Home /News /entertainment /શાહરૂખ ખાનનાં બંગલા 'મન્નત'ની રૂ. 25 લાખની હીરાજડિત નેમપ્લેટ ગૂમ

શાહરૂખ ખાનનાં બંગલા 'મન્નત'ની રૂ. 25 લાખની હીરાજડિત નેમપ્લેટ ગૂમ

મન્નતની નેમપ્લેટ ગૂમ

Mannat Nameplate Missing: 'મન્નત'ની આ નેમપ્લેટ હિરાજડીત હતી અને તેની કિંમત 25 લાખ રૂપિયા છે. આવું ક્યારેય નથી બન્યું કે શાહરૂખ ખાનનાં બંગ્લા 'મન્નત' પાસે જઇએ અને તેનું નામ વાંચવા ન મળે. પણ આવું પહેલી વખત બન્યું છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શાહરૂખ ખાનનાં (Shahrukh Khan) બંગલા મન્નતની (Mannat) નેમપ્લેટ ગત મહિને જ બદલાવામાં આવી હતી અને ત્યારથી જ શાહરૂખ ખાનનો બંગલો ચર્ચામાં હતો અને ફરી એક વખત શાહરૂખ ખાનનો બંગલો અને તેની નેમ પ્લેટ ચર્ચામાં છે. કારણ છે. આ નેમપ્લેટ ગૂમ છે. આ નેમપ્લેટ હિરાજડીત હતી અને તેની કિંમત 25 લાખ રૂપિયા છે. આવું ક્યારેય નથી બન્યું કે શાહરૂખ ખાનનાં બંગ્લા 'મન્નત' પાસે જઇએ અને તેનું નામ વાંચવા ન મળે. પણ આવું પહેલી વખત બન્યું છે.

મન્નતની નેમપ્લેટ ગૂમ


રિપોર્ટ્સના અનુસાર, મન્નતની નવી અને કીમતી નેમપ્લેટમાંથી એક ડાયમંડ નીકળી ગયો હતો, જેને કારણે એને રિપેરિંગ કરવા માટે કાઢવામાં આવી છે. એ શાહરુખના ઘરમાં જ છે. તેને રિપેર કર્યા બાદ ટુંક સમયમાં ફરીથી લગાવવામાં આવશે. નેમપ્લેટ મિસિંગ થવાને કારણે શાહરુખના દરવાજે આવીને ફોટો પડાવતાં ફેન્સ નિરાશ થઇને પાછા ફરી જાય છે.

આ પણ વાંચો: NCB તરફથી ક્લિન ચિટ મળ્યાં બાદ હવે નવાં શો માટે અમેરિકા જશે આર્યન ખાન

ગૌરીએ ડિઝાઇન કરી છે આ નેમપ્લેટ

રિપોર્ટ્સના અનુસાર, શાહરુખની પત્ની ગૌરી ખાનના સુપરવિઝનમાં આ નેમપ્લેટને તૈયાર કરવામાં આવી હતી, જે એક ઈન્ટીરિયર-ડિઝાઈનર છે. ગૌરી ઈચ્છતી હતી કે તેના ઘરની નેમપ્લેટ કંઈક અલગ હોય. રિપોર્ટમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌરીને તેના બંગલા માટે કંઈક ક્લાસિક જોઈતું હતું, જે તેની ફેમિલીના સ્ટાન્ડર્ડને મેચ કરી શકે, તેથી તેણે આ નેમપ્લેટ પસંદ કરી. એની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Mananat bungalow, Shah Rukh Khan