Home /News /entertainment /Zero trailer: શાહરૂખે કહ્યું, આ મારા કરિઅરનો સૌથી મુશ્કેલ રોલ

Zero trailer: શાહરૂખે કહ્યું, આ મારા કરિઅરનો સૌથી મુશ્કેલ રોલ

ઝીરોનું પોસ્ટર

આ ફિલ્મને આનંદ એલ રાયનાં ડિરેક્શનમાં બનાવવામાં આવી છે. બોક્સ ઓફિસ પર છેલ્લા ઘણાં સમયથી શાહરૂખ ખાનની કોઇ દમદાર ફિલ્મ આવી નથી

    મુંબઇ: શાહરૂખ ખાનનો આજે 53મો જન્મ દિવસ છે. આજનાં દિવસે જ તેની અપકમિંગ ફિલ્મ 'ઝિરો'નું ટ્રેલર બપોરે 3 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં ક્રિસમસ વિકમાં આવશે. 21 ડિસેમ્બરનાં રોજ તે રિલીઝ થઇ રહી છે. ગુરૂવારે રાતથી જ શાહરૂખ ખાનનાં બંગ્લાની સામે ચાહકોની ભારે ભીડ જમા થઇ ગઇ છે. તો સેલિબ્રિટીઝ પણ શાહરૂખ ખાનને મળવા જઇ રહ્યાં છે.

    શાહરૂખનાં આ જન્મ દિવસે જ તેની ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મને આનંદ એલ રાયનાં ડિરેક્શનમાં બનાવવામાં આવી છે. બોક્સ ઓફિસ પર છેલ્લા ઘણાં સમયથી શાહરૂખ ખાનની કોઇ દમદાર ફિલ્મ આવી નથી. ત્યારે આ સમયે ઝીરો તેનાં માટે કેટલી સફળ રહે છે તે તો ફિલ્મનાં ટ્રેલરથી જ જાણવા મળશે.

    " isDesktop="true" id="809214" >

    ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ લિડ રોલમાં છે. બાકી ફિલ્મનું ટિઝર તો દર્શકોને પસંદ પડી જ રહ્યું છે.







    ફિલ્મની કહાની પણ ઘણી જ અલગ છે તેથી હવે જોવું એ રહેશે કે દર્શકોને થિએટર સુધી આકર્ષવામાં ફિલ્મ કેટલી સફળ રહે છે

    આ પણ વાંચો-
    -યોન શોષણમાં આરોપમાં ફસાઇ રજનીકાંતની કો-સ્ટાર, મહિલા આર્ટિસ્ટે લગાવ્યો આરોપ
    -B'day: 18 વર્ષની ઉંમરે શાહરૂખને થયો તો 14 વર્ષની ગૌરી સાથે પ્રેમ
    -બોલિવૂડનાં આ સેલિબ્રિટી કપલે શેર કર્યો વર્કઆઉટ ફોટો, ઓળખો કોણ છે તે?
    -'હાઉસફૂલ-4'માંથી નાના પાટેકર OUT, 'બાહુબલી'નો સંબંધી IN
    Published by:Margi Pandya
    First published:

    Tags: Movie Zero, Shahrukh Khan

    विज्ञापन
    विज्ञापन