શાહરૂખ ખાન અને સલમાન ખાન કરશે બુર્ઝ ખલીફા પર ફાઇટ? ફેન્સ થયા રોમાન્ચિત

શાહરૂખ ખાન અને સલમાન ખાન કરશે બુર્ઝ ખલીફા પર ફાઇટ? ફેન્સ થયા રોમાન્ચિત
(PHOTO: Instagram/iamsrk/beingsalmankhan)

એવી ખબર આવે છે કે, બુર્ઝ ખલીફા પર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની સાથ સાથે સલમાન ખાન (Salman Khan) પણ સ્ટંટ કરે છે. ફિલ્મ 'પઠાન' (Pathan)માં દર્શકોને સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાનની ફાઇટ જોવા મળે છે. સલમાન ખાન તેમાં તેનાં ટાઇગર ફ્રેન્ચાઇઝી વાળા રોલમાં નજર આવી શકે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શાહરૂખ ખાન (Shahrukh Khan)ની લાંબા સમયથી કોઇ ફિલ્મ રિલીઝ થઇ નથી. ફેન્સને તેમની અપકમિંગ ફિલ્મ પઠાણ (Pathan)ની રિલીઝનાં ઇન્તઝાર છે. હાલમાં મળતી માહિતી મુજબ, સલમાન ખાન ફિલ્મ 'પઠાણ'માં કેમિયો કરશે. આ ખબરની પુષ્ટિ પોતે સલમાન ખાને (Salman Khan) તેનાં શો 'બિગ બોસ 14'નાં વિકેન્ડનાં વાર પર કરી છે. શાહરૂખ ખાન (Shahrukh Khan), દીપિકા પાદુકોણ અને જોહ્ન અબ્રાહમની ફિલ્મ પઠાણનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ અંગે એક મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાન અને શાહરૂખ ખાન બુર્ઝ ખલીફાનાં ટોપ પર લડતા નજર આવશે.

  જ્યારે આ ખબર દર્શકોની વચ્ચે આવી તો ફેન્સનો ઉત્હાસ ફિલ્મ અંગે વધી ગયો છે. દર્શકો ફિલ્મ અંગે ઘણી રોમાંચિત થઇ ગઇ છે. બોલિવૂડ હંગામાની રિપોર્ટ મુજબ સલમાન ખાન જલદી જ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' ની શૂટિંગ માટે યૂએઇ રવાના થશે. બંને વચ્ચે ફાઇટ દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્ઝ ખલીફા પર થઇ છે. આ મેકર્સની યોજના છે. તે ઇચ્છે છે કે, સલમાન ખાન અને શાહરૂખ ખાનની વચ્ચે થનારી એક્શન બુર્ઝ ખલીફાનાં ટોપ પર ફિલ્માવવામાં આવે. રિપોર્ટ્સ મુજબ 'પઠાણ'માં સમલાન ખાન તેનાં ટાઇગર ફ્રેન્ચાઇઝી વાળા રોલમાં નજર આવશે. બંનેનાં એક્શન સીન એટલાં જબરદસ્ત હશે કે દર્શકો સિનેમાઘરોમાં તેમનાં દાંત તળે આંગળી દબાવવાં મજબૂર થઇ જશે.  આપને જણાવી દઇએ કે, સલમાન ખાન ફિલ્મ 'પઠાણ' પહેલાં શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ', 'ઓમ શાંતિ ઓમ' અને ઝીરોમાં કેમિયો કરી ચૂક્યો છે. આ ઉપરાંત શાહરૂખ પણ સલમાન ખાનની ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા' અને 'ટ્યૂબલાઇટ'માં નજર આવી ચુક્યો ચએ.

  સલમાન ખાન હાલમાં જ ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તે તેનાં બનેવી આયુષ શર્માની સાથે લીડ રોલમાં નજર આવશે. આ ઉપરાંત એક્ટર તે 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'ની રિલીઝનો આતુરતાથી ઇન્તેઝાર થઇ રહ્યો છે. ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ આ વર્ષે ઇદ પર રિલીઝ થશે.
  Published by:Margi Pandya
  First published:February 16, 2021, 15:48 pm

  ટૉપ ન્યૂઝ