SHAHRUKH KHANને બોલિવૂડમાં પૂર્ણ થયા 29 વર્ષ, આજના દિવસે રિલીઝ થઇ હતી પહેલી ફિલ્મ 'દીવાના'

દિવાના ફિલ્મનાં એક સિનમાં SRK

શાહરૂખ ખાન આ ફિલ્મના નિર્માતાઓની પહેલી પસંદ નહોતા. તેમના પહેલાં આ ફિલ્મ સની દેઓલ, અરમાન કોહલી અને સલમાન ખાનને મળી હતી. પરંતુ કામ ન થયું. જે બાદ શાહરૂખ ખાનને ધર્મેન્દ્રના કહેવા પર કાસ્ટ કરવામાં આવ્યો હતો

  • Share this:
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને 25 જૂન 1992ના રોજ 'દિવાના' ફિલ્મથી પોતાના સફરની શરૂઆત કરી હતી. ત્યારે શાહરૂખના ફિલ્મી કરિયરને આજે 29 વર્ષ પૂરા થયા છે. શાહરૂખે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો, ત્યારથી જ તેણે પોતાની મહેનતને આધારે બધું મેળવ્યું છે. શાહરૂખની ફેન ફોલોઇંગ કેટલી મજબૂત છે, તેનો અંદાજ તેમના જન્મદિવસ પર તેમના બંગલા 'મન્નત' પર તેમને જોવા માટે દૂર-દૂરથી ચાહકો પરથી લગાવી શકાય છે. આજે તેની પહેલી ફિલ્મ 'દીવાના'ને 29 વર્ષ પૂરા થવા પર શાહરૂખે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

શાહરૂખે તેની 29 વર્ષની સફર પૂર્ણ થવા પર ટ્વિટર પર પોસ્ટ કરી લખ્યું છે  કે, કામ કરી રહ્યો છું. મેં જોયું કે તમે મારા પર છેલ્લા 30 વર્ષથી ઘણો પ્રેમ લૂટાવી રહ્યા છો. હમણાં જ સમજાયું કે મેં તમારું મનોરંજન કરવાનો પ્રયાસ કરતાં મારુ અડધાથી વધુ જીવન પસાર કર્યું છે. આવતીકાલે હું થોડો સમય કાઢીને તમારી સાથે વાત કરીશ. આ પ્રેમ માટે આભાર. તેની ખૂબ જ જરૂર હતી. શાહરૂખના આ ટ્વીટ પર તેના ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ આજે સવારથી ફેન્સ પણ શાહરૂખને અલગ-અલગ હેશટેગ વડે ટ્રેન્ડ કરી રહ્યા છે. ટ્વિટર પર #29GoldenYearsOfSRK અને #29YearsOfDeewana દીવાના ટ્રેન્ડીંગ થઇ રહ્યું છે.

https://publish.twitter.com/?url=https://twitter.com/iamsrk/status/1408151629665234944

ઉલ્લેખનીય છે કે 1992ની ફિલ્મ દીવાનામાં શાહરૂખ ખાનની ભૂમિકા ઈન્ટરવલ સુધી નહોતી બતાવવામાં આવી. પરંતુ જ્યારે ફિલ્મનો ઈન્ટરવલ પૂર્ણ થાય છે, ત્યારે શાહરૂખ ખાનની એન્ટ્રી બતાવવામાં આવે છે. શાહરુખ ખાન બાઇક પર સવાર થઈને 'કોઈ ના કોઈ ચાહિયે' ગીત ગાતા એન્ટ્રી કરે છે અને આખો સિનેમા હોલ સીટીયોથી ગુંજી જાય છે.

આ પણ વાંચો- BB-15: મેકર્સે RHEA CHAKRABORTY અને ANKITA LOKHANDEનો કર્યો સંપર્ક

મહત્વનું છે કે શાહરૂખ આ ફિલ્મની સેકન્ડ લીડમાં હતો. આ ફિલ્મમાં રિશી કપૂર મુખ્ય ભૂમિકામાં હતા અને દિવ્યા ભારતી લીડ એક્ટ્રેસ હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ શાહરૂખે બધાની લાઈમલાઈટ મેળવી લીધી હતી. શાહરૂખ ખાને આ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો હતો. દિવાના ફિલ્મનું નિર્દેશન રાજ કંવર દ્વારા કરાયું હતું.

આ પણ વાંચો- 'Anupamaa' અને 'Vanraj'ની વચ્ચે છે છત્રીસનો આંકડો? સુધાંશુએ જણાવ્યું સત્ય

શાહરૂખ ખાન આ ફિલ્મના નિર્માતાઓની પહેલી પસંદ નહોતા. તેમના પહેલાં આ ફિલ્મ સની દેઓલ, અરમાન કોહલી અને સલમાન ખાનને મળી હતી. પરંતુ કામ ન થયું. જે બાદ શાહરૂખને ધર્મેન્દ્રના કહેવા પર કાસ્ટ કરવામાં આવ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે શાહરૂખે પોતે સુપરહિટ ફિલ્મ દીવાના નથી જોઈ. શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે પોતાની પહેલી અને છેલ્લી ફિલ્મ જોવા માંગતો નથી.

શાહરુખ ખાન 2 વર્ષથી ફિલ્મી પડદેથી દૂર છે. તેઓ છેલ્લે અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ઝીરોમાં દેખાયા હતા, જે ખાસ ઉકાળી શકી નહોતી. શાહરુખ ટૂંક સમયમાં ફિલ્મ 'પઠાન'માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સાથે તે જોવા મળશે. તે સસ્પેન્સ, ડ્રામા અને નફરતથી ભરેલી વાર્તાવાળી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે, પઠાન આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે.

ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાને તેમના 29 વર્ષમાં ફિલ્મી કરિયરમાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'બાઝીગર', 'બાદશાહ', 'કલ હો ના હો', 'કભી ખુશી કભી ગમ', 'રઈસ', 'ડોન', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'માય નેમ ઇઝ ખાન' અને ' જબ તક હૈ જાન' જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલમાં રાજ કર્યું છે.
First published: