Home /News /entertainment /શ્વેતા નંદાનો દીકરો અને શાહરુખની દીકરી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં; બચ્ચન પરિવારે રિલેશનશિપને આપી મંજૂરી આપી

શ્વેતા નંદાનો દીકરો અને શાહરુખની દીકરી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં; બચ્ચન પરિવારે રિલેશનશિપને આપી મંજૂરી આપી

શ્વેતા નંદાનો દીકરો અગસ્ત્ય ને શાહરુખની દીકરી એકબીજાના પ્રેમમાં

ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચિઝ'ના સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો હતો. બંને પોતાના રિલેશન છુપાવવાનો સહેજ પણ પ્રયાસ કરતા નથી. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે, પરંતુ હાલમાં બંનેમાંથી એક પણ પોતાના સંબંધોને ઑફિશિયલ કરશે નહીં.

    મુંબઈઃ બોલિવૂડમાં હાલમાં શાહરુખ ખાનની દીકરી સુહાના તથા શ્વેતા બચ્ચનનો દીકરો અગસ્ત્ય નંદા એકબીજાને ડેટિંગ કરતા હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મીડિયા રિપોર્ટના અનુસાર, આ બંને યંગ સ્ટાર્સ એકબીજાના પ્રેમમાં છે અને ટૂંક સમયમાં એક સાથે ફિલ્મોમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે.

    સુહાનાને ફેમિલી સાથે પાર્ટનર તરીકે મુલાકાત કરાવી હતી


    સુહાના તથા અગસ્ત્ય એકબીજાના પ્રેમમાં છે. આટલું જ નહીં ગયા વર્ષે કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં અગસ્ત્યે સુહાના ખાનને પોતાની પાર્ટનર તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરી હતી. ઉલ્લેખનીય છે કે શશિ કપૂર દર વર્ષે નાતાલના દિવસે ફેમિલી લંચનું આયોજન કરતા હતા. આ દિવસે કપૂર પરિવારના મોટા ભાગના સભ્યો અચૂકથી હાજર રહેતા હોય છે. શશિ કપૂરના અવસાન બાદ તેમના પરિવારે આ પરંપરા ચાલુ રાખી છે અને દર વર્ષે ક્રિસમસ પર લંચ રાખતા હોય છે.

    આ પણ વાંચોઃ બોલિવૂડમાં 99 ટકા લોકો ડ્રગ્સ લેતા નથી: યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી સુનીલ શેટ્ટીએ કરી આ ભલામણ










    View this post on Instagram






    A post shared by Suhana Khan (@suhanakhan2)





    શ્વેતા બચ્ચને સંબંધને મંજૂરી આપી


    રિપોર્ટના અનુસાર, ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચિઝ'ના સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો હતો. બંને પોતાના રિલેશન છુપાવવાનો સહેજ પણ પ્રયાસ કરતા નથી. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે, પરંતુ હાલમાં બંનેમાંથી એક પણ પોતાના સંબંધોને ઑફિશિયલ કરશે નહીં.પરંતુ પ્રોડક્શન હાઉસના મોટાભાગના લોકોને બંનેના રિલેશન વિશે ઓગસ્ટ 2020માં જ ખબર પડી ગઈ હતી. રિપોર્ટના અનુસાર, અગસ્ત્યની માતા શ્વેતા બચ્ચન નંદા "સુહાનાને પસંદ કરે છે" અને "સંબંધને મંજૂરી પણ આપી દીધી છે". જો કે, અગસ્ત્ય કે સુહાનાએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. શ્વેતા બચ્ચને 1997માં નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. નિખિલ નંદા કપૂર પરિવારનો દોહિત્રી છે. સ્વ. રાજ કપૂરને પાંચ સંતાનો, જેમાં રણધીર કપૂર, સ્વ. રિશી કપૂર, સ્વ. રાજીવ કપૂર તથા બે દીકરીઓ સ્વ. રિતુ નંદા તથા રીમા જૈન સામેલ છે. રિતુ નંદાનો દીકરો નિખિલ નંદા છે.


    'ધ આર્ચીઝ'થી સુહાના ડેબ્યુ કરી રહી છે


    વર્કફ્રન્ટની વાત કરીએ તો સુહાના 'ધ આર્ચીઝ'થી બોલિવૂડ ડેબ્યૂ કરશે. આ ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી ખુશી કપૂર, અગત્સ્ય નંદા, મિહિર આહુજા, યુવરાજ મેન્ડા પણ છે. આ ફિલ્મથી બોની કપૂર-શ્રીદેવીની દીકરી ખુશી કપૂર તથા શ્વેતા-નિખિલ નંદાનો દીકરો અગત્સ્ય પણ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Shahrukh Khan

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन