રસપ્રદ : શાહરૂખ ખાને જ્યારે હોળીના અવસર પર દિવ્યા ભારતીને કર્યું હતું પ્રપોઝ - Video
રસપ્રદ : શાહરૂખ ખાને જ્યારે હોળીના અવસર પર દિવ્યા ભારતીને કર્યું હતું પ્રપોઝ - Video
શાહરૂખ ખાન દિવાના ફિલ્મ દિવ્યા ભારતી પ્રપોઝ
શાહરૂખ ખાને (Shah Rukh Khan) ફિલ્મ 'દીવાના'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં ઋષિ કપૂર (Rishi Kapoor) અને દિવ્યા ભારતી (Divya Bharti) પણ મુખ્ય ભૂમિકામાં હતા. તે સમયે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો
શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને બોલિવૂડનો સૌથી રોમેન્ટિક હીરો (Bollywood Romantic Hero) કહેવામાં આવે છે. તેણે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કુછ કુછ હોતા હૈ' અને 'જબ તક હૈ જાન' જેવી ફિલ્મોમાં ચાહકોને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની નવી રીતો શીખવી. પરંતુ તેની પાસે એક એવી ફિલ્મ એવી છે, જેમાં તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે હોળીનો દિવસ પસંદ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની સાવ અલગ રીત પણ અપનાવી હતી. અમે વાત કરી રહ્યા છીએ તેની પહેલી ફિલ્મ 'દીવાના' (Shah Rukh Khan Debut Film) ની. આમાં તે દિવ્યા ભારતી (Divya Bharti) ને પ્રપોઝ કરતો જોવા મળે છે, જે એક વિધવા મહિલાનો રોલ કરે છે.
શાહરૂખ ખાને ફિલ્મ 'દીવાના'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં ઋષિ કપૂર અને દિવ્યા ભારતી પણ મુખ્ય ભૂમિકામાં હતા. તે સમયે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં શાહરૂખે રાજા સહાય નામના એક યુવાન છોકરાની ભૂમિકા ભજવી હતી, જે એક વિધવા છોકરીના પ્રેમમાં પડે છે. ઘણી હિંમત પછી રાજા હોળીનો દિવસ પસંદ કરે છે. હોળીના અવસર પર આ દ્રશ્ય સાથે સંબંધિત એક વીડિયો પણ વાયરલ થયો છે.
શાહરૂખ ખાનના પ્રપોઝ કરવાની અલગ સ્ટાઇલ
વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન ધીરે ધીરે દિવ્યા ભારતી તરફ આગળ વધે છે. અને તેમને ગુસ્સાથી જુએ છે. પછી પોતાના પ્રેમને એકદમ અલગ રીતે વ્યક્ત કરે છે. તે કહે છે, “હું લાચાર છું. હું તારા પ્રેમમાં પડી ગયો છું." આના પર દિવ્યા કહે છે, "પણ તને પ્રેમ નથી કરતી." ત્યારે શાહરૂખ કહે છે, "પણ તમે કોઈને પ્રેમ કરતા રોકી તો નથી શકતા ને."
શાહરૂખ ખાન આગળ કહે છે, “મારે શું કરવું જોઈએ? મને કહો કે શું કરુ જેથી તમને ખાતરી થઈ શકે. શું મારો જીવ આપી દઉ? શું હું મરી જાઉં?" આ પછી દિવ્યા કહે છે, "મેં એવું નથી કહ્યું." આ પછી બંનેની આંખો-આંખોમાં વાત છે. શાહરૂખ હસવા લાગે છે અને તેના પર ગુલાલ ઉડાડે છે. અને કહે છે, "આભાર જાન બક્ષવા માટે."
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર