અમિતાભથી બદલો લેશે શાહરૂખ, ટ્વિટ કરી કહ્યું- તૈયાર રહેજો

News18 Gujarati
Updated: February 11, 2019, 2:10 PM IST
અમિતાભથી બદલો લેશે શાહરૂખ, ટ્વિટ કરી કહ્યું- તૈયાર રહેજો
શાહરૂખે એવું ટ્વિટ કર્યું છે કે, અમિતાભ બચ્ચન નારાજ થઇ શકે છે

હવે શાહરૂખે એવું કંઇક કહ્યું છે કે અમિતાભ બચ્ચન નારાજ થઇ શકે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો' બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ બતાવી શકી નહોતી. જે પ્રમાણે ફિલ્મ સાથે દર્શકોની આશા જોડાયેલી હતી, તેવું લોકોને જોવા ન મળ્યું. જોકે, આ ફિલ્મ બાદ ચર્ચા ચાલી રહી છે કે શાહરૂખ ખાન 'ડોન'ના ત્રીજા ભાગમાં જોવા મળી શકે છે. હવે શાહરૂખે એવું કંઇક કહ્યું છે કે અમિતાભ બચ્ચન નારાજ થઇ શકે છે.

શાહરૂખ ખાનનો સમય ખરાબ ચાલી રહ્યો છે. હાલમાં જ આવેલી તેની કોઇપણ ફિલ્મ ચાલી નથી. જોકે, તે સતત પ્રયાસ કરી રહ્યો છે. તેની ફિલ્મ 'ઝીરો' પણ પિટાઇ ગઇ છે. આ પછી સતત એવી વાતો સંભળાઇ રહી છે કે શાહરૂખ 'ડોન 3'માં જોવા મળી શકે છે. પરંતુ આ દરમિયાન શાહરૂખે એવું ટ્વિટ કર્યું છે કે, અમિતાભ બચ્ચન નારાજ થઇ શકે છે. શાહરૂખે ટ્વિટ કરતાં લખ્યું, મૈં આપ સે બદલા લેને આ રહા હું @SrBachchan સાહબ! તૈયાર રહિએગા.

 આ પણ વાંચો: 'રબ ને બનાદી જોડી', આ છે ભારતના સૌથી સુંદર કપલ્સ, તસવીરોશાહરૂખ ખાને આ પછી વધુ એક ટ્વિટ કર્યું. જેમાં તેણે અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની આગામી ફિલ્મ 'બદલા'નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ ફિલ્મ શાહરૂખનું પ્રોડક્શન હાઉસ 'રેડ ચિલ્લી' પણ પ્રોડ્યુસ કરી રહ્યું છે.

શાહરૂખે બીજું ટ્વિટ કરતાં લખ્યું, અબ માહોલ બદલા-બદલા સા લગ રહા હૈ. સાથે જ તેણે લખ્યું કે કાલે ફિલ્મનું ટ્રેલર આવશે.

 
First published: February 11, 2019
વધુ વાંચો
अगली ख़बर