Home /News /entertainment /

શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની જૂની તસવીરો વાયરલ, આ છે કારણ

શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની જૂની તસવીરો વાયરલ, આ છે કારણ

શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની જૂની તસવીરો વાયરલ

અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના બોલિવૂડના સૌથી જાણીતા સ્ટાર કિડ્સમાંથી એક છે

    ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ બોલિવૂડમાં સ્ટાર કિડ્સની ધૂમ છે. કેટલાક સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂક્યાં છે, તો અમુક ફિલ્મ્સમાં એન્ટ્રીની તૈયારી કરી રહ્યાં છે. એવી જ એક સ્ટાર કિડ છે સુહાના ખાન. અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના બોલિવૂડના સૌથી જાણીતા સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના જબરદસ્ત ફેન ફોલોઇંગ પણ ધરાવે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં તેની કેટલીક જૂની તસવીરો વાયરલ થઇ છે.

    ઇન્સ્ટાગ્રામ પર સુહાના ખાનના એક ફેન પેજે તેની કેટલીક તસવીરો શેર કરી હતી. સામે આવતાં જ આ તસવીરો તાબડતોડ વાયરલ થઇ ગઇ. જોકે, આ તસવીરો જૂની છે. જેમાં સુહાના બ્લુ સ્ટ્રેપ ડ્રેસ સાથે ડેનિમ જેકેટમાં નજરે પડી રહી છે. ઉપરાંત તે તસવીરોમાં મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. સાથે જ સુહાનાની હસી પણ તેના ફેન્સને ખૂબ ગમી રહી છે.


    આ પહેલાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન એક વીડિયોને લીધે ચર્ચામાં આવી હતી. જેમાં તે એક ડાન્સ ક્લાસમાં મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તે વીડિયો લંડનની એક ડાન્સિંગ સ્કૂલનો હતો, જ્યાં સુહાનાએ ટ્રેનિંગ લીધી છે. અગાઉ સુહાનાનો એક બીજો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે સ્કૂલની એક ઇવેન્ટમાં ડ્રામા પર્ફોર્મ કરતી જોવા મળી હતી.

    આ પણ વાંચો: તૈમૂરને ટક્કર મારે એવું છે સનીનું બાળક, જુઓ સોશિયલ મીડિયા પર કેવી થઇ કમેન્ટ્સ

    ઉલ્લેખનીય છે કે, સુહાનાના બોલિવૂડ ડેબ્યુ અંગે શાહરૂખ ખાન પહેલાં જ બધી વાતો સ્પષ્ટ કરી ચૂક્યો છે. તેણે કહ્યું હતું કે, ફિલ્મ્સમાં આવવું કે નહીં? તે તેની ચોઇસ છે. હાલ તે અભ્યાસ કરી રહી છે. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બોલિવૂડમાં ડેબ્યુ કરવા અંગે વિચારી શકે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Shahrukh Khan, Suhana Khan, Viral, દીકરી

    આગામી સમાચાર