Home /News /entertainment /પ્લીઝ ભાઈ મદદ કરો: જો 25 તારીખે પઠાન ફિલ્મ નહીં જોઉં તો આત્મહત્યા કરી લઈશ, ટિકિટ ખરીદવાના નથી પૈસા

પ્લીઝ ભાઈ મદદ કરો: જો 25 તારીખે પઠાન ફિલ્મ નહીં જોઉં તો આત્મહત્યા કરી લઈશ, ટિકિટ ખરીદવાના નથી પૈસા

શાહરુખ ખાનના ચાહકે રડતા રડતા વીડિયો શેર કર્યો

બોલિવૂડ ફિલ્મ અને તેના કલાકારોની લોકોમાં ગજબની દિવાનગી હોય છે. ફેન્સ પોતાના પસંદગીના સ્ટારને મળવા અથવા તેમની સાથે ફોટો ક્લિક કરવા માટે થઈને કંઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે.

    VIRAL VIDEO: બોલિવૂડ ફિલ્મ અને તેના કલાકારોની લોકોમાં ગજબની દિવાનગી હોય છે. ફેન્સ પોતાના પસંદગીના સ્ટારને મળવા અથવા તેમની સાથે ફોટો ક્લિક કરવા માટે થઈને કંઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે. તાજેતરમાં આવો જ ફેન સામે આવ્યો છે, જે શાહરુખ ખાનનો બહુ મોટો ચાહક છે. આપને જણાવી દઈએ કે, હાલમાં શાહરુખની ફિલ્મ પઠાનને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, કેમ કે આ ફિલ્મ શરુઆતથી વિવાદોમાં રહી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને બે ભાગલા પડી ગયા છે. એક વર્ગ આ ફિલ્મનો બહિષ્કાર કરી રહી છે, તો વળી બીજો વર્ગ ફિલ્મને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જો કે, નેક્સ્ટ લેવલના ફેન્સ માટે આ કોઈ બાબતો મહત્વની નથી, તેમના માટે તો તેમના મનપસંદ એક્ટર ફિલ્મમાં હોય એટલે વાત પુરી.

    ચાહકો પોતાની પસંદગીના કલાકારો માટે ઘણી વાર હદ પાર કરી નાખતા હોય છે. આવો જ એક શખ્સ શાહરુખ ખાનનો જબરો ફેન્સ છે. તેણે અપકમિંગ ફિલ્મ પઠાનને લઈને પોતાની દિવાનગી અને મજબૂરી બંને વ્યક્ત કરી છે. શાહરુખ ખાનના એક ફેન્સ ટ્વિટર પર રડતા રડતા વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે, જો તે પઠાન ફિલ્મ નહીં જોવે તો, 25 જાન્યુઆરીએ આત્મહત્યા કરી લેશે. ફેનનું કહેવુ છે કે, તે પૈસાની તંગીના કારણે આ ફિલ્મની ટિકિટ ખરીદી શકતો નથી. અને તે શાહરુખ ખાનનો બહુ ફોટો ચાહક છે, એટલા માટે તે આ ફિલ્મ જોવા માગે છે. જો આવું નહીં થાય તો, તે આત્મહત્યા કરી લેશે.



    સોશિયલ મીડિયા પર રડતા રડતા વીડિયો પોસ્ટમાં ચાહકે અન્ય લોકો પાસેથી મદદ માગી છે. જેનાથી તે પઠાન ફિલ્મની ટિકિટ ખરીદી શકે. શાહરુખ ખાનના ફેન્સનું નામ રિયાન હોવાનું કહેવાય છે. રિયાને સોશિયલ મીડિયા પર બે પોસ્ટ કરી છે. જેમાં તે પઠાન ફિલ્મને પ્રથમ દિવસે ફર્સ્ટ શોમાં ટિકિટ ખરીદવા માટે મદદ કરવાની ભલામણ કરી રહ્યો છે. રિયાને રડતા રડતા કહ્યું કે, હું પઠાન ફિલ્મ ક્યારેય નહીં જોઈ શકું. હું શાહરુખ ખાનનો બહુ મોટો ચાહક છું. હું શાહરુખ ખાનને પ્રેમ કરુ છું. પણ મારી પાસે પૈસા નથી, એટલા માટે હું પઠાન ફિલ્મ જોઈ શકીશ નહીં. મારી કોઈ મદદ નથી કરતું. મને પઠાન ફિલ્મની એક ટિકિટ કરાવી આપો પ્લીઝ. પ્લીઝ ભાઈ. નહીંતર હું મારો જીવ આપી દઈશ, તળાવમાં કુદીને મરી જઈશ.

    રિયાનના આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ કમેન્ટ કરવાનું શરુ કર્યું હતું. ઘણા લોકોએ આ વીડિયો ડિલીટ કરીને પોતાનું ડીએમ ચેક કરવાની સલાહ આપી દીધી અને કહ્યું કે, ઘણા બધાં શાહરુખના ફેન્સ તારી મદદ કરવા માટે તૈયાર છે. એટલા માટે વીડિયો ડિલીટ કરીને ડીએમ ચેક કર. ઘણા ફેન્સે તેને ટિકિટ આપવાની અને મોકલાવાની પણ વાત કહી છે. લોકોએ રિયાનનું લોકેશન માગ્યું છે અને તેની ટિકિટ બુક કરીને મોકલી રહ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Bollywood Actors, Latest viral video, Shahrukh Khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन