Shah Rukh Khan: શાહરૂખ ખાનના ખાસ મિત્રો, જેમણે તેનો સાથ ક્યારેય ના છોડ્યો

શાહરૂખ ખાન જન્મદિવસ

શાહરૂખ ખાનની તેમના ફેલો આર્ટીસ્ટ સાથે ખૂબ જ સારી મિત્રતા (Shah Rukh KhanFriends)છે. શાહરૂખ ખાનને લોયલ અને રિલાયેબલ ફ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે

  • Share this:

બોલીવુડ મેગાસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)નો 2 નવેમ્બર મંગળવારના રોજ જન્મદિવસ (Shah Rukh Khan Birthday) હતો. શાહરૂખ ખાનને ભારતીય સિનેમામાં ‘બોલીવુડના બાદશાહ’ અને ‘કિંગ ખાન’ (King Khan) તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ દાયકાના સમયગાળામાં શાહરૂખ ખાને સુપરહિટ ફિલ્મો કરીને દર્શકોનું દિલ જીતી લીધું છે. શાહરૂખ ખાનના ફેનને શાહરૂખ ખાનની એક્ટિંગ અને તેમની પર્સનાલિટી પણ પસંદ આવે છે.


શાહરૂખ ખાનની તેમના ફેલો આર્ટીસ્ટ સાથે ખૂબ જ સારી મિત્રતા (Shah Rukh KhanFriends)છે. શાહરૂખ ખાનને લોયલ અને રિલાયેબલ ફ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે હંમેશા ખરાબ સમયમાં તેમના મિત્રોની સાથે રહે છે. શાહરૂખ ખાન પણ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ સાથે આ પ્રકારની મિત્રતા ધરાવે છે. શાહરૂખ ખાનના જન્મદિવસના ભાગરૂપે તેમની કેટલીક મજબૂત મિત્રતા અહીંયા રજૂ કરવામાં આવી છે.


સલમાન ખાન (Salman Khan)


શાહરૂખ ખાનની સલમાન ખાન સાથે ખૂબ જ મજબૂત મિત્રતા છે. વર્ષ 1995 માં ફિલ્મ ‘કરણ અર્જુન’ થી તેમની મિત્રતા શરૂ થઈ છે. રિલ લાઈફ અને રિઅલ લાઈફમાં તેઓ ખૂબ જ સારા મિત્રો છે, દર્શકો તેમની જોડીને કરણ અર્જુન તરીકે ઓળખે છે. કેટરીના કૈફની પાર્ટી દરમિયાન તેમની મિત્રતામાં ખટાશ આવી હતી. ત્યારબાદ તેમણે પાંચ વર્ષ સુધી વાત કરી નહોતી. વર્ષ 2014 માં બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં આ બંને મેગાસ્ટાર એકબીજાને ગળે મળ્યા હતા. ત્યારબાદ તેમની મિત્રતા ખૂબ જ ગાઢ બની છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ સલમાન ખાન શાહરૂખના ઘર મન્નતની બહાર બે વાર જોવા મળ્યો હતો. ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘ટ્યૂબલાઈટ’, ‘ઝીરો’ સહિતની એકબીજાની ફિલ્મોના કેમિયોમાં જોવા મળ્યા છે.


જુહી ચાવલા (Juhi Chawla)


જુહી ચાવલાએ શાહરૂખ ખાન સાથે સૌથી વધુ કામ કર્યું છે. જુહી ચાવલા ઘણા લાંબા સમયથી શાહરૂખ ખાનની મિત્ર અને બિઝનેસ પાર્ટનર પણ છે. તેમણે ફિલ્મ ‘યસ બોસ’, ‘ડુપ્લીકેટ’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે પોતાની પ્રોડક્શન કંપની ડ્રીમ્ઝ અનલિમિટેડ (અત્યારે SRK ની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ છે) હેઠળ ફિલ્મ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કો-પ્રોડ્યુસ કરી હતી. જુહી ચાવલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ટીમ નાઈટ રાઈડર્સની કો-ઓનર પણ છે. જુહી ચાવલાએ આર્યન ખાનના જામીન માટે જામીન બનીને જેલમાંથી છોડાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


કરણ જોહર (Karan Zohar)


કરણ જોહર અને શાહરૂખ ખાન ઘણા સમયથી સારા મિત્રો છે. શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માં કરણે એક નાનું પાત્ર ભજવ્યું હતું. શાહરૂખ ખાને કરણના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માં પણ એક્ટીંગ કરી છે. કરણ જોહરે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘કલ હો ના હો’ જેવી ફિલ્મોમાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. કરણ જોહર શાહરૂખ ખાનની ફેમિલી સાથે પરિવાર જેવો સંબંધ છે. આર્યન ખાને ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ માં નાના રાહુલનું પાત્ર ભજવ્યું છે. એક ફિલ્મમાં કરણ સાથે કામ ના કરવા માટે શાહરૂખ ખાન ખૂબ જ નારાજ હતા, તેમણે આ અંગે મતભેદો જલ્દી જ સોલ્વ કરી લીધા હતા. આર્યન ખાનની ધરપકડ કરવામાં આવતા કરણ જોહર હંમેશા શાહરૂખ ખાન સાથે ઊભા રહ્યા છે.


ફરાહ ખાન (Farah Khan)


ફિલ્મમેકર ફરાહ ખાન અને શાહરૂખ ખાન ઘણા સમયથી પર્સનલ અને પ્રોફેશનલ સંબંધ ધરાવે છે. ફરાહે ડાયરેક્શન શરૂ કર્યું તે, પહેલાં તેમણે શાહરૂખ સાથે કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. ફરાહ ખાન અને શાહરૂખ ખાનની સૌથી પહેલી મુલાકાત ફિલ્મ ‘કભી હા કભી ના’ ના સેટ પર થઈ હતી. શાહરૂખે ફરાહે ડાયરેક્ટ કરેલી ફિલ્મ ‘મેં હૂ ના’ માં પણ કામ કર્યું છે. ઓમ શાંતિ ઓમ અને હેપ્પી ન્યૂ યર ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાને ફરાહના પતિ સિરીશ કુંદરને કોઈ બાબતે થપ્પડ મારતા તે બંનેના સંબંધમાં તણાવ સર્જાયો હતો. આ મેટરને પણ શોર્ટ આઉટ કરી દેવામાં આવી હતી. આ મેટર શોર્ટ આઉટ કર્યા બાદ ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં કામ કર્યું હતું.


ચંકી પાંડે


અભિનેતા ચંકી પાંડે પણ ઇન્ડસ્ટ્રીમાં શાહરૂખના સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી તે સમયે ચંકી પાંડે એક ફેમસ સ્ટાર હતો. ગેમ શો ઈન્ડિયા પૂછેગા સબસે શાના કોન હોસ્ટ કરતી વખતે, શાહરૂખે ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે મુંબઈ આવ્યો ત્યારે ચંકીએ તેને આશ્રય આપ્યો હતો. આ બંને અભિનેતાઓના બાળકો ખૂબ જ સારા મિત્રો છે. સુહાના ખાન અને અનન્યા પાંડે એક સાથે મોટા થયા છે અને તેઓ ખૂબ જ સારા મિત્રો છે.


આ પણ વાંચોશાહરૂખ ખાન જન્મદિવસ: Bugatti Veyronથી લઈને Hyundai Creta સુધી, કિંગ ખાન પાસે છે આ શાનદાર કાર

કાજોલ (Kajol)


કાજોલ અને શાહરૂખ ખાન બોલિવુડના મોસ્ટ આઇકોનિક ઓન-સ્ક્રીન કપલ છે. આ કલાકારોએ ‘બાઝીગર’થી લઈને ‘દિલવાલે’ સુધીની સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેને ઘણીવાર ભારતીય સિનેમામાં પ્રેમનું ચિત્રણ કરવાનો શ્રેય આપવામાં આવે છે. 90 ના દાયકામાં તેમના ફેન્સ ઈચ્છતા હતા કે, વાસ્તવિક જીવનમાં પણ કપલ બને. શાહરૂખ ખાન અને કાજોલ ખૂબ જ સારા મિત્રો છે. કાજોલ ગૌરી ખાનની સારી મિત્ર પણ છે. SRK અને કાજોલે ઇન્ટરવ્યુ અને ટોક શોમાં તેમના બોન્ડ વિશે પણ ચર્ચા કરી હતી. તાજેતરમાં જાણવા મળ્યું છે કે, કાજોલ શાહરૂખ સાથે રાજકુમાર હિરાનીના સોશિયલ ડ્રામામાં કામ કરશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


First published: