Home /News /entertainment /SHAHRUKH KHAN ON PATHAN: પઠાણની સફળતા છતાં શાહરુખ ખાનને કેમ ગામડે ભાગી જવું છે? વિવાદ બાદ પહેલી વાર તોડ્યું મૌન

SHAHRUKH KHAN ON PATHAN: પઠાણની સફળતા છતાં શાહરુખ ખાનને કેમ ગામડે ભાગી જવું છે? વિવાદ બાદ પહેલી વાર તોડ્યું મૌન

shahrukh khan pathan

SHAHRUKH KHAN REACTION ON PATHAN SUCCESS: ફિલ્મ પઠાણે બૉક્સ ઑફિસના રેકોર્ડ તોડી પાડ્યા છે. આ બાબતે શાહરૂખ ખાને પોતાની ફિલ્મ પઠાણ પર પ્રતિક્રિયા આપી છે.

PATHAN SHAHRUKH KHAN: શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ફિલ્મ પઠાણ (Pathaan) ઘણા વિરોધ બાદ આખરે રિલીઝ થઈ અને હવે બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ પઠાણે બૉક્સ ઑફિસના રેકોર્ડ તોડી પાડ્યા છે. આ બાબતે શાહરૂખ ખાને પોતાની ફિલ્મ પઠાણ પર પ્રતિક્રિયા આપી છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ફિલ્મ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. શાહરુખ પણ ચાર વર્ષ બાદ મોટા પડદે જોવા મળ્યો છે. ફિલ્મ વિશ્વભરમાં હાલ સુધી રૂ. 300 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન (box office collection of Pathaan) ને વટાવી ચૂકી છે. બાહુબલી 2 અને RRR ના ફિલ્મના રેકોર્ડ તોડવા સાથે શાહરૂખે મજાકમાં કહ્યું કે તેને લાગે છે કે તે તેના ગામડે જવા તૈયાર છે.

દિલ્હીમાં જન્મેલા અભિનેતાએ શનિવારે આસ્ક એસઆરકે સેશન દરમિયાન બોક્સ ઓફિસ કલેક્શન પર તેની પ્રતિક્રિયા શેર કરી હતી. એક ફેને તેને પૂછ્યું, “#પઠાન યે રેકોર્ડ દેખને કે બાદ આપકો કૈસા લગ રહા હૈ? @iamsrk #AskSRK." શાહરૂખે તેના પર જવાબ આપતા કહ્યું, "હા હા લગતા હૈ અબ ગાંવ વાપીસ ચલા જાઉં!!"



જ્યારે એક ફેને તેને પૂછ્યું, “પઠાન કા પબ્લિક રિસ્પોન્સ દેખ કૈસા લગ રહા? #AskSRK @iamsrk," શાહરૂખે જવાબ આપ્યો, "નાચો ગાઓ હંસો ક્યા પતા કલ હો ના હો....લેકિન સબ કરો થોડા પ્યાર સે. જ્યારે તમે પઠાણની ઉજવણી કરી રહ્યા હો ત્યારે એકબીજાનું ધ્યાન રાખો." અન્ય એક ચાહકે તેને પૂછ્યું, “સર @iamsrk #PathaanMovie ના કલેક્શનને જોઈ તમને કેવું લાગી રહ્યું છે? #AskSRK." શાહરૂખે તેનો જવાબ આપતા કહ્યું, "ભાઈ નંબર ફોનના હોય છે અમે તો ખુશીઓ ગણીએ છીએ...#પઠાન." શાહરુખની પ્રતિક્રિયાઓ જોતા કહી શકાય કે તેને એમ જ બોલીવુડના કિંગખાન નથી કહેવાતો.

આ પણ વાંચો: GANDHI GODSE REVIEW: ગાંધી ગોડસે વચ્ચે જબરદસ્ત વિચારયુદ્ધ! કેવી છે ફિલ્મ? પઠાણ સામે ટકી શકશે ખરી?


પઠાણે પહેલાથી જ વિશ્વભરમાં રૂ. 300 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે, તેણે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે તેની રિલીઝના માત્ર ત્રણ દિવસમાં એસએસ રાજામૌલીની બાહુબલી 2 નો બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યો છે. શુક્રવારે આ ફિલ્મ રૂ. 38 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી.

" isDesktop="true" id="1329630" >

અહીં ઉલ્લેખનીય છે કે, તે તેના પ્રથમ દિવસની તુલનામાં 50 ટકાથી પણ ઓછો ઘટાડો હતો. ત્રણ દિવસની કુલ રૂ. 163 કરોડની નેટ સાથે, પઠાણે બાહુબલી 2 (રૂ. 127 કરોડ નેટ) અને KGF 2 (રૂ. 140 કરોડ નેટ) દ્વારા અગાઉ કરેલ વીકેન્ડ રેકોર્ડને વટાવી દીધા છે. ફિલ્મનું ઓલ ઓવર બોક્સ ઓફિસ કલેક્શન વૈશ્વિક સ્તરે રૂ. 313 કરોડ છે. પઠાણ તેના ઓપનિંગ વીકેન્ડમાં વિશ્વભરમાં રૂ. 300 કરોડનું કલેક્શન કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો