ફ્યુઝ થઈ ગયા છે, ત્યારે એક યુઝરે લખ્યું- શાહરૂખ ખાન તેમાં ઈલોન મસ્કની જેવો લાગી રહ્યો છે.
નવી દિલ્હી: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને (Shah Rukh Khan) પોતાની એક્ટિંગ કરિયરમાં દરેક પ્રકારના રોલ કર્યા છે. કિંગ ખાને પણ પોતાના દરેક કિરદારથી ફેન્સનું દિલ જીતી લીધું છે. પરંતુ કેટલાંક રોલ એવા છે જેમાં દર્શકોએ તેને ક્યારેય જોયો નથી. આવો જ એક રોલ રેમ્બો (Rambo )ફિલ્મમાં જોન રેમ્બોનો હતો.
આ કેરેક્ટર એક્ટર ટાઈગર શ્રોફને આપવામાં આવ્યું હતું, પરંતુ તેની ફિલ્મ પછીથી ડબ્બાબંધ થઇ ગઇ હતી. હવે શાહરૂખના રેમ્બો લુકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાનને ફેન્સે અત્યાર સુધી લગભગ દરેક પ્રકારના રોલમાં જોયો છે. પરંતુ તેના કેટલાક ફેન્સ તેને રેમ્બો લુકમાં પણ જોવા માંગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તેની તસવીર જોઈને આ વાત કહી શકાય.
કિંગ ખાનનો આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક્ટરના આ લુકને જોઈને ફેન્સ ખૂબ જ મૂંઝવણમાં છે અને તેની સરખામણી કોઈને કોઈ સાથે કરી રહ્યા છે. જો કે , શાહરૂખ સિવાય અજય દેવગન અને કુણાલ ખેમુનો લુક પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયો શાહરૂખનો રેમ્બો લુક
હકીકતમાં આ દિવસોમાં શાહરૂખ ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમે આ પોસ્ટમાં જે લુકની વાત કરી રહ્યા છીએ તે શાહરૂખનો રેમ્બો લૂક છે. જેને ટ્વિટર યુઝર 'લેઝી એટ' દ્વારા બનાવવામાં આવ્યું છે. આ નામના એક ટ્વિટર યુઝરે પોતાના હેન્ડલ પર ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તેણે બોલિવૂડ સ્ટાર્સને હોલીવુડના અલગ-અલગ કેરેક્ટરમાં દર્શાવ્યા છે. આમાં શાહરૂખ ખાનને પણ રેમ્બોના કેરેક્ટરમાં દર્શાવવામાં આવ્યો છે.
ફેન્સ આપી રહ્યાં છે તાબડતોબ રિએક્શન
સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવતાં જ ફેન્સ મૂંઝવમમાં મૂકાઇ ગયા છે કે કદાચ શાહરૂખ કોઈ ફિલ્મમાં નવા લૂકમાં જોવા મળશે. આ ફોટોઝ વાયરલ થયા પછી તરત જ યુઝર્સે તેમના પર તાબડતોબ રિએક્શન આપવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ આમાં શાહરૂખ ખાનની તુલના ઈલોન મસ્ક સાથે પણ કરી છે, જ્યારે એક યુઝરે લખ્યું છે કે એવું લાગે છે કે ઈલોન મસ્કે સ્ટીરોઈડ લઇ લીધા છે.
અજય દેવગન અને કુણાલ ખેમુના લુક્સની પણ ચર્ચા
વાયરલ થઈ રહેલી તસવીરો એકલો શાહરૂખ ખાનની નથી, આ સિવાય આ પોસ્ટમાં અજય દેવગન અને કુણાલ ખેમુનો લૂક પણ રિક્રિએટ કરવામાં આવ્યો છે. એક તસવીરમાં અજય દેવગન ફિલ્મ 'ગ્લેડિએટર'ના કેરેક્ટર મેક્સિમસના લૂકમાં જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં કુણાલ ખેમુ 'ધ ડાર્ક નાઈટ'ના જોકરના અંદાજમાં જોવા મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર