SSR Death Anniversary: SRKની DDLJએ બદલી નાખ્યું હતું સુશાંતનું જીવન, એક સમયે સંભળાવ્યો હતો કિસ્સો

FILE PHOTO

શાહરૂખ ખાને તેના પર કેવી ઊંડી અસર કરી. આ અસરે માત્ર એક સ્ટાર તરીકે જ નહીં પરંતુ તે કોણ છે? તે અંગેની મૂંઝવણને પણ સાફ કરી દીધી હતી.

  • Share this:


    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંતસિંહ રાજપૂતના નિધનથી તેમના લાખો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આજે પણ તેમના ચાહકો તેમને યાદ કરી રહ્યા છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ આજે ભલે આપણી વચ્ચે ના હોય પણ તેમની યાદો આપણા દિલમાં વસેલી છે.

    આ પણ વાંચો- સુશાંતની પહેલી પુણ્યતિથિ પર અંકિતા લોખંડેએ કર્યો હવન, એક્ટર માટે પ્રગટાવ્યો દીવો





    આજે એટલે કે, 14 જૂનના રોજ સુશાંત સિંહનું નિધન થયાને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. સુશાંત ભણવા ગણવામાં કોઈથી પાછળ નહતો. તેણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી પાસ થઈને સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી (અમેરિકા)ની સ્કોલરશીપ મેળવી હતી. જોકે, એકટર બનાવા માટે તેણે આ બધું હાંસિયાના ધકેલી દીધું હતી.





    2017માં સુશાંત સિંહ રાજપૂતે HT સાથે એંજિનિયરિંગના વિદ્યાર્થી કાળથી લઈ અભિનેતા બનવા સુધીની યાત્રા વિશે વાત કરી હતી. આમાં તેણે એ પણ કહ્યું કે શાહરૂખ ખાને તેના પર કેવી ઊંડી અસર કરી. આ અસરે માત્ર એક સ્ટાર તરીકે જ નહીં પરંતુ તે કોણ છે? તે અંગેની મૂંઝવણને પણ સાફ કરી દીધી હતી.

    FILE PHOTO






    સુશાંત સિંહ રાજપૂતે કહ્યું હતું કે, એવું નહોતું કે હું બોલિવૂડથી પ્રભાવિત ન હતો. હું શાહરૂખ ખાનનો ફેન હતો. મને યાદ છે કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જોઈને વિચાર્યું હતું કે તે કેટલા બધા સારા છે. મહાન કલાકાર છે. પણ તેનાથી મને વધુ અસર થઈ નહોતી. જોકે, શાહરુખે મારે શું બનવું જોઈએ તે ભ્રમ દૂર કરવામાં મદદ કરી.



    સુશાંતે કહ્યું કે, તે સમયે 90ના દાયકાની શરૂઆત થઈ રહી હતી. અર્થવ્યવસ્થાએ થોડા સમય પહેલા જ ગતિ પકડી હતી. પહેલી વખત કોકના ડબ્બા જોવા મળી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પણ આવી રહ્યાં હતાં, હું પણ મોહિત થઈ ગયો હતો. મોર્ડન કલ્ચરને સ્વીકારવું કે પોતાની સંકૃતિ પ્રત્યે વફાદાર રહેવું તે અંગે હું મૂંઝવણમાં હતો. તે સમયે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આવી હતી. હું છઠ્ઠા ધોરણમાં હતો. રાજે મને શીખવ્યું કે બિયર પીવું કૂલ છે. પણ તેણે જ સીમરનના પિતાની સ્વીકૃતિની રાહ જોઈ હતી. ફિલ્મમાં એક સંતુલન હતું. આ એક મહત્વાકાંક્ષી ભારત અને પોતાની સંકૃતિના જાળવવા પ્રયત્નો કરતા ભારતનું આદર્શ ઉદાહરણ હતું.


    First published: