પહેચાન કોન? શૂટિંગથી બ્રેક લઇ આ 'પઠાણ' પહોચ્યો બોટ રાઇડ માણવાં, VIDEO VIRAL

હૂડી અને માસ્કથી ચહેરો કવર કરીને ફરવા નીકળ્યો હતો શાહરૂખ ખાન

શાહરૂખ ખાન (Shahrukh Khan)ની બોટ રાઇડનો વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન તેણે ઓલિવ કલરની હૂડી પહેરી હતી અને મો પર બ્લેક કલરનું માસ્ક અને આંખોમાં ગોગલ્સ પહેર્યા હતાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડનાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન (Shahrukh Khan)નાં ફેન્સ બિગ સ્ક્રિન પર તેની વાપસીની રાહ જોઇ રહ્યાં છે. IPLમાં નજર તેનો લૂક્સ બદલાયેલો જેવા મળ્યો જેથી ફેન્સમાં આ વાતને ઘણું જ એક્સાઇટમેન્ટ છે કે શાહરૂખ થેની અપકમિંગ ફિલ્મ લઇને આવી રહ્યો છે. તેથી જ તેણે લૂક ચેન્જ કર્યો છે. હવે IPL પણ પૂર્ણ થઇ ગઇ છે. અને શાહરૂખ ખાને તેની અપકમિંગ ફિલ્મ 'પઠાણ' (Pathan)ની શૂટિંગ શરૂ કરી લીધી છે. હાલમાં જ તેણે મુંબઇનાં ગેટવે ઓફ ઇન્ડિયા પર નજર આવ્યો હતો જ્યાં કેમેરાથી બચવાનાં તેણે લાખ પ્રયાસ કર્યા હતાં. પણ તે પેપરાઝીનાં કેમેરાથી બચી શક્યો ન હતો.

  ખબર છે કે, શાહરૂખ ખાન (Shahrukh Khan) તેની ફિલ્મ 'પઠાણ'ની શૂટિંગથી બ્રેક લઇને બોટ રાઇડ પર નીકળી ગયો હતો. તે એક સ્પીડ બોટમાં બેસ્યો અને અલીબાગ તરફ નીકળ્યો હતો. શાહરૂખની બોટ રાઇડનો વીડિયો અને તવસીરો વાયરલ થઇ રહ્યાં છે. આ દરમિયાન તેણે ઓલિવ કલરની હૂડી પહેરી હતી અને મો પર બ્લેક કલરનું માસ્ક અને આંખો પર ગોગલ્સ ચડાવ્યાં હતાં.
  પ્રખ્યાત પેપરાઝી માનવ મંગલાનીએ શાહરૂખનો વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ સાથએ જ તેણે શાહરૂખ ખાનનાં લૂકનું એક કોલાજ પણ શેર કર્યું હતું.
  ફિલ્મ 'પઠાણ'નું શૂટિંગ 18 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. શાહરૂખ સાથે જ્હોન અબ્રહામ અને દીપિકા પાદુકોણ પણ કામ કરવાં જઇ રહ્યાં છે. ફિલ્મમાં જણાવવાં આવ્યું છે કે, સલમાન ખાનનો પણ કેમિયો હશે. તે શાહરૂખની આ મેગા બજેટ ફિલ્મ માટે અલગથી 12 દિવસ કાઢવાનો છે. ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે. જે આ પહેલાં વોર જેવી સુપરહિટ ફિલ્મનું ડિરેક્શન કરી ચુક્યા છે.
  Published by:Margi Pandya
  First published: